પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારતમાં તેની ઉપસ્થિતિનો વિસ્તાર કરવાની બ્લૂમબર્ગની યોજનાઓને આવકારી


માઇકલ બ્લૂમબર્ગે ભારતની આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક નેતૃત્વ તરફના ઉદયનો સ્વીકાર કર્યો

પોસ્ટેડ ઓન: 13 OCT 2026 10:05PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં તેની ઉપસ્થિતિનો વિસ્તાર કરવાની અને દેશના અર્થતંત્ર, બજારો તથા લોકો સાથે તેના જોડાણને વધુ મજબૂત કરવાની બ્લૂમબર્ગની યોજનાઓને આવકારી છે.

X પરની એક પોસ્ટમાં, માઇકલ બ્લૂમબર્ગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને "સતત મુદતો માટે ભારતના સૌથી લાંબો સમય સેવા આપનારા ચૂંટાયેલા પ્રધાનમંત્રી" તરીકે વર્ણવ્યા હતા અને ભારતની ઝડપી આર્થિક વૃદ્ધિ તથા વૈશ્વિક નેતૃત્વ તરફના ઉદયનો સ્વીકાર કર્યો હતો. તેમણે ભારતના ભવિષ્ય માટેના પ્રધાનમંત્રીના વિઝનનો પણ સંદર્ભ આપ્યો હતો અને ભારતમાં બ્લૂમબર્ગના 30મા વર્ષ તથા દેશમાં તેનો વિસ્તાર કરવાની તેની યોજનાઓ વિશે ચર્ચા કરવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

X પર માઇકલ બ્લૂમબર્ગની પોસ્ટનો પ્રતિસાદ આપતા, પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે સવારે તેમને મળીને આનંદ થયો અને ભારતમાં 30 વર્ષ પૂર્ણ કરવા બદલ બ્લૂમબર્ગને અભિનંદન પાઠવ્યા.

શ્રી મોદીએ ભારતમાં તેની ઉપસ્થિતિનો વિસ્તાર કરવાની અને આપણા અર્થતંત્ર, બજારો તથા લોકો સાથે તેના જોડાણને વધુ મજબૂત કરવાની બ્લૂમબર્ગની યોજનાઓને આવકારી હતી. તેમણે ભારતની વિકાસયાત્રા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ઊભી થઈ રહેલી અસીમ તકો પર પણ પ્રકાશ પાડ્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“આજે સવારે તમને મળીને ખૂબ આનંદ થયો.

ભારતમાં 30 વર્ષ પૂર્ણ કરવા બદલ બ્લૂમબર્ગને અભિનંદન. અમે ભારતમાં તેની ઉપસ્થિતિનો વિસ્તાર કરવા અને આપણા અર્થતંત્ર, બજારો તથા લોકો સાથે તેના જોડાણને વધુ મજબૂત કરવાની બ્લૂમબર્ગની યોજનાઓને આવકારીએ છીએ.

ભારતની વિકાસયાત્રા તમામ ક્ષેત્રોમાં અસીમ તકો ઊભી કરવાનું ચાલુ રાખે છે.”


 

a

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2323055) મુલાકાતી સંખ્યા : 9