પોસ્ટેડ ઓન:
18 NOV 2026 7:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બર 2026ના રોજ સાંજે લગભગ 4:30 વાગ્યે નવી દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવન ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગીય સમિટના સમાપન સત્રમાં સહભાગી થશે. તેઓ આ અવસરે ઉપસ્થિત જનમેદનીને પણ સંબોધિત કરશે.
18-19 નવેમ્બર 2026ના રોજ યોજાઈ રહેલી આ બે દિવસીય વિભાગીય સમિટમાં સામાજિક ન્યાય અને અધિકારિતા તથા દિવ્યાંગજનોના સશક્તિકરણના ક્ષેત્રો સાથે સંકળાયેલા રાજ્યોના રાજકીય નેતૃત્વ અને અધિકારીઓ એકસાથે આવશે. સહકારી સંઘવાદને મજબૂત કરવા, રાષ્ટ્રીય પ્રાથમિકતાઓની સામૂહિક માલિકીને પ્રોત્સાહન આપવા અને કેન્દ્ર-રાજ્યના વધુ ગાઢ સહયોગ દ્વારા પરિણામોને વેગ આપવા માટે પ્રધાનમંત્રી દ્વારા પરિકલ્પિત વિભાગીય સમિટની શ્રેણીમાં આ ત્રીજી સમિટ છે.
આ સમિટમાં ચાર મુખ્ય વિષયક ક્ષેત્રો પર ચર્ચા-વિચારણા કરવામાં આવશે :
1.નશા મુક્ત ભારત માટે નિવારણ અને ડ્રગની માંગ ઘટાડવાની વ્યૂહરચનાની પુનઃકલ્પના.
2.વન નેશન વન સ્કોલરશિપ પોર્ટલ- સુલભ શિષ્યવૃત્તિઓ, સશક્ત વિદ્યાર્થીઓ.
3.પ્રારંભિક હસ્તક્ષેપ અને દિવ્યાંગતાના બોજને ઘટાડવો
4.વિકસિત ભારત માટે સુગમ્ય ભારત.
આ વિભાગીય સમિટ કેન્દ્ર અને રાજ્ય સરકારોને અમલીકરણના પડકારોને ઉકેલવા અને શાસન તથા સેવા વિતરણમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને અનુભવોનું આદાનપ્રદાન કરવા, શ્રેષ્ઠ પદ્ધતિઓ વહેંચવા અને મુખ્ય ક્ષેત્રીય પ્રાથમિકતાઓ પર ચર્ચા-વિચારણા કરવા માટે એક મંચ પૂરો પાડે છે.
SM/NK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com