રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતીય પોલીસ સેવાના પ્રોબેશનર્સે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી


પોલીસ અધિકારીઓએ સાયબર ગુનાઓ પ્રત્યે તેમના અભિગમને પુનઃલક્ષી કરવો જોઈએ: આઈપીએસ પ્રોબેશનર્સને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

પોસ્ટેડ ઓન: 10 NOV 2026 3:21PM by PIB Ahmedabad

ભારતીય પોલીસ સેવા 78 RR (2025 બેચ)ના પ્રોબેશનર્સે આજે (10 નવેમ્બર, 2026) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી.

પ્રોબેશનર્સને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે નાગરિકો માટે પોલીસ અધિકારીઓ અને કોન્સ્ટેબલો એ શાસનના પ્રતિક છે. જ્યારે પોલીસ સિસ્ટમ સારી રીતે કાર્ય કરે છે ત્યારે લોકો શાસન સારું હોવાનું અનુભવે છે. જ્યારે કોઈ પોલીસ અધિકારી સંવેદનશીલતા અને ધ્યાનપૂર્વક તેમની ફરિયાદો સાંભળે છે ત્યારે લોકો અત્યંત સમર્થન અનુભવે છે. તેમણે આઈપીએસ (IPS) અધિકારીઓને સામાજિક કે આર્થિક રીતે નબળા વ્યક્તિઓ, કે જેઓ સામાન્ય રીતે વરિષ્ઠ અધિકારીઓ સુધી પહોંચી શકતા નથી, તેમના ડરને દૂર કરવા અને તેમની ફરિયાદોના નિવારણને પ્રાથમિકતા આપવા વિનંતી કરી હતી.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સિસ્ટમના કેટલાક કર્મચારીઓ વરિષ્ઠ અધિકારીઓ કરતાં પણ ટેકનોલોજીના ઉપયોગમાં વધુ પ્રવીણ હોઈ શકે છે. તેમણે તાલીમાર્થી અધિકારીઓને તેમની ટીમના સૌથી જૂનિયર સભ્યો પાસેથી પણ શીખવામાં કચવાટ ન રાખવાની સલાહ આપી હતી. તેમણે તેમને તેમની કાર્યશૈલીમાં જનભાગીદારી અને ટીમવર્કને પ્રોત્સાહિત કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે પોતાની ટીમના સભ્યોના કલ્યાણને પ્રાથમિકતા આપીને, તેઓ તેમની ક્ષમતાઓ અને ઉત્સાહમાં વધારો કરશે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓને પોલીસિંગ સંબંધિત કાયદાઓ અને નિયમોમાંથી ઉચ્ચ સ્તરની સત્તા પ્રાપ્ત થશે. જો કે, તેઓ લોકો પાસેથી વાસ્તવિક સન્માન તેમના પ્રદર્શન અને મૂલ્ય પ્રણાલીના આધારે મેળવશે. તેમણે કહ્યું કે તેમનામાં નાગરિકો પર શ્રેષ્ઠતાની ભાવના હોવાને બદલે તેમની સેવા કરવાની પ્રતિબદ્ધતાની ભાવના હોવી જોઈએ.

રાષ્ટ્રપતિએ કહ્યું કે લોકોમાં ડર પેદા કરવા માટે ખોટી માહિતી ફેલાવવી એ એક ગંભીર મુદ્દા તરીકે ઉભરી રહ્યું છે. પ્રભાવશાળી મન, ખાસ કરીને યુવાનો, આયોજનબદ્ધ ભ્રામક માહિતીથી ભટકી શકે છે. આ પ્રકારની આયોજનબદ્ધ શરારત સ્થાનિક, પ્રાદેશિક કે રાષ્ટ્રીય સ્તરે પણ થઈ શકે છે. સ્માર્ટ પોલીસિંગ આવી પરિસ્થિતિઓને વધુ પડતી પડકારજનક અને મોટી બનતી અટકાવી શકે છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે સાયબર ગુનાઓ વ્યાપક અને વધુ ગંભીર બની રહ્યા છે. પોલીસે સાયબર ગુનાઓની ગંભીરતા વિશે સમાજને વધુ વ્યાપકપણે સંવેદનશીલ બનાવવો પડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓએ આવા ગુનાઓ પ્રત્યે પોતાના અભિગમને પુનઃલક્ષી કરવો જોઈએ. ડીપ-ફેક કન્ટેન્ટ લોકો માટે નવા જોખમો ઉભા કરે છે. તેમણે પોલીસ અધિકારીઓ માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરતા નરાધમો/ગુનેગારોથી હંમેશા એક ડગલું આગળ રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-

SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2334746) મુલાકાતી સંખ્યા : 10