પોસ્ટેડ ઓન:
23 NOV 2026 6:42PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ગુરુ તેગ બહાદુરજીના ‘શહીદ દિવસ’ની પૂર્વસંધ્યાએ પોતાના સંદેશમાં જણાવ્યું છે:-
“ગુરુ તેગ બહાદુરજીના શહીદ દિવસના અવસરે, હું તેમને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
ગુરુ તેગ બહાદુરજીનું જીવન આધ્યાત્મિક ભક્તિ, ત્યાગ, કરુણા અને અદમ્ય સાહસનું એક અનોખું ઉદાહરણ છે. તેમણે હંમેશા સત્ય, ન્યાય અને માનવતાના મૂલ્યોનું જતન કર્યું. જ્યારે લોકોની ધાર્મિક સ્વતંત્રતા પર સંકટ આવ્યું, ત્યારે તેમણે તેમના અધિકારોની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. તેમનું સર્વોચ્ચ બલિદાન માનવ ગરિમા અને અન્ય લોકોના અધિકારો પ્રત્યેના આદરના પ્રતીક તરીકે ઊભું છે.
તેમનું જીવન આપણને અન્યાય સામે નિર્ભયપણે ઊભા રહેવા, તમામ ધર્મોનો આદર કરવા અને સમાજમાં પ્રેમ, બંધુત્વ તથા સંવાદિતાને પ્રોત્સાહન આપવા માટે પ્રેરણા આપતું રહેશે.
ચાલો આપણે તેમના આદર્શોને આત્મસાત કરવાનો અને સ્વતંત્રતા, સમાનતા તથા પરસ્પર આદરના સિદ્ધાંતો પર સ્થાપિત સમાજના નિર્માણ તરફ કામ કરવાનો સંકલ્પ લઈએ”.
SM/IJ/JD