મંત્રીમંડળ
કેબિનેટે 2026-27 થી 2030-31 સુધીના પાંચ વર્ષ માટે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમને ચાલુ રાખવાની મંજૂરી આપી
પોસ્ટેડ ઓન:
14 OCT 2026 4:06PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે (i) યોજના અને ઉપ-યોજનાઓના નામ બદલવા (ii) દિવ્યાંગજન પેન્શન માટેની પાત્રતાના માપદંડો, વ્યાપ અને સહાયના દરમાં સુધારો અને (iii) વૃદ્ધો અને વિધવાઓ માટેની પેન્શન યોજનાઓ અને પરિવાર લાભ યોજનાને તેના વર્તમાન સ્વરૂપમાં ચાલુ રાખવા સાથે 2026-27 થી 2030-31 સુધીના પાંચ વર્ષ માટે રૂ. 53,428 કરોડના કુલ ખર્ચ સાથે નેશનલ સોશિયલ અસિસ્ટન્સ પ્રોગ્રામ (NSAP) ને ચાલુ રાખવાના ગ્રામીણ વિકાસ વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
વિગતો:
- યોજના અને ઉપ-યોજનાઓના નામ બદલવા:
|
વર્તમાન નામ
|
મંજૂર થયેલ નામ
|
|
નેશનલ સોશિયલ અસિસ્ટન્સ પ્રોગ્રામ (NSAP)
|
પ્રધાનમંત્રી સામાજિક સહાય યોજના (Pradhan Mantri Samajik Sahayata Yojana)
|
|
ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ (IGNOAPS)
|
પ્રધાનમંત્રી વૃદ્ધાવસ્થા પેન્શન યોજના (Pradhan Mantri Vridhavastha Pension Yojana)
|
|
ઇન્દિરા ગાંધી નેશનલ વિડો પેન્શન સ્કીમ (IGNWPS)
|
પ્રધાનમંત્રી વિધવા પેન્શન યોજના (Pradhan Mantri Vidhawa Pension Yojana)
|
|
ઇન્દિરા ગાંધી નેશનલ ડિસેબિલિટી પેન્શન સ્કીમ (IGNDPS)
|
પ્રધાનમંત્રી દિવ્યાંગજન પેન્શન યોજના (Pradhan Mantri Divyangjan Pension Yojana)
|
|
નેશનલ ફેમિલી બેનિફિટ સ્કીમ
|
પ્રધાનમંત્રી પરિવાર લાભ યોજના (Pradhan Mantri Parivar Labh Yojana)
|
- દિવ્યાંગતા પેન્શનમાં ફેરફારો:
દિવ્યાંગજન પેન્શન યોજના હેઠળ સહાયની રકમ હવે 0-79 વર્ષની વય જૂથ માટે રૂ. 375/- અને 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે રૂ. 625/- થશે. આ યોજના હેઠળ સહાયના દરમાં વધારાની સાથે નીચે મુજબના ફેરફારો કરવામાં આવ્યા છે:
(a) યોજના હેઠળ બેન્ચમાર્ક દિવ્યાંગતા માટેનો માપદંડ અત્યારના 80% ની સામે 40% રહેશે.
(b) દિવ્યાંગતા પેન્શન માટે ન્યૂનતમ વયનો માપદંડ હવે જન્મથી જ રહેશે.
iii. વૃદ્ધો અને વિધવાઓ માટેની પેન્શન યોજનાઓ અને પરિવાર લાભ યોજના તેના વર્તમાન સ્વરૂપમાં ચાલુ રહેશે.
લાભો:
તમામ 36 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ 3.20 કરોડ લાભાર્થીઓને આ મંજૂરીથી લાભ થશે.
અમલીકરણ વ્યૂહરચના અને લક્ષ્યાંક:
દિવ્યાંગજન પેન્શન હેઠળ પાત્રતાના માપદંડો, લાભાર્થીઓની સંખ્યા અને સહાયના દરમાં ફેરફાર ધરાવતી માર્ગદર્શિકા ત્રણ મહિનાની અંદર બહાર પાડવામાં આવશે અને તેનો અમલ કરવામાં આવશે.
પૃષ્ઠભૂમિ:
ભારતના બંધારણના અનુચ્છેદ 41માં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ કેન્દ્ર સરકારની જવાબદારી પૂરી કરવા માટે ગરીબ પરિવારોને સહાય પૂરી પાડવા 15મી ઓગસ્ટ, 1995ના રોજ નેશનલ સોશિયલ આસિસ્ટન્સ પ્રોગ્રામ (NSAP) શરૂ કરવામાં આવ્યો હતો. 100 ટકા કેન્દ્રીય સહાય પૂરી પાડવાનો હેતુ દેશમાં તમામ જગ્યાએ લાભાર્થીઓને સમાન રીતે સહાય ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટી એક્ટ 2016 એ દિવ્યાંગતા પેન્શન માટેના પાત્રતાના માપદંડોમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી કરી છે અને તેને 40% ની 'બેન્ચમાર્ક દિવ્યાંગતા' સાથે જોડી દીધી છે. આ ઉપરાંત, તેણે દિવ્યાંગતા સંબંધિત સહાયને અન્ય શ્રેણીઓ માટે મૂકવામાં આવતી સમાન યોજનાઓ કરતાં અનિવાર્યપણે 25% વધુ રાખવાનો આદેશ પણ આપ્યો છે.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2323284)
મુલાકાતી સંખ્યા : 23
આ રીલીઝ વાંચો:
Malayalam
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada