આયુષ
azadi ka amrit mahotsav

સ્વચ્છતા હી સેવા 2026 AIIA ખાતે સમાપ્ત; વિશેષ ઝુંબેશ 6.0 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે

પોસ્ટેડ ઓન: 04 OCT 2026 10:08AM by PIB Ahmedabad

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (AIIA), નવી દિલ્હી ખાતે 2 ઓક્ટોબર, 2026ના રોજ સ્વચ્છતા હી સેવા (SHS) કેમ્પેઇન 2026ની પૂર્ણાહુતિ થઈ હતી. સ્વસ્થવૃત્ત અને યોગ વિભાગ, AIIA દ્વારા આયોજિત આ કેમ્પેઇન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર, 2026 દરમિયાન “સ્વચ્છતા મેં સહભાગ, સ્વચ્છ ભારત, વિકસિત ભારત” થીમ હેઠળ ચલાવવામાં આવ્યું હતું. કેમ્પેઇનમાં સંસ્થા અને તેની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા, જવાબદાર કચરા વ્યવસ્થાપન, પર્યાવરણીય જાગરૂકતા અને સામુદાયિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

સમાપન પ્રસંગે, પ્રો. (ડૉ.) પી. કે. પ્રજાપતિ, ડિરેક્ટર, AIIA; પ્રો. (ડૉ.) મંજુષા રાજગોપાલ, ડીન, ડીયુ; પ્રો. (ડૉ.) રાજગોપાલ, ડીન રિસર્ચ; ડૉ. રાજા રામ મહતો, એએમએસ, તેમજ સંસ્થાના ફેકલ્ટી સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

સમાપન કાર્યક્રમના ભાગરૂપે, AIIA ખાતે સમગ્ર કેમ્પસમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા, પ્રો. (ડૉ.) પી. કે. પ્રજાપતિ, ડિરેક્ટર, AIIA એ ભારપૂર્વક જણાવ્યું હતું કે સ્વચ્છતા અને સ્વચ્છતા જાળવવી એ એક સહિયારી જવાબદારી છે અને દરેકને સ્વચ્છતાને તેમના દૈનિક જીવનનો એક અવિભાજ્ય ભાગ બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

AIIAના સહભાગી સભ્યોને સ્વચ્છતા પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. ફેકલ્ટી સભ્યો, સ્કોલર્સ અને સ્ટાફે સ્વચ્છતા અને આરોગ્યપ્રદતા જાળવવા, જવાબદાર કચરા વ્યવસ્થાપનનો અમલ કરવા અને સ્વચ્છ, સ્વસ્થ તેમજ નભાવક્ષમ (સસ્ટેનેબલ) પર્યાવરણ જાળવવામાં યોગદાન આપવાની પ્રતિજ્ઞા લીધી હતી.
સંસ્થામાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદતા જાળવવા માટે તેમના સમર્પિત અને સતત યોગદાનની ભેટરૂપે સફાઈ મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું.

વિભાગ દ્વારા NTPC વિસ્તારમાં “એક પેડ મા કે નામ” પહલ હેઠળ વૃક્ષારોપણ અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે પર્યાવરણીય સ્થિરતા અને સામુદાયિક ભાગીદારીને પ્રોત્સાહન આપે છે. વૃક્ષારોપણ અભિયાનમાં પ્રો. (ડૉ.) મંજુષા રાજગોપાલ; પ્રો. (ડૉ.) મહેશ વ્યાસ, ડીન; પ્રો. (ડૉ.) રાજગોપાલ, ડીન રિસર્ચ; અને ડૉ. રાજા રામ મહતો, એએમએસ, તેમજ AIIA ના વરિષ્ઠ ફેકલ્ટી સભ્યો અને સ્કોલર્સ ઉપસ્થિત રહ્યા હતા. ફેકલ્ટી સભ્યો, સ્કોલર્સ અને સ્ટાફની ભાગીદારી સ્વચ્છતા અને પર્યાવરણીય સ્થિરતાના આદર્શો પ્રત્યે સંસ્થાની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ પખવાડિયા લાંબા કેમ્પેઇનમાં ફેકલ્ટી સભ્યો, પીએચ.ડી. સ્કોલર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલર્સ, સ્ટાફ, દર્દીઓ અને તેમના સંબંધીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો. કેમ્પેઇન દરમિયાન, હોસ્પિટલના પ્રતીક્ષા વિસ્તારોમાં દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે ચાર-માર્ગી કચરાનું વર્ગીકરણ (સેગ્રિગેશન), હોમ કમ્પોસ્ટિંગ, રીડ્યુસ-રીયુઝ-રીસાયકલ (3Rs) અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે જાગરૂકતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રમદાન પ્રવૃત્તિઓના ભાગરૂપે, સંસ્થાના કાર્યાલય પરિસરો અને ઇન્ડોર વિસ્તારોની સફાઈ કરવામાં આવી હતી, જે સ્વેચ્છાએ સેવા અને સામૂહિક જવાબદારીની ભાવનાને મજબૂત કરે છે. જાહેર જગ્યાઓમાં સ્વચ્છ અને સ્વસ્થ આસપાસના વાતાવરણને પ્રોત્સાહન આપવા અને જવાબદાર કચરા વ્યવસ્થાપનને પ્રોત્સાહિત કરવા માટે કેમ્પસ અને તેની આસપાસના વિવિધ ચીંધેલા વિસ્તારોમાં પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

સંસ્થા સ્વચ્છતા અને અસરોકારક કચરા વ્યવસ્થાપન તરફના તેના પ્રયાસો સ્પેશિયલ કેમ્પેઇન 6.0 દ્વારા ચાલુ રાખશે, જે હાલ પ્રગતિ હેઠળ છે અને 31 ઓક્ટોબર, 2026 સુધી “ઈ-કચરાનું અસરકારક એકત્રીકરણ, વર્ગીકરણ અને નિકાલ” થીમ સાથે ચાલુ રહેશે.

 

SM/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2318860) મુલાકાતી સંખ્યા : 8
આ રીલીઝ વાંચો: English , Urdu