મંત્રીમંડળ

મંત્રીમંડળે સફાઈ કર્મચારી માટેના રાષ્ટ્રીય કમિશનમાં ઉપાધ્યક્ષ અને સભ્યની એક-એક બેઠકના નિર્માણની મંજૂરી આપી

Posted On: 04 JUL 2018 2:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે સફાઈ કર્મચારીઓ માટેના રાષ્ટ્રીય કમિશનમાં ઉપાધ્યક્ષ અને સભ્ય માટેની એક-એક બેઠકનું નિર્માણ કરવાની મંજુરી આપી દીધી છે.

આ નિર્ણય પાછળનો ઉદ્દેશ્ય કમિશનની કામગીરીને સુધારવાનો અને લક્ષિત જૂથના કલ્યાણ અને વિકાસ માટેના ઈચ્છિત ધ્યેયને પૂર્ણ કરવાનો છે.

પૃષ્ઠભૂમિ:

સફાઈ કર્મચારીઓ માટેનું રાષ્ટ્રીય કમિશન સફાઈ કર્મચારીઓ અને માથે મેલું ઉપાડનારાઓ, આ બંનેના કલ્યાણ માટે કામ કરે છે. યોગ્ય દરજ્જાની સુવિધાઓ અને સફાઈ કર્મચારીઓ માટે તકોમાં અસમાનતાને દૂર કરવા પ્રત્યે કામ કરવા માટે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે અને નિર્ધારિત સમય મર્યાદાની અંદર પસંદ કરવામાં આવેલ તમામ મેલું ઉપાડનારાઓના પુનર્વસનની બાહેંધરી આપવામાં તેની મહત્વની ભૂમિકા છે. મેલું ઉપાડનારાઓ તરીકે રોજગારી આપવા પર પ્રતિબંધ અને તેમના પુનર્વસન કાયદો 2013ના વિભાગ 31 અંતર્ગત કમિશને નીચે મુજબના કાર્યો કરવાના છે:

  1. કાયદાના અમલીકરણની દેખરેખ રાખવી
  2. કાયદાની જોગવાઈના ઉલ્લંઘનના સંદર્ભમાં થયેલ ફરિયાદોની તપાસ કરવી
  3. કાયદાના અસરકારક અમલીકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સલાહ આપવી

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1537659) Visitor Counter : 113