મંત્રીમંડળ
મંત્રીમંડળે ચૂંટણી વ્યવસ્થાપન અને વહીવટના ક્ષેત્રમાં સહયોગ માટે ભારત અને સુરીનામ વચ્ચે સમજૂતી કરારને મંજૂરી આપી
प्रविष्टि तिथि:
16 MAY 2018 3:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે ચૂંટણી વ્યવસ્થાપન અને વહીવટના ક્ષેત્રમાં સહયોગ માટે ભારત અને સુરીનામ વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી દીધી છે, જેમાં ચૂંટણી પ્રક્રિયાના સંગઠનાત્મક અને તકનીકિ વિકાસના ક્ષેત્રમાં જ્ઞાન અને અનુભવોનું આદાન-પ્રદાન કરવાનોનો સમાવેશ થાય છે. આ સમજૂતી દ્વારા માહિતીનું આદાન-પ્રદાન, સંસ્થાગત સુદ્રઢીકરણ અને ક્ષમતા નિર્માણ, કર્મચારીઓનું પ્રશિક્ષણ, નિયમિત પરામર્શ વગેરેનું આયોજન કરવામાં મદદ મળશે.
આ સમજૂતી કરાર દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપશે, જેનો હેતુ સુરીનામ માટે તકનીકિ સહાય/ક્ષમતાને ટેકો આપવાનો છે, જે ચૂંટણી વ્યવસ્થાપન અને વહીવટના ક્ષેત્રમાં સહકાર પ્રદાન કરશે.
NP/J.Khunt/GP/RP
(रिलीज़ आईडी: 1532356)
आगंतुक पटल : 148