મંત્રીમંડળ

સ્વાસ્થ્ય સેવામાં માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન

મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને વર્ષ 2019-20 સુધી ચાલુ રાખવા માટે મંજૂરી આપી

Posted On: 02 MAY 2018 3:31PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 02-05-2018

દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે, આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (PMSSY)ને 12મી પંચવર્ષીય યોજનાથી અલગ વર્ષ 2019-20 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે. આ હેતુ માટેનો નાણાકીય ખર્ચ રૂ. 14,832 કરોડ છે. આ યોજના હેઠળ નવી એઈમ્સ સ્થપાશે તથા સરકારી મેડીકલ કોલેજોમાં સુધારો કરવામાં આવશે.

ઉદ્દેશ :

PMSSY કેન્દ્રીય ક્ષેત્ર યોજના છે, જેનો ઉદ્દેશ્ય સામાન્ય રૂપે દેશના વિવિધ ભાગોમાં પરવડી શકે તેવી તૃતિયક સ્વાસ્થ્ય સુવિધાઓમાં રહેલા અસંતુલનને દૂર કરવાનો અને વિશેષ રૂપથી ઓછી સુવિધા ધરાવતા રાજ્યોમાં ગુણવત્તાયુક્ત મેડીકલ શિક્ષણ માટેની સુવિધાઓ વધારવાનો છે.

અસર :

નવી એઈમ્સની સ્થાપના માત્ર આરોગ્ય શિક્ષણ અને તાલીમમાં પરિવર્તન નહીં લાવે પરંતુ સાથોસાથ જે તે ક્ષેત્રમાં આરોગ્ય નિષ્ણાંતોની અછત પણ દૂર કરશે. નવી એઈમ્સની સ્થાપનાનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર આપશે. સાથોસાથ તેના સંચાલન અને રખરખાવનો ખર્ચ પણ કેન્દ્ર સરકાર ભોગવશે.

અપગ્રેડેશન યોજનામાં, મુખ્ત્વે સુપર સ્પેશિયાલિટી બ્લોક / ટ્રોમા સેન્ટર વગેરેના નિર્માણ દ્વારા સ્વાસ્થ્ય માટેની માળખાગત સુવિધાઓમાં સુધારો કરવા તથા કેન્દ્ર અને રાજ્ય દ્વારા સંયુક્ત રૂપે હાલની તેમજ નવી સુવિધાઓ માટે મેડીકલ સાધનો ખરીદવા પર વિચાર કરવામાં આવ્યો છે.

રોજગાર સર્જન :

જુદા જુદા રાજ્યોમાં એઈમ્સના નિર્માણથી દરેક એઈમ્સ દીઠ ફેકલ્ટી અને નોન-ફેકલ્ટી પદો સહિત લગભગ 3000 લોકોને નોકરી મળશે. આ ઉપરાંત, એઈમ્સની આસપાસના વિસ્તારમાં શોપિંગ સેન્ટર, કેન્ટીન જેવી સુવિધાઓના કારણે અપ્રત્યક્ષ રોજગાર સર્જન પણ થશે.

કેન્દ્ર સરકારની સીધી દેખરેખ હેઠળ ભારત સરકાર દ્વારા નિયુક્ત એજન્સીઓ દ્વારા પસંદ કરાયેલી સરકારી મેડીકલ કોલેજો (GMCS)માં અપગ્રેડેશન પ્રોગ્રામ હાથ ધરવામાં આવશે. સંબંધિત રાજ્ય /કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા આ સરકારી મેડીકલ કોલેજોમાં નીતિ-નિયમો મુજબ પોસ્ટ-ગ્રેજ્યુએટ બેઠકો અને વધારાના ફેકલ્ટી પદોનું સર્જન કરવામાં આવશે અને ભરવામાં આવશે.

આ યોજના હેઠળ નવી એઈમ્સના માળખાના બાંધકામમાં તેમજ સરકારી મેડીકલ કોલેજોના અપગ્રેડેશન પ્રોગ્રામમાં થનારી બાંધકામ પ્રવૃત્તિમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં રોજગારી સર્જન થવાની સંભાવના છે.

પૃષ્ઠભૂમિ :

PMSSYની જાહેરાત 2003માં કરવામાં આવી જેનો ઉદ્દેશ્ય સામાન્ય રૂપે દેશના વિવિધ ભાગોમાં પરવડી શકે તેવી તૃતિયક સ્વાસ્થ્યક સુવિધાઓમાં રહેલા અસંતુલનને દૂર કરવાનો અને વિશેષ રૂપથી ઓછી સુવિધા ધરાવતા રાજ્યોમાં ગુણવત્તાયુક્ત મેડીકલ શિક્ષણ માટેની સુવિધાઓ વધારવાનો છે.

PMSSY હેઠળના કાર્યક્રમો

PMSSY ના વિવિધ તબક્કામાં શરૂ કરાયેલા કાર્યક્રમોની વિગતો

બજેટમાં જાહેરાતનું વર્ષ અને તબક્કો

એઈમ્સ જેવી સંસ્થાઓ

રાજ્ય સરકારની મેડીકલ કોલેજોનું અપગ્રેડેશન

તબક્કો – 1 (2006)

 

ભોપાલ, ભુવનેશ્વર, જોધપુર, પટના, રાયપુર, ઋષીકેશ (06 એઈમ્સ)

 

તેર (13) મેડીકલ કોલેજો

તબક્કો – 2 (2009)

 

પશ્ચિમ બંગાળમાં એઈમ્સ (ચોથા તબક્કામાં તબદિલ) અને રાયબરેલી, ઉત્તરપ્રદેશ (01 એઈમ્સ)

છ (06) સરકારી મેડીકલ કોલેજો

 

તબક્કો – 3 (2013)

 

નવી એઈમ્સ નહીં

 

ઓગણચાલિસ (39) સરકારી મેડીકલ કોલેજો

તબક્કો – 4 (2014-15)

 

પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં પૂર્વાંચલ (07 એઈમ્સ)

તેર (13) સરકારી મેડીકલ કોલેજો

તબક્કો – 5 (2015-16)

 

જમ્મુ, કાશ્મીર, પંજાબ, તમિલનાડુ, હિમાચલ પ્રદેશ, આસામ, બિહાર (07 એઈમ્સ)

તબક્કો – 6 () (2016-17)

 

મંત્રાલયે આઈએમએસ, બીએચયુ અને કેરળ ખાતેની શ્રી ચિત્રાતિરૂનલ ફોર મેડિકલ સાયન્સીસ એન્ડ ટેકનોલોજીના સુપર સ્પેશ્યાલિટી બ્લોકને અપગ્રેડ કરવાની મંજૂરી આપી છે – (02)

તબક્કો–7 (2017-18)

ગુજરાત અને ઝારખંડ (02 એઈમ્સ)

કુલ

 

20 એઈમ્સ

73 અપગ્રેડેશન યોજનાઓ

 

NP/J.Khunt/GP                                



(Release ID: 1530989) Visitor Counter : 173