ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિએ KAUMARACON-2026નું ઉદ્ઘાટન કર્યું અને ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદની ડિજિટલ પહેલોનો શુભારંભ કર્યો


“એમ્સની સમકક્ષ એઆઈઆઈએને વિકસાવવાનું પ્રધાનમંત્રીનું વિઝન આકાર લઈ રહ્યું છે”: ઉપરાષ્ટ્રપતિ

“વૈશ્વિક સ્વીકૃતિ માટે સંશોધને પરંપરાગત આરોગ્ય સંભાળ પદ્ધતિઓના વૈજ્ઞાનિક આધારને સ્થાપિત કરવો જ જોઈએ”: ઉપરાષ્ટ્રપતિ

“બહેતર આરોગ્ય સંભાળ પરિણામો માટે પરંપરાગત જ્ઞાનને વૈજ્ઞાનિક સંશોધન સાથે સાંકળો”: ઉપરાષ્ટ્રપતિ

“બાળ સ્વાસ્થ્ય ભારતના આરોગ્ય સંભાળ ક્ષેત્રની પ્રાથમિકતાઓમાં કેન્દ્રસ્થાને રહેવું જોઈએ”: ઉપરાષ્ટ્રપતિ

પોસ્ટેડ ઓન: 15 OCT 2026 2:01PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA), નવી દિલ્હી દ્વારા આયોજિત કૌમારભૃત્ય પરની આંતરરાષ્ટ્રીય પરિષદની ત્રીજી આવૃત્તિ, KUMARACON-2026ના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરતા, પરંપરાગત આરોગ્ય સંભાળ પદ્ધતિઓની અસરકારકતા સ્થાપિત કરવા, દર્દીઓના વિશ્વાસને મજબૂત કરવા અને ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓની વૈશ્વિક સ્વીકૃતિ વધારવા માટે આયુર્વેદમાં વધુ વૈજ્ઞાનિક સંશોધન કરવા આહ્વાન કર્યું હતું.


 

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદને AIIMS ની સમકક્ષ વિકસાવવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનનો સંદર્ભ આપતા, ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આ સંસ્થા આ વિઝનને સાકાર કરવા તરફ આગળ વધી રહી છે. એઆઈઆઈએને તેના 10મા સ્થાપના દિવસ પર અભિનંદન આપતાં, તેમણે સંસ્થાના સ્થાનને વધુ મજબૂત કરવા માટે સંશોધન, નવીનતા અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતામાં સતત પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો હતો.

ઉપરાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે ભારતની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ તેની સભ્યતાની અને સદીઓ જૂની જ્ઞાન પરંપરાઓમાં મૂળ ધરાવતી એક મૂલ્યવાન વિરાસતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે 2014માં અલગ આયુષ મંત્રાલયની સ્થાપના અને શિક્ષણને મજબૂત કરવા, આરોગ્ય સંભાળ સેવાઓનો વિસ્તાર કરવા અને વૈજ્ઞાનિક સંશોધનને પ્રોત્સાહન આપવાના તેના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે આયુષ મંત્રાલય અને ICMR, CSIR, DBT, DST અને AIIMS જેવી સંસ્થાઓ વચ્ચેના આંતર-શાખાકીય સહયોગનો પણ સંદર્ભ આપ્યો હતો.

પ્રીમિયર મેડિકલ સંસ્થાઓમાં આયુષ સેવાઓના એકીકરણનો સંદર્ભ આપતા શ્રી સી. પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે આવી પહેલો પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને આધુનિક આરોગ્ય સંભાળ વચ્ચે સંવાદ અને સહયોગ માટેની તકો ઊભી કરે છે. તેમણે યોગની આંતરરાષ્ટ્રીય માન્યતા અને જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપનાને વિશ્વ સાથે ભારતના પરંપરાગત જ્ઞાનને શેર કરવાના મહત્વપૂર્ણ સીમાચિહ્નો તરીકે પણ રેખાંકિત કર્યા હતા.

બાળ આરોગ્ય સંભાળના મહત્વ પર ભાર મૂકતા, ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે પરિષદની થીમ, “શેપિંગ ધ ફ્યુચર ઓફ ચાઇલ્ડ હેલ્થ: ગ્લોબલ પર્સપેક્ટિવ્સ, રિસર્ચ ઇનોવેશન્સ, એન્ડ ક્લિનિકલ ફ્રન્ટિયર્સ ઇન કૌમારભૃત્ય,” દરેક બાળક સ્વસ્થ અને પોષણક્ષમ વાતાવરણમાં ઉછરે તે સુનિશ્ચિત કરવાની સામુહિક જવાબદારીને પ્રતિબિંબિત કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બાળકોને પોષણ, વિકાસ, રોગ નિવારણ અને ભાવનાત્મક કુશળતા પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે બાળકોના સ્વાસ્થ્ય અને માનવ મૂડીની ગુણવત્તા પર સતત ધ્યાન આપવાની પણ જરૂર છે. તેમણે સંશોધકો અને પ્રેક્ટિશનરોને પરંપરાગત જ્ઞાનનું જતન કરવા, વૈજ્ઞાનિક માન્યતા દ્વારા તેને મજબૂત કરવા અને તેમના પ્રયાસોના કેન્દ્રમાં બાળ સ્વાસ્થ્યને રાખવા આહ્વાન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિએ આયુષ સ્ટાર્ટ-અપ પોર્ટલ, એઆઈઆઈએ-આઈકેઈન વેબસાઈટ અને આયુર્વેદ ડિજિટલ ઈનોવેશન એન્ડ વેન્ચર એક્સિલરેશન ફેસિલિટી (AyuDIVA) નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે વામન એપ અને પંચકર્મ અસેસમેન્ટ એપ પણ લોન્ચ કરી હતી. તેમની ઉપસ્થિતિમાં મહર્ષિ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી, યુએસએ અને એઆઈઆઈએ, નવી દિલ્હી વચ્ચે આંતરરાષ્ટ્રીય સમજૂતી કરારની પણ આપ-લે કરવામાં આવી હતી.

અગાઉ, ઉપરાષ્ટ્રપતિએ એઆઈઆઈએ ની હોસ્પિટલ સુવિધાઓ અને ધન્વંતરી વાટિકાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમને જાહેર આરોગ્યમાં સંસ્થાના યોગદાન અને વાટિકામાં પ્રદર્શિત વિવિધ ઔષધીય વનસ્પતિઓ, જડીબુટ્ટીઓ અને ખડકોના આયુર્વેદિક મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી.


 

આ કાર્યક્રમમાં આયુષ અને આરોગ્ય તથા પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ; આયુષ મંત્રાલયના સચિવ શ્રી વૈદ્ય રાજેશ કોટેચા; નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિનના ચેરપર્સન ડૉ. મનીષા ઉપેન્દ્ર; એઆઈઆઈએ, નવી દિલ્હીના નિયામક પ્રોફેસર પી. કે. પ્રજાપતિ અને અન્ય મહાનુભાવો, સંશોધકો, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2323784) મુલાકાતી સંખ્યા : 19
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Assamese , Tamil , Telugu