પોસ્ટેડ ઓન:
01 NOV 2026 10:30AM by PIB Ahmedabad
ભૂમધ્ય સમુદ્રમાં તૈનાતી દરમિયાન, ભારતીય નૌકાદળનું જહાજ 'ત્રિશૂલ' 31 ઓક્ટોબર 2026ના રોજ ગ્રીસના સૌદા બે (Souda Bay) ખાતે પહોંચ્યું.
બંદર મુલાકાત દરમિયાન, જહાજના કર્મચારીગણ ભારતીય નૌકાદળ અને હેલેનિક નૌકાદળ વચ્ચે દરિયાઈ સહયોગને વધુ આગળ વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. જેમાં હેલેનિક નૌકાદળ અને એથેન્સમાં ભારતીય દૂતાવાસના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાર્તાલાપ, વ્યવસાયિક ચર્ચાઓ, ક્રોસ-ડેક મુલાકાતો, સાંસ્કૃતિક આદાનપ્રદાન અને નેવલ સપોર્ટ એક્ટિવિટી (NSA) સોડા બે અને નેટો (NATO) મેરિટાઇમ ઇન્ટરડિક્શન ઓપરેશનલ ટ્રેનિંગ સેન્ટર (NMIOTC) ની સુવિધાઓથી પરિચિત થવાનો સમાવેશ થાય છે.
કર્મચારીગણ સૌદા બે વોર સિમેટ્રી ખાતે શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરશે. પોર્ટ કોલ દરમિયાન જહાજ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે.
આ મુલાકાત દરિયાઈ સહયોગને વધુ મજબૂત બનાવશે અને ભારતીય નૌકાદળ અને હેલેનિક નૌકાદળ વચ્ચે વ્યવસાયિક સંબંધોને દ્રઢ કરશે.

(1)_20261101110651_81f6d2.jpeg)
_20261101110703_3da3ef.jpeg)
SM.NK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com