પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 7 જુલાઈ, 2018ના રોજ રાજસ્થાનની મુલાકાતે
Posted On:
06 JUL 2018 4:04PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 જુલાઈ, 2018ના રોજ જયપુર, રાજસ્થાનની મુલાકાત લેશે.
વિશાળ જાહેર સભામાં પ્રધાનમંત્રી ભારત સરકાર અને રાજસ્થાન સરકારની યોજનાઓના 12 લાભાર્થીઓના અનુભવો રજૂ કરતી દ્રશ્ય – શ્રાવ્ય પ્રસ્તુતિ નિહાળશે. આ પ્રસ્તુતિકરણનું સંચાલન રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમતી વંસુધરા રાજે દ્વારા કરવામાં આવશે.
આ પ્રસ્તુતિમાં નીચેની યોજનાઓનો સમાવેશ થાય છે.
- પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના
- પ્રધાનમંત્રી મુદ્રા યોજના
- પ્રધાનમંત્રી આવાસ યોજના
- કૌશલ્ય ભારત
- રાષ્ટ્રીય બાળ આરોગ્ય કાર્યકમ
- મુખ્યમંત્રી રાજશ્રી યોજના
- ભામાશા સ્વાસ્થ્ય વીમા યોજના
- મુખ્યમંત્રી જળ સ્વાવલંબન અભિયાન
- શ્રમિક કલ્યાણ કાર્ડ
- મુખ્યમંત્રી પાલનહાર યોજના
- છાત્ર સ્કુટી વિતરણ યોજના
- દિન દયાળ ઉપાધ્યાય વરિષ્ઠ નાગરિક તીર્થ યાત્રા યોજના
પ્રધાનમંત્રી 13 શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓનું ભૂમિપૂજન કરશે, જેનો કુલ ખર્ચ રૂ. 2100 કરોડ છે. જેમાંની મુખ્ય યોજનાઓ આ મુજબ છે :
- દિવાલોના શહેર ઉદયપુર માટે સંકલિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પેકેજ
- અજમેર માટે એલિવેટેડ રોડ પ્રોજેક્ટ
- અજમેર, ભિલવાડ઼ા, બિકાનેર, હનુમાનગઢ, સીકર અને માઉન્ટ આબુમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા
- ધોલપુર, નાગૌર, અલવર અને જોધપુરના એસટીપીમાં સુધારો
- બુંદી, અજમેર અને બિકાનેર જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પરિયોજનાઓ.
- દશેરા મેદાન (બીજો તબક્કો), કોટા
પ્રધાનમંત્રી જાહેર સભાને પણ સંબોધન કરશે.
NP/J.Khunt/GP/RP
(Release ID: 1538014)
Visitor Counter : 249