પોસ્ટેડ ઓન:
24 OCT 2026 8:37AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP)ના તમામ જવાનોને તેમના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ ITBPના હિમવીરોની તેમની અસાધારણ વીરતા દ્વારા પોતાની અલગ ઓળખ બનાવવા બદલ પ્રશંસા કરી હતી અને નોંધ્યું હતું કે તેઓ હંમેશાં અદ્ભુત દ્રઢ સંકલ્પ સાથે દરેક પડકારનો સામનો કરવા માટે ઊભા રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમની નિઃસ્વાર્થ સેવા અને બલિદાન દેશ માટે અપાર પ્રેરણાનો સ્ત્રોત છે.
પ્રધાનમંત્રીએ X પર શેર કર્યું:
"તેમના સ્થાપના દિવસ પર ITBPના તમામ જવાનોને શુભેચ્છાઓ. ITBPના હિમવીરોએ તેમની અસાધારણ વીરતા દ્વારા પોતાની અલગ ઓળખ બનાવી છે. તેઓ હંમેશાં અદ્ભુત દ્રઢ સંકલ્પ સાથે દરેક પડકારનો સામનો કરવા માટે ઊભા રહ્યા છે. તેમની નિઃસ્વાર્થ સેવા અને બલિદાન દેશ માટે અપાર પ્રેરણાનો સ્ત્રોત છે. @ITBP_official"
SM/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com