ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભારતે નવી દિલ્હીમાં BIMSTEC ગૃહ મંત્રીઓની પ્રથમ બેઠકની યજમાની કરી


ગૃહ મંત્રીઓની પ્રથમ બિમસ્ટેક મંત્રીસ્તરીય બેઠકની યજમાની કરવી એ ભારત માટે અત્યંત ગૌરવ અને વિષયાદિકારની બાબત છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારત 'વિશ્વમિત્ર' ની ભાવના સાથે આગળ વધી રહ્યું છે અને હંમેશા શાંતિ, સહ-અસ્તિત્વ અને માનવ કલ્યાણ માટે કટિબદ્ધ રહ્યું છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ, ગૃહ મંત્રીઓ તરીકે બિમસ્ટેકને સમાવેશી વિકાસ અને સુરક્ષાનું એક મોડેલ બનાવવું એ આપણી જવાબદારી છે

આંતરરાષ્ટ્રીય આતંકવાદ, સરહદ પારના સંગઠિત અપરાધ અને ગેરકાયદેસર ડ્રગ સ્મગલિંગ વગેરે જેવા પડકારોનો સામનો કરવા માટેના સહયોગ અંગેના બિમસ્ટેક કન્વેન્શનના સંપૂર્ણ અમલીકરણ માટે અમે કટિબદ્ધ છીએ

આતંકવાદ સામે ભારત 'ઝીરો ટોલરન્સ' ની નીતિ ધરાવે છે

આપણો સહિયારો સંકલ્પ એ સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ કે આ પ્રદેશનો કોઈ પણ ભાગ આતંકવાદી નેટવર્ક્સને આશરો લેવા, સભ્યોની ભરતી કરવા, તાલીમ મેળવવા, ભંડોળ એકઠું કરવા અથવા પાડોશી દેશો સામે પ્રવૃત્તિઓ ચલાવવા માટે કોઈ પણ તક પૂરી પાડે નહીં

કેન્દ્રીય ગૃહ મંત્રીએ સહયોગના પાંચ મુખ્ય ક્ષેત્રોના મહત્વ પર પ્રકાશ પાડ્યો: ડ્રગ નિયંત્રણ, આતંકવાદ વિરોધી અને કાનૂની સહયોગ, ભાગોડુ ગુનેગારોનું પ્રત્યાર્પણ, સાયબર-સુરક્ષા અને સાયબર ક્રાઈમ તપામ, અને સંસ્થાકીય સહયોગ તથા ક્ષમતા નિર્માણ

ડ્રગ સ્મગલિંગ (ટ્રાફિકિંગ) એ 'મૃત્યુનું સ્મગલિંગ'નું એક સ્વરૂપ છે, ડ્રગ સ્મગલિંગમાં 'ગોલ્ડન' જેવું કશું જ નથી

આ માત્ર ડ્રગનો વેપાર નથી; તે આપણા યુવાનો, આપણા સમાજ, આપણી સંસ્કૃતિ અને આપણી આવનારી પેઢીઓના ભવિષ્ય પર હુમલો છે

ડ્રગના દૂષણનો સામનો કરવા માટે, આપણે "સંપૂર્ણ-પ્રદેશ" (Whole-of-Region) અભિગમ અપનાવવો જ જોઈએ

એક સભ્ય દેશની સુરક્ષા સમગ્ર પ્રદેશની સુરક્ષાને મજબૂત કરે છે, આ સિદ્ધાંતથી માર્ગદર્શિત થઈને, ભારત શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સમૃદ્ધ બંગાળની ખાડી પ્રદેશ માટે કટિબદ્ધ રહે છે

પોસ્ટેડ ઓન: 13 OCT 2026 6:44PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં, ભારતે આજે નવી દિલ્હીમાં બિમસ્ટેક ગૃહ મંત્રીઓની પ્રથમ બેઠકની યજમાની કરી હતી. આ બેઠકે બંગાળની ખાડી પ્રદેશમાં પ્રાદેશિક સુરક્ષા, ટ્રસ્ટ અને સહયોગને મજબૂત કરવા માટે બિમસ્ટેક સભ્ય દેશોની સહિયારી કટિબદ્ધતાને પુનઃપુષ્ટ કરી હતી.

પોતાના સંબોધનમાં, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રથમ બિમસ્ટેક ગૃહ મંત્રીઓની બેઠકની યજમાની કરવી એ ભારત માટે અત્યંત ગૌરવ અને વિષયાદિકારની બાબત છે. તેમણે કહ્યું કે બિમસ્ટેક પ્રાદેશિક એકીકરણ, આર્થિક સહયોગ અને સામૂહિક સુરક્ષા માટેનું એક આવશ્યક મંચ બની ગયું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારત 'વિશ્વમિત્ર' ની ભાવના સાથે આગળ વધી રહ્યું છે અને હંમેશા શાંતિ, સહ-અસ્તિત્વ અને માનવ કલ્યાણ માટે કટિબદ્ધ રહ્યું છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 4 એપ્રિલ, 2025 ના રોજ બેંગકોકમાં 6ઠ્ઠી બિમસ્ટેક શિખર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, "અમારા માટે, બિમસ્ટેક એ માત્ર એક પ્રાદેશિક સંગઠન નથી. તે આપણા સમાવેશી વિકાસ અને સુરક્ષા માટેનું એક મોડેલ છે." શ્રી શાહે જણાવ્યું હતું કે, આ વિઝનને આગળ ધપાવતાં, ગૃહ મંત્રીઓ તરીકે આજે આપણી એ જવાબદારી છે કે આપણે આપણા સહયોગને વ્યવહારુ પ્રણાલીઓમાં રૂપાંતરિત કરીએ જે આપણા નાગરિકોની સુરક્ષા અને આપણી એજન્સીઓની ક્ષમતાઓને મજબૂત કરે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ આતંકવાદ પ્રત્યે ભારતની 'ઝીરો ટોલરન્સ' ની નીતિ પર ભાર મૂક્યો હતો અને આતંકવાદ, સરહદ પારના સંગઠિત અપરાધ, ડ્રગ સ્મગલિંગ, માનવ તસ્કરી અને ઉભરતા સાયબર જોખમોનો સામનો કરવા માટે સુધારેલા સહયોગ માટે આહવાન કર્યું હતું. તેમણે ગુનેગારો અને આતંકવાદીઓને ન્યાયના કટેડામાં લાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે સમયસર ઇન્ટેલિજન્સ શેરિંગ, નાણાકીય તપાસ, પરસ્પર કાનૂની સહાય અને પ્રત્યાર્પણના મહત્વ પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે આપણો સહિયારો સંકલ્પ એ સુનિશ્ચિત કરવાનો હોવો જોઈએ કે આતંકવાદી નેટવર્ક્સને આ ક્ષેત્રના કોઈ પણ ભાગમાંથી સલામત આશ્રયસ્થાનો શોધવા, સભ્યોની ભરતી કરવા, તાલીમ પૂરી પાડવા, ભંડોળ એકઠું કરવા અથવા પાડોશી દેશો સામે પ્રવૃત્તિઓ ચલાવવાની મંજૂરી આપવામાં આવે નહીં. શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કાયદાઓ અને લાગુ પડતી સંધિઓ અનુસાર, પરસ્પર કાનૂની સહાય અને પ્રત્યાર્પણમાં સહયોગ ગુનેગારોને ન્યાયના કટેડામાં લાવવાના આપણા પ્રયાસોને મજબૂત બનાવી શકે છે.

ગૃહ મંત્રીએ સહયોગના પાંચ મુખ્ય ક્ષેત્રોના મહત્વ પર પ્રકાશ પાડ્યો: ડ્રગ નિયંત્રણ, આતંકવાદ વિરોધી અને કાનૂની સહયોગ, ભાગોડુ ગુનેગારોનું પ્રત્યાર્પણ, સાયબર-સુરક્ષા અને સાયબર ક્રાઈમ તપાસ, અને સંસ્થાકીય સહયોગ તથા ક્ષમતા નિર્માણ. તેમણે ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો અને ટેરર ફંડિંગનો સામનો કરવા માટે સંકલિત પ્રાદેશિક અભિગમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કાયદો અમલીકરણ એજન્સીઓ, ઇન્ટેલિજન્સ એજન્સીઓ અને સરહદ વ્યવસ્થાપન એજન્સીઓ વચ્ચે સહયોગ મજબૂત કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ભારત માને છે કે ડ્રગ સ્મગલિંગ એ મૂળભૂત રીતે 'મૃત્યુનું સ્મગલિંગ' (death trafficking) છે. આ ભાવના સાથે, તેમણે પુનરોચ્ચાર કર્યો કે માદક દ્રવ્યોના સ્મગલિંગમાં 'ગોલ્ડન' જેવું કશું જ નથી. તેમણે કહ્યું, આ માત્ર ડ્રગનો વેપાર નથી, પરંતુ આપણા યુવાનો, સમાજ, સંસ્કૃતિ અને આવનારી પેઢીઓના ભવિષ્યના જીવન પરનો હુમલો છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, આનો ઉકેલ માત્ર કોઈ એક દેશના પ્રયાસોથી શક્ય નથી. આપણે 'સંપૂર્ણ પ્રદેશ' (Whole of Region) અભિગમ અપનાવવો જ જોઈએ. શ્રી શાહે જણાવ્યું હતું કે, નશીલા દ્રવ્યોમાંથી મળતી ગેરકાયદેસર આવક સંગઠિત અપરાધને નાણાકીય શક્તિ પૂરી પાડે છે અને તેનો ઉપયોગ ટેરર ફંડિંગ માટે પણ થઈ શકે છે. તેમણે કહ્યું કે પ્રીકર્સર્સ રસાયણોનું ડાયવર્ઝન અને ડાર્ક વેબ દ્વારા કરવામાં આવતા વ્યવહારો આ પડકારને વધુ જટિલ બનાવે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે બિમસ્ટેક પ્રદેશમાં આપત્તિ વ્યવસ્થાપનમાં સહયોગ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંની એક છે. તેમણે યાદ કર્યું કે, 6ઠ્ઠી બિમસ્ટેક શિખર પરિષદ દરમિયાન, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં "બિમસ્ટેક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર" ની સ્થાપના કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. શ્રી શાહે આનંદ વ્યક્ત કરતા નોંધ્યું હતું કે આ સેન્ટર જામનગર, ગુજરાત ખાતે સ્થાપવાનું આયોજન છે. આ પહેલ સમગ્ર પ્રદેશમાં આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં 'પ્રથમ પ્રતિભાવકર્તા' (first responder) તરીકે ભારતની અનુકરણીય ભૂમિકાને રેખાંકિત કરે છે. તેમણે સભ્ય દેશોને પ્રસ્તાવિત કેન્દ્રને કાર્યાત્મક બનાવવામાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી હતી.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, એક સભ્ય રાજ્યની સુરક્ષા સમગ્ર પ્રદેશની સુરક્ષાને મજબૂત કરે છે. તેમણે કહ્યું કે, શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સમૃદ્ધ બંગાળની ખાડી પ્રદેશ માટે અને આ બેઠકમાંથી કોંક્રિટ પરિણામો મેળવવા માટે ભારત તમામ સભ્ય રાજ્યો સાથે ટ્રસ્ટ, આદર અને સહયોગ વધારવા માટે કટિબદ્ધ છે.

ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રીએ બિમસ્ટેક ગૃહ મંત્રીઓની બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે કેન્દ્રીય ગૃહ સચિવે વરિષ્ઠ અધિકારીઓની બેઠકનું નેતૃત્વ કર્યું હતું. તમામ બિમસ્ટેક સભ્ય રાજ્યો—બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડના પ્રતિનિધિમંડળોએ આ બેઠકમાં ભાગ લીધો હતો.

વરિષ્ઠ અધિકારીઓની બેઠક બાદ યોજાયેલી બિમસ્ટેક ગૃહ મંત્રીઓની પ્રથમ બેઠકે સુરક્ષા ક્ષેત્રે બિમસ્ટેક દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોની સમીક્ષા કરવાની અને ઉભરતા સુરક્ષા જોખમોને પહોંચી વળવામાં પ્રાદેશિક સહયોગને વધુ મજબૂત કરવા માટે ભવિષ્યની યોજના ઘડી કાઢવાની મૂલ્યવાન તક પૂરી પાડી હતી.

બિમસ્ટેક સભ્ય દેશોના ગૃહ મંત્રીઓએ નીચે મુજબની મંજૂરી આપી હતી:

  1. માનવ તસ્કરી સામે બિમસ્ટેક કન્વેન્શન, જેનો ઉદ્દેશ્ય માનવ તસ્કરી નિવારણ, અપરાધનું ગુનાહિતકરણ, અને માનવ તસ્કરીના પીડિતોના સંરક્ષણ અને પુનર્વસનમાં સભ્ય દેશો વચ્ચે સહયોગ વધારવાનો છે.
  2. ડ્રગ નિયંત્રણ પર બિમસ્ટેક પ્લાન ઓફ એક્શન, જેનો ઉદ્દેશ્ય નશીલા દ્રવ્યો, સાયકોટ્રોપિક પદાર્થો અને પ્રીકર્સર્સ રસાયણોના ગેરકાયદેસર સ્મગલિંગનો સામનો કરવાનો છે.
  3. મની લોન્ડરિંગ અને ટેરર ફંડિંગનો સામનો કરવા માટે બિમસ્ટેક દેશો વચ્ચે ક્ષમતા નિર્માણ અંગે સમજૂતી કરાર (MoU), જે નિષ્ણાતોની તાલીમ, શ્રેષ્ઠ પદ્ધતિઓની આપ-લે અને નાણાકીય અપરાધો, નાણાકીય ઇન્ટેલિજન્સ, તપાસ, સંપત્તિ પુનઃપ્રાપ્તિ, મની લોન્ડરિંગ વિરોધી પગલાં, આતંકવાદના નાણાપોષણનો સામનો કરવો અને પ્રસાર નાણાપોષણનો સામનો કરવાના ક્ષેત્રોમાં વ્યાપક સહયોગ પૂરો પાડે છે.
  4. ગેરકાયદેસર નાણાકીય પ્રવાહો અને તેમના નિવારણ પર બિમસ્ટેક પ્લાન ઓફ એક્શન, જેનો ઉદ્દેશ્ય બિમસ્ટેક સભ્ય દેશો વચ્ચે ગેરકાયદેસર નાણાકીય પ્રવાહોના સ્ત્રોતો, જોખમો અને માર્ગોની ઓળખ કરવાનો છે.
  5. બંગાળની ખાડી પ્રદેશમાં કુદરતી આપત્તિઓને પહોંચી વળવા માટે સજ્જતા અને સંકલન વધારવા માટેનો પ્લાન ઓફ એક્શન, જે પ્રાદેશિક જોખમ આયોજન, સંયુક્ત કવાયતો, પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, આપત્તિ મેપિંગ, તાલીમ કેન્દ્રો, માહિતીની આપ-લે, સંશોધન, તકનીકી ઈનોવેશન અને સુનામી જોખમ ઘટાડામાં સભ્ય દેશો દ્વારા સંકલિત પ્રયાસોનો પ્રસ્તાવ મૂકે છે.

બિમસ્ટેક ગૃહ મંત્રીઓની પ્રથમ બેઠકે દિલ્હી ડીકલેરેશન (Delhi Declaration) ને પણ અપનાવ્યું હતું, જે બિમસ્ટેક હેઠળ સુરક્ષા સહયોગને માર્ગદર્શન આપતા વિવિધ સિદ્ધાંતોની રૂપરેખા આપે છે. પ્રથમ બિમસ્ટેક ગૃહ મંત્રીઓની બેઠકમાં અપનાવવામાં આવેલા દિલ્હી ડીકલેરેશનમાં, સભ્ય દેશોએ પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે સહયોગ મજબૂત કરવાની તેમની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ ડીકલેરેશનમાં સરહદ પારના આતંકવાદ, ટેરર ફંડિંગ, કટ્ટરપંથ, ડ્રગ સ્મગલિંગ, માનવ તસ્કરી, સાયબર ક્રાઈમ અને સંગઠિત અપરાધનો સામનો કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેણે માહિતીની આપ-લે, પરસ્પર કાનૂની સહાય, પ્રત્યાર્પણ, ક્ષમતા નિર્માણ અને હાલના કરારો તથા કાર્ય યોજનાઓના અસરકારક અમલીકરણને પ્રાથમિકતા આપી હતી. તેણે ઓનલાઈન સ્કેમમાં સામેલ માનવ તસ્કરીના પીડિતોના સંરક્ષણ પર પણ ભાર મૂક્યો હતો. ડીકલેરેશને પ્રાદેશિક સુરક્ષા સહયોગને મજબૂત કરવામાં ભારતના નેતૃત્વની પ્રશંસા કરી હતી.

ભારતે પોલીસ તાલીમ, આતંકવાદ વિરોધી કામગીરી અને ફોરેન્સિક તપાસમાં પોતાની કુશળતા શેર કરવાની તેની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ બેઠકમાં જામનગર, ગુજરાત ખાતે પ્રસ્તાવિત બિમસ્ટેક સેન્ટર ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિત આપત્તિ વ્યવસ્થાપનમાં સહયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠક બિમસ્ટેક પ્રદેશને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું હતું.

દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયાના ઉપ-પ્રદેશો વચ્ચે ધ બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન (BIMSTEC) એક મહત્વપૂર્ણ સંસ્થાકીય કડી તરીકે સેવા આપે છે, જે બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ વચ્ચે બહુપરિમાણીય સહયોગ, સામૂહિક સુરક્ષા અને આર્થિક ભાગીદારીને પ્રોત્સાહન આપે છે.

2018 માં યોજાયેલી ચોથી બિમસ્ટેક શિખર પરિષદ દરમિયાન, સહયોગ અને સંકલનને મજબૂત કરવા માટે બિમસ્ટેક ગૃહ મંત્રીઓના સ્તરે બેઠકો યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પ્રાદેશિક સુરક્ષા સહયોગને વધુ મજબૂત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છઠ્ઠી બિમસ્ટેક શિખર પરિષદ દરમિયાન આ પહેલને ભારતનું પૂર્ણ સમર્થન આપ્યું હતું અને બિમસ્ટેક ગૃહ મંત્રીઓની પ્રથમ બેઠકની યજમાની કરવા માટે ભારતની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2322961) મુલાકાતી સંખ્યા : 17