રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

છઠ પૂજાના અવસર પર રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ

પોસ્ટેડ ઓન: 14 NOV 2026 5:23PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને છઠ પૂજા નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.

પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે, “આસ્થા અને સૂર્ય ઉપાસનાના પર્વ છઠના પવિત્ર અવસર પર, હું દેશ અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.

આ તહેવાર સૂર્ય દેવ અને છઠી મૈયા પ્રત્યેના ગાઢ આદરનું પ્રતીક છે. ચાર દિવસ સુધી ઉજવાતો આ તહેવાર ભક્તિ, શિસ્ત અને સમર્પણ દ્વારા આપણી સાંસ્કૃતિક પરંપરાઓનું મહત્વ ઉજાગર કરે છે. છઠ પૂજા દરમિયાન શ્રદ્ધાળુઓ પોતાના પરિવારની સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરીને સૂર્ય દેવને ‘અર્ઘ્ય’ અર્પણ કરે છે. આ તહેવાર આપણને પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અને પર્યાવરણનું જતન કરવાની પ્રેરણા આપે છે.

આ પવિત્ર તહેવાર સૌના જીવનમાં આનંદ અને શાંતિ લાવે તથા સમાજમાં પ્રેમ અને સૌહાર્દને પ્રોત્સાહન આપે. આ અવસર પર, ચાલો આપણે નદીઓ અને અન્ય જળાશયોની રક્ષા કરવાની અને તેનું સંરક્ષણ કરવાની આપણી જવાબદારી નિભાવવાનો સંકલ્પ લઈએ”.

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2336274) મુલાકાતી સંખ્યા : 26