મંત્રીમંડળ

મંત્રીમંડળે બ્રિક્સ દેશોની ચિકિત્સા નિયામક એજન્સિઓની વચ્ચે માનવીય ઉપયોગ માટે ચિકિત્સા ઉત્પાદનોનાં નિયમન ક્ષેત્રમાં સહયોગ સાધવા અંગેના સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 25 APR 2018 1:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં બ્રિક્સ દેશોની ચિકિત્સા નિયામક સંસ્થાઓ વચ્ચે માનવીય ઉપયોગ માટેના ચિકિત્સા ઉત્પાદનોનાં નિયમન ક્ષેત્રમાં સહયોગ સાધવા અંગેના સમજૂતી કરારને મંજૂરી આપી દીધી છે.

આ સમજૂતી કરાર પક્ષોની વચ્ચે નિયામક પાસાઓને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થશે અને બ્રિક્સ દેશોમાં ભારતનાં ચિકિત્સા ઉત્પાદનોની નિકાસમાં વૃદ્ધિ કરવા માટે પણ મદદરૂપ બની શકે છે.

 

NP/J.Khunt/GP/RP


(Release ID: 1530167) Visitor Counter : 164