મંત્રીમંડળ

મંત્રીમંડળે કેન્દ્ર સરકારનાં માંદાં/ખોટ કરતાં એકમોને સમયબદ્ધ બંધ કરવા માટેની તથા તેની સ્થાવર અને જંગમ અસ્કયામતોના નિકાલ અંગે સુધારેલી માર્ગરેખાઓને મંજૂરી આપી

Posted On: 06 JUN 2018 3:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે જાહેર સાહસોના વિભાગ હેઠળ (ડીપીઇ)નાં કેન્દ્ર સરકારનાં માંદાં/ખોટ કરતાં એકમોને સમયબદ્ધ રીતે બંધ કરવા માટેની તથા તેની સ્થાવર અને જંગમ અસ્કયામતોના નિકાલ અંગે સુધારેલી માર્ગરેખાઓને મંજૂરી આપી છે. આ સુધારવામાં આવેલી માર્ગરેખાઓને કારણે માંદાં/ખોટ કરતાં કેન્દ્ર સરકારનાં એકમોને એકમો બંધ કરવામાં થતા વિલંબને નિવારી શકાશે. આ માર્ગરેખાઓ  જાહેર સાહસોના વિભાગ દ્વારા સપ્ટેમ્બર 2016માં બહાર પાડવામાં આવેલી માર્ગરેખાઓનું સ્થાન લેશે.

આ માર્ગરેખાઓ દ્વારા બંધ કરવાની પ્રક્રિયાઓ માટેના સમયમર્યાદા, સંબંધિત મંત્રાલયો/વિભાગો સીપીએસઈ વગેરેની જવાબદારીઓ જેવાં કેટલાંક સિમાચિન્હો નક્કી કરીને જાહેર ક્ષેત્રનાં એકમો બંધ કરવા માટેની વિવિધ પ્રક્રિયાઓ વિધિઓ અંગે વ્યાપક માળખુ પૂરૂ પાડવામાં આવ્યું છે. આ માર્ગરેખાઓમાં વહિવટી મંત્રાલય/વિભાગ અને સીપીએસઈ દ્વારા અગાઉથી કરવાની તૈયારીઓ, બંધ કરવાની દરખાસ્ત રજૂ કરવી બંધ કરવા બાબતે વૈધાનિક અને અન્ય જવાબદારીઓ તથા સમયબદ્ધ રીતે આવા સીપીએસઈની સ્થાવર અને જંગમ મિલકતનો નિકાલ કરવાની વિધીનો સમાવેશ થાય છે.  

આ માર્ગરેખાઓમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની સંબંધિત માર્ગરેખાઓ હેઠળ સીપીએસઈની જમીનમાં પરવડે તેવા આવાસો માટે ઉપયોગને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. સીપીએસઈમાં કર્મચારીઓ કામ કરતા હોવાથી એકમો બંધ થવાને કારણે તમને હાડમારી થાય નહીં તે માટે, તે કોઈ પણ પગાર સ્કેલમાં કામ કરતા હોય તો પણ વર્ષ 2007ના અનુમાનિક પગારધોરણ મુજબ તેમને સ્વૈચ્છિક નિવૃત્તિની એક સરખી નીતિ ધરાવતી યોજના આપવામાં આવશે.

આ માર્ગરેખાઓ માંદા/ખોટ કરતાં કેન્દ્ર સરકારનાં જાહેર એકમોને લાગુ પડશે જેમાં

  1. વહિવટી મંત્રાલય/સીસીઈએ પાસેથી વિભાગ/કેબિનેટની મંજૂરી/સૈદ્ધાંતિક મંજૂરી મેળવેલી હોવી જોઈએ અથવા
  2.  સક્ષમ ઓથોરિટીની મંજૂરી/સૈદ્ધાંતિક મંજૂરી અથવા અન્ય મેળવવાની પ્રક્રિયા વહિવટી મંત્રાલય/વિભાગ દ્વારા સીપીએસઈનો નિકાલ કરવાનો નિર્ણય લેવાની પ્રક્રિયા ચાલુ હોય

પરવડે તેવા આવાસો માટે અગ્રતા આપીને સીપીએસઈનાં માંદાં/ખોટ કરતાં એકમોની જમીન આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયને સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ પોસાય તેવા આવાસો માટે વ્યવસ્થા કરવા માટે ઉપલબ્ધ કરાશે.

 

NP/J.Khunt/RP



(Release ID: 1534712) Visitor Counter : 119