માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

માહિતી અને પ્રસારણ મંત્રાલયે 'સ્વચ્છતા હી સેવા 2026' અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું


દેશભરમાં 4,710 પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવી, 74,000 થી વધુ લોકોની સહભાગિતા સાથે લક્ષ્યાંકના 160% સફળતા પ્રાપ્ત કરી

પોસ્ટેડ ઓન: 08 OCT 2026 7:15PM by PIB Ahmedabad

માહિતી અને પ્રસારણ મંત્રાલયે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાયેલ 'સ્વચ્છતા હી સેવા' (SHS) 2026 અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જેનું સમાપન સ્વચ્છ ભારત દિવસ પર થયું હતું. "સ્વચ્છતામાં સૌની ભાગીદારી; સ્વચ્છ ભારત, વિકસિત ભારત" વિષય (થીમ) હેઠળ હાથ ધરવામાં આવેલા આ અભિયાને સ્વચ્છ અને વિકસિત ભારતના વિઝન અને સંકલ્પને આગળ ધપાવવામાં દરેક વ્યક્તિની સામૂહિક ભૂમિકા અને જવાબદારી પર ભાર મૂક્યો હતો. તેનો ઉદ્દેશ્ય સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2026 વિશે જાગૃતિ લાવવા, સ્વચ્છતામાં યુવાનોની ભાગીદારી મજબૂત કરવા અને સામૂહિક માલિકી તેમજ જન ભાગીદારી કેળવવાનો પણ હતો.

મંત્રાલયે, તેના તમામ મીડિયા એકમો અને તેમના ક્ષેત્રીય કાર્યાલયો સાથે મળીને, 2,943 ના લક્ષ્યાંકની સામે અભિયાનના વિવિધ સ્તંભો હેઠળ દેશભરમાં 4,710 કાર્યક્રમો યોજ્યા હતા, જેથી આખરી મંજૂર થયેલા લક્ષ્યાંકના 160 ટકા સફળતા પ્રાપ્ત થઈ છે. આ પ્રવૃત્તિઓમાં કુલ 74,483 લોકોએ ભાગ લીધો હતો.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, રેલવે અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે 1 ઓક્ટોબરે ત્રણેય મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. અધિકારીઓને સંબોધતા શ્રી વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર એક અભિયાનથી આગળ વધીને એક કાયમી આદત બનવી જોઈએ, જે દૈનિક જીવન અને કામમાં કુદરતી રીતે વણાઈ જાય. તેમણે અનુરોધ કર્યો હતો કે સ્વચ્છતાનો સંદેશ દરેક ઓફિસ અને જમીન પરના દરેક એકમ સુધી, નાનામાં નાના ક્ષેત્રીય સ્થાપન સુધી પહોંચવો જોઈએ.

માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન (IIMC), દિલ્હી ખાતે "એક દિન, એક કલાક, એક સાથે" અને અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને સૌને સ્વચ્છતાને જન આંદોલન બનાવવા આહ્વાન કર્યું હતું.

અભિયાન દરમિયાન, માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવે મીડિયા વડાઓ અને મીડિયા એકમોના નોડલ અધિકારીઓ સાથે પ્રગતિની સમીક્ષા કરી હતી અને તેમને સહભાગિતાને ઉત્તમ બનાવવા અને અભિયાન માટે નક્કી કરેલા લક્ષ્યાંકોની સિદ્ધિ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.

આ પ્રવૃત્તિઓમાં સ્વચ્છતા અને જાહેર ભાગીદારીના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા. સ્વચ્છતા ટાર્ગેટ યુનિટ્સ (CTUs) અને સ્વચ્છ જાહેર સ્થળોના પરિવર્તન હેઠળ, મુશ્કેલ અને ગંદા સ્થળો તેમજ વધુ અવરજવર ધરાવતા જાહેર સ્થળોની ઓળખ કરવામાં આવી હતી, મેપિંગ કરવામાં આવ્યું હતું અને સમયબદ્ધ રીતે સફાઈ કરવામાં આવી હતી. કુલ 2,864 CTUs માં પરિવર્તન લાવવામાં આવ્યું હતું અને જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી હતી.

સ્વચ્છ પાઠશાળા: સ્વચ્છતા માટે યુવા હેઠળ, વિદ્યાર્થીઓ અને યુવાનોને 'સ્વચ્છતા જ્ઞાન યાત્રા', સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સુવિધાઓની એક્સપોઝર મુલાકાતો અને 'સ્વચ્છતા એવમ જલ સંચય સંવાદ' જેવી પ્રવૃત્તિઓ દ્વારા સ્વચ્છતા, વર્ષાજળ સંચય અને જળ વ્યવસ્થાપન પર ચર્ચાઓ અને સંવાદો સહિત સ્વચ્છતા પ્રત્યે જોડવામાં આવ્યા હતા અને સંવેદનશીલ બનાવવામાં આવ્યા હતા. આ સ્તંભ હેઠળ કુલ 219 કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

સફાઈ મિત્ર સુરક્ષા એવમ સન્માન શિબિર હેઠળ, સફાઈ મિત્રો/સ્વચ્છાગ્રહીઓ/સેનિટેશન વર્કર્સ માટે સિંગલ-વિન્ડો કેમ્પ યોજવામાં આવ્યા હતા, જેમાં વિવિધ કેન્દ્ર અને રાજ્યની કલ્યાણકારી યોજનાઓ હેઠળ પાત્ર લાભાર્થીઓ સાથે જોડાણ, નિવારક આરોગ્ય તપાસ અને PPE કિટ્સ/સુરક્ષા સાધનોનું વિતરણ સામેલ હતું. સ્વચ્છતામાં તેમના યોગદાનની કદર કરવા માટે સ્થાનિક સ્તરે સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ સ્તંભ હેઠળ 139 કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

સ્વચ્છતા માટે જન ભાગીદારી સ્તંભે ડોર-ટુ-ડોર જાગૃતિ ઝુંબેશ અને નાગરિક જોડાણની પહેલો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2026 અંગેની જાગૃતિ, ફોર-વે સોર્સ સેગ્રિગેશન અને કમ્પોસ્ટિંગને પ્રોત્સાહન, અને 'એક પેડ મા કે નામ' હેઠળ સ્પોર્ટ્સ ફોર સ્વચ્છતા, સ્વચ્છ પર્વ, હરિત પર્વ, વૃક્ષારોપણ ઝુંબેશ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ સ્તંભ હેઠળ કુલ 1,418 કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

સ્વચ્છતા સે સમૃદ્ધિ હેઠળ, પ્રવૃત્તિઓએ "કબાડ સે જુગાડ - વેસ્ટ ટુ વેલ્થ" અને "કબાડ સે કલા - વેસ્ટ ટુ આર્ટ" જેવી પહેલો તેમજ જૂના પુસ્તકો, રમકડાં અને કપડાં દાન કરવાની ઝુંબેશ વગેરે દ્વારા સરર્ક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન આપવા અને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ સ્તંભ હેઠળ 70 કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

pasted-movie.png

મંત્રાલયે 27 સપ્ટેમ્બર 2026 ના રોજ વિશ્વ પ્રવાસન દિવસે અને 1 ઓક્ટોબર 2026 ના રોજ "એક દિન, એક કલાક, એક સાથે" પર 1 કલાકની સ્વેચ્છિક સ્વચ્છતા સેવા આપવા માટે વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું, ઉપરાંત 2 ઓક્ટોબર 2026 ના રોજ સ્વચ્છ ભારત દિવસ પર વિશેષ સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરી હતી, જેમાં અધિકારીઓ અને સ્ટાફે બહાર નીકળીને સ્વચ્છતા ઝુંબેશમાં ભાગ લીધો હતો.

મંત્રાલયે, તેના મીડિયા એકમો અને ક્ષેત્રીય કાર્યાલયો દ્વારા, દેશભરના અધિકારીઓ, સ્ટાફ, યુવાનો, સફાઈ મિત્રો અને નાગરિકોની સક્રિય ભાગીદારી સાથે સ્વચ્છતાને સામૂહિક જવાબદારી અને સતત જન આંદોલન તરીકે પ્રોત્સાહિત કરવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2321023) મુલાકાતી સંખ્યા : 10
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Odia , Telugu , Malayalam