પ્રધાનમંત્રીનું કાર્યાલય
એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ સચિન ખિલાડીને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
21 OCT 2026 6:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની શૉટ પુટ F46 સ્પર્ધામાં સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે ફરી એકવાર વિજયી બનીને પોતાનો ગોલ્ડ મેડલ જાળવી રાખવા બદલ સચિન ખિલાડીને અભિનંદન પાઠવ્યા છે.
ટાઇટલ સફળતાપૂર્વક જાળવી રાખવું અને ઓલ-ઇન્ડિયન પોડિયમ સ્વીપ (પોડિયમ પર ભારતનો સંપૂર્ણ કબ્જો) નું નેતૃત્વ કરવું એ અસાધારણ છે અને તેમની સાતત્યતા, દ્રઢ નિશ્ચય તથા સતત રમતગમતની ઉત્કૃષ્ટતા ખરેખર પ્રેરણાદાયી છે તેમ નોંધતા, શ્રી મોદીએ આ અનુકરણીય ચેમ્પિયનને તેમની રમતગમતની સફરમાં વધુ એક ગૌરવપૂર્ણ પ્રકરણ ઉમેરવા બદલ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા હતા.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
"એક અનુકરણીય ચેમ્પિયન!
સચિન ખિલાડીએ એશિયન પેરા ગેમ્સ 2026 માં પુરુષોની શૉટ પુટ F46 સ્પર્ધામાં સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે ફરી એકવાર વિજયી બનીને પોતાનો ગોલ્ડ મેડલ જાળવી રાખ્યો છે. ટાઇટલ સફળતાપૂર્વક જાળવી રાખવું અને ઓલ-ઇન્ડિયન પોડિયમ સ્વીપનું નેતૃત્વ કરવું એ અસાધારણ છે. તેમની સાતત્યતા, દ્રઢ નિશ્ચય અને સતત રમતગમતની ઉત્કૃષ્ટતા ખરેખર પ્રેરણાદાયી છે. સચિનને તેમની રમતગમતની સફરમાં વધુ એક ગૌરવપૂર્ણ પ્રકરણ માટે હૃદયપૂર્વકના અભિનંદન: pm @narendramodi"
SM/JD
(રીલીઝ આઈડી: 2326162)
મુલાકાતી સંખ્યા : 17