પોસ્ટેડ ઓન:
22 OCT 2026 6:33PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં મહિલાઓની વ્યક્તિગત પેરા કમ્પાઉન્ડ તીરંદાજી સ્પર્ધામાં પોતાના ટાઇટલનું સફળતાપૂર્વક રક્ષણ કરવા અને સતત બીજી આવૃત્તિમાં ગોલ્ડ મેડલ સુરક્ષિત કરવા બદલ શીતલ દેવીના શાનદાર પ્રદર્શન માટે તેમને અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમની ચોકસાઈ, સાતત્ય અને રમતગમતની ઉત્કૃષ્ટતા પ્રત્યેનું સમર્પણ ખરેખર નોંધપાત્ર છે, અને તેમણે તેમની આગામી યોજનાઓ/પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવી હતી.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
"એશિયન પેરા ગેમ્સ 2026 માં મહિલાઓની વ્યક્તિગત પેરા કમ્પાઉન્ડ તીરંદાજી સ્પર્ધામાં શીતલ દેવી દ્વારા શાનદાર પ્રદર્શન! તેમણે પોતાના ટાઇટલનું સફળતાપૂર્વક રક્ષણ કર્યું છે અને સતત બીજી આવૃત્તિ માટે ગોલ્ડ મેડલ સુરક્ષિત કર્યો છે. તેમની ચોકસાઈ, સાતત્ય અને રમતગમતની ઉત્કૃષ્ટતા પ્રત્યેનું સમર્પણ ખરેખર નોંધપાત્ર છે. આગામી પ્રયાસો માટે શુભકામનાઓ: PM @narendramodi"
SM/IJ/JD