પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ છત્તીસગઢના સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના લોકોને શુભેચ્છા પાઠવી

પોસ્ટેડ ઓન: 01 NOV 2026 12:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે છત્તીસગઢ તેની આદિવાસી સંસ્કૃતિ, કુદરતી સંસાધનો અને અનોખી લોક પરંપરાઓ માટે જાણીતું છે. રાજ્યનો સમૃદ્ધ પુરાતત્વીય વારસો પણ તેની ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જીવંત લોક સંસ્કૃતિ અને પરિણામે સમૃદ્ધ પર્યાવરણ એક નોંધપાત્ર આત્મીયતાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે દરેકને સ્પર્શે છે.

શ્રી મોદીએ જણાવ્યું કે, "એ જોઈને આનંદ થાય છે કે છત્તીસગઢમાં નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવામાં આવ્યો છે ત્યારે તે નવી ઉર્જા સાથે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. તેના પ્રતિભાશાળી અને મહેનતુ લોકોની ભાગીદારીથી, છત્તીસગઢ રાષ્ટ્રની સમૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાનું ચાલુ રાખશે."

પ્રધાનમંત્રીએ 'X' પર પોસ્ટ કર્યું:

છત્તીસગઢના સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના તમામ રહેવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ!

આ રાજ્ય તેની આદિવાસી સંસ્કૃતિ, પ્રાકૃતિક સંપદા અને અનોખી લોક પરંપરાઓ માટે જાણીતું છે. તેનો પુરાતત્વીય વારસો એક વિશિષ્ટ ઓળખ પૂરી પાડે છે. અહીંના જીવંત લોક-સાંસ્કૃતિક વાતાવરણમાં એક અદ્ભુત આત્મીયતાનો ભાવ છે—એક એવો ગુણ જે સૌને પોતાની તરફ આકર્ષે છે.

તે આનંદની વાત છે કે, નક્સલવાદના મૂળિયાં નાબૂદ થઈ રહ્યા છે તેમ આપણું આ રાજ્ય વિકાસના પથ પર વધુ વેગથી આગળ વધી રહ્યું છે. મને વિશ્વાસ છે કે, મારા પ્રતિભાશાળી અને મહેનતુ નાગરિક સાથીઓની સક્રિય ભાગીદારીથી આ રાજ્ય રાષ્ટ્રની સમૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપતું રહેશે.

આ વિશેષ અવસર છત્તીસગઢના તમામ રહેવાસીઓ માટે કલ્યાણકારી નીવડે તેવી પ્રાર્થના!

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2331106) મુલાકાતી સંખ્યા : 27