ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નાર્કોટિક્સ સામે સતત કાર્યવાહી અને ડ્રગ્સના નેટવર્ક પર નિર્ણાયક પ્રહાર કરવા બદલ આસામના મુખ્યમંત્રી અને આસામ પોલીસને અભિનંદન પાઠવ્યા


નાર્કોટિક્સ સામેની કાર્યવાહીના પરિણામે આસામમાં 945 ધરપકડ, 547 કેસ અને ₹182 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

703 હોટસ્પોટ્સ સામે કાર્યવાહી અને લગભગ ₹31 કરોડની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા ચાલુ

પીએમ મોદીના નશા મુક્ત ભારત વિઝન હેઠળ, નાર્કોટિક્સ કંટ્રોલ 2026-29 પરનું વિઝન ડોક્યુમેન્ટ ડ્રગ્સ નેટવર્કને ધ્વસ્ત કરવાના આપણા સંકલ્પને પુનઃપુષ્ટ કરે છે

નાર્કોટિક્સ કંટ્રોલ 2026-29 પરનું વિઝન ડોક્યુમેન્ટ ડ્રગ્સ નેટવર્કના નાણાકીય પાયા પર પ્રહાર કરે છે અને આપણા યુવાનોનું રક્ષણ કરે છે

ડ્રગ્સ સામેની લડાઈ અડીખમ સંકલ્પ સાથે ચાલુ રહેશે

પોસ્ટેડ ઓન: 15 OCT 2026 6:34PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નાર્કોટિક્સ સામે સતત કાર્યવાહી કરવા અને ડ્રગ્સના નેટવર્ક પર નિર્ણાયક પ્રહાર કરવા બદલ આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમા અને આસામ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે એક્સ (X) પર પોસ્ટ કર્યું, "ડ્રગ્સના નેટવર્ક પર નિર્ણાયક પ્રહાર! આસામના મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમા જી અને આસામ પોલીસને આ સતત કાર્યવાહી માટે અભિનંદન, જેના પરિણામે 945 ધરપકડ, 547 કેસ અને ₹182 કરોડથી વધુની કિંમતનું નાર્કોટિક્સ જપ્ત કરવામાં આવ્યું છે, તેની સાથે 703 હોટસ્પોટ્સ સામે કાર્યવાહી અને લગભગ ₹31 કરોડની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પીએમ મોદીના નશા મુક્ત ભારત વિઝન હેઠળ, નાર્કોટિક્સ કંટ્રોલ 2026-29 પરનું વિઝન ડોક્યુમેન્ટ ડ્રગ્સ નેટવર્કને ધ્વસ્ત કરવાના, તેમના નાણાકીય પાયા પર પ્રહાર કરવાના અને આપણા યુવાનોનું રક્ષણ કરવાના આપણા સંકલ્પને પુનઃપુષ્ટ કરે છે. ડ્રગ્સ સામેની લડાઈ અડીખમ સંકલ્પ સાથે ચાલુ રહેશે."

નશા મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે, આસામ પોલીસે સઘન પૂર્વ-ઓપરેશનલ કાર્યવાહી બાદ 12 ઓક્ટોબર 2026 ના રોજ રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઝુંબેશના પરિણામે ડ્રગ્સ સંબંધિત 547 કેસ નોંધાયા અને 945 આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

મુખ્ય સિદ્ધિઓમાં શામેલ છે:

  • આશરે ₹182 કરોડની કિંમતના નાર્કોટિક્સ અને સાયકોટ્રોપિક પદાર્થો જપ્ત.
  • 73 બિન-જામીનપાત્ર વોરંટ (NBWs) ની બજવણી અને અન્ય ઉત્તર-પૂર્વીય રાજ્યોના 10 લોકો સહિત 47 ફરાર લોકોની અટકાયત.
  • 703 થી વધુ ડ્રગ્સ હોટસ્પોટ્સ પર દરોડા.
  • જપ્તી, એટેચમેન્ટ અથવા ફ્રીઝ કરવા માટે આશરે ₹31 કરોડની સંપત્તિની પ્રક્રિયા હાથ ધરવી.
  • પ્રિવેન્શન ઓફ ઇલિસિટ ટ્રાફિક ઇન નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એકટ (PITNDPS) હેઠળ 157 દરખાસ્તોની પ્રક્રિયા હાથ ધરવી.
  • સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એકટ (COTPA) હેઠળ 2,229 દરોડા, 3,662 વ્યવસાયિક સ્થાપનોની તપાસ અને 2,943 શૈક્ષણિક સંસ્થાઓના સર્વેક્ષણો.
  • આઈએમએફએલ (IMFL) સહિત 1,34,539 લીટર દારૂ જપ્ત અથવા નાશ કરાયો.
  • 633 જાગૃતિ કાર્યક્રમોનું આયોજન, જેમાં 1,12,532 નાગરિકો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં આવ્યું.

SM/DK/JD 


(રીલીઝ આઈડી: 2324060) મુલાકાતી સંખ્યા : 8
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी