57th International Film Festival of India 2026
20 – 28 Nov 2026

‘સ્ટોરીઝ વિધાઉટ બોર્ડરર્સ’: 57મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) ભૌગોલિક અને સામાજિક-સાંસ્કૃતિક સીમાઓથી પર જઈને સિનેમાની ઉજવણી કરશે


ફેસ્ટિવલ ડિરેક્ટર આશુતોષ ગોવારિકરે 57મી આવૃત્તિ માટેના વિઝનની રૂપરેખા આપી; મીડિયાને વિવિધ સિનેમેટિક વિભાગોનું અન્વેષણ કરવા અને મહોત્સવના વૈશ્વિક આકર્ષણને પ્રદર્શિત કરવા અનુરોધ કર્યો

પોસ્ટેડ ઓન: 20 NOV 2026 2:09PMby PIB Ahmedabadરીલીઝ આઈડી: 2339032Views: 10

57મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) ના ઉપક્રમે આજે પીઆઈબી મીડિયા સેન્ટર, પણજી, ગોવા ખાતે એક મીડિયા બ્રીફિંગ યોજાયું હતું. આ સત્રમાં IFFI 57 ના ફેસ્ટિવલ ડિરેક્ટર શ્રી આશુતોષ ગોવારિકર અને નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC)\ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ધીરજ સિંહ ઉપસ્થિત રહ્યા હતા. તેનું સંચાલન પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના મહાનિર્દેશક (પશ્ચિમ) શ્રીમતી સ્મિતા વત્સ શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું.

મીડિયાને સંબોધતા, શ્રી આશુતોષ ગોવારિકરે ‘સ્ટોરીઝ વિધાઉટ બોર્ડરર્સ’ થીમ પર કેન્દ્રિત IFFI ની 57મી આવૃત્તિ માટેના પોતાના વિઝનની રૂપરેખા આપી હતી. તેમણે સમજાવ્યું હતું કે આ થીમ ભૌગોલિક અને પ્રાદેશિક સીમાઓથી આગળ વધીને પરિવારો અને સમાજોની અંદરના વિભાજનો, જેમાં જાતિ, સામાજિક ભેદભાવો અને અન્ય સામાજિક-સાંસ્કૃતિક વાસ્તવિકતાઓમાંથી ઉદ્ભવતા વિભાજનોનો સમાવેશ થાય છે, તેનું અન્વેષણ કરે છે. આ મહોત્સવ આવી સીમાઓથી પર જતી અને વિવિધ સંસ્કૃતિઓમાં સહિયારા માનવીય અનુભવોને પ્રતિબિંબિત કરતી વાર્તાઓને એકસાથે લાવવાનો પ્રયાસ કરે છે.

મહોત્સવની વૈવિધ્યસભર સિનેમેટિક રજૂઆતો પર પ્રકાશ પાડતા, શ્રી ગોવારિકરે આ વર્ષે ત્રણ નવા વિભાગો એટલે કે એનિમેશન, ડોક્યુમેન્ટરી અને ફિલ્મ્સ અબાઉટ ફિલ્મ્સ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે ડોક્યુમેન્ટરીઝના વધતા મહત્વ અને ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતાઓને વધુ દૃશ્યતા અને તકો પૂરી પાડવાની જરૂરિયાતને રેખાંકિત કરી હતી. આ પહેલના ભાગરૂપે, IFFI તાજેતરમાં સંપન્ન થયેલા મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF)ના વિજેતાઓની ફિલ્મો દર્શાવતું એક વિશેષ ગાલા પ્રેઝન્ટેશન યોજશે.

મહોત્સવના વૈવિધ્યસભર કાર્યક્રમોના મહત્વ પર ભાર મૂકતા, તેમણે નોંધ્યું હતું કે રેટ્રોસ્પેક્ટિવ્સ, ક્યુરેટેડ શોકેસ અને વિશેષ સ્ક્રીનિંગ સહિતનો દરેક વિભાગ સિનેમાની સમૃદ્ધિ અને વિવિધતા રજૂ કરવામાં ફાળો આપે છે. તેમણે મીડિયા વ્યાવસાયિકોને તેમની વ્યક્તિગત ફિલ્મ પસંદગીઓથી આગળ વધીને મહોત્સવનું અન્વેષણ કરવા અને ગાલા સ્ક્રીનિંગ, રેડ-કાર્પેટ ઇવેન્ટ્સ, આંતરરાષ્ટ્રીય પ્રેસ કોન્ફરન્સ અને પેનોરમા સંવાદોમાં હાજરી આપવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે અવલોકન કર્યું હતું કે આવા જોડાણો ફિલ્મ નિર્માતાઓ અને મુલાકાતી પ્રતિનિધિઓને તેમનું કાર્ય રજૂ કરવાની તક પૂરી પાડે છે, જ્યારે પ્રેક્ષકોને વૈવિધ્યસભર સિનેમેટિક દ્રષ્ટિકોણ શોધવા માટે સક્ષમ બનાવે છે.

મહોત્સવની પહોંચને વિસ્તારવામાં મીડિયાની ભૂમિકાને રેખાંકિત કરતા, શ્રી ગોવારિકરે મીડિયા પ્રતિનિધિઓને તેમના સ્વતંત્ર નિર્ણય અને વિવેચનાત્મક દ્રષ્ટિકોણને જાળવી રાખીને રેટ્રોસ્પેક્ટિવ્સ  (ભૂતકાળની પસંદગીની ફિલ્મોના વિશેષ પ્રદર્શન) સહિત વિવિધ વિભાગોની ફિલ્મો જોવા અને કવર કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે IFFI ની વાર્તાઓ અને સિનેમેટિક રજૂઆતોને દેશભરના પ્રેક્ષકો સુધી પહોંચાડવામાં મીડિયાની ભાગીદારી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તેમણે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ફેસ્ટિવલ ટીમ અને મીડિયા પ્રતિનિધિઓ વચ્ચે અર્થપૂર્ણ અને અનૌપચારિક સંવાદોને સરળ બનાવવાની પોતાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. મીડિયા કર્મચારીઓની વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓને ધ્યાનમાં લેતા, તેમણે કહ્યું કે મહોત્સવની પ્રવૃત્તિઓના કવરેજ માટે વધુ સુગમતા અને પૂરતો સમય મળી રહે તે માટે સંવાદોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

બ્રીફિંગ દરમિયાન, શ્રી આશુતોષ ગોવારિકરે 57મા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના સત્તાવાર બ્રોશરનું પણ અનાવરણ કર્યું હતું.

આ મીડિયા સંવાદે મહોત્સવના વિઝન અને પ્રોગ્રામિંગ પ્રાથમિકતાઓની રૂપરેખા પૂરી પાડી હતી, સાથે જ સિનેમા અને આંતર-સાંસ્કૃતિક આદાન-પ્રદાન માટેના આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ તરીકે IFFI ને મજબૂત બનાવવામાં મીડિયાની ભાગીદારી અને સામૂહિક પ્રયાસોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

અહીં IFFILOID વાંચો: https://www.pib.gov.in/iffi/57/iffiLoid.aspx?yr=2026&lang=1&reg=48

SM/DK/JD


Great films resonate through passionate voices. Share your love for cinema with #IFFI2026 and #StoriesWithoutBorders. Tag us @pibindia on Instagram and @PIB_India on X, and we will help amplify your festival moments!

For accredited journalists, critics, bloggers, and vloggers seeking 1-on-1 interviews with filmmakers and festival juries, write to us at:
iffi.mediadesk@pib.gov.in with the subject line: Take One with PIB.


Official Release ID: 2339032
•
Media Centre: Goa
•
Festival Dates: Nov 20 – 28, 2026