પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ પ્રધાનમંત્રીએ હનીને અભિનંદન પાઠવ્યા


પોસ્ટેડ ઓન: 23 OCT 2026 7:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ભાલા ફેંક (જેવલિન થ્રો) F37/F38 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવા અને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ હનીને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ એક અદ્ભુત સિદ્ધિ છે અને ભારતીય પેરા એથ્લેટિક્સ માટે ગૌરવની ક્ષણ છે, અને આશા વ્યક્ત કરી હતી કે તેઓ સતત નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતા રહે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

"ગોલ્ડ મેડલ અને નવો વર્લ્ડ રેકોર્ડ! એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની ભાલા ફેંક F37/F38 સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ હનીને અભિનંદન. આ એક અદ્ભુત સિદ્ધિ છે અને ભારતીય પેરા એથ્લેટિક્સ માટે ગૌરવની ક્ષણ છે. તેઓ સતત નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતા રહે: PM @narendramodi"

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2327650) મુલાકાતી સંખ્યા : 12