માનવ સંસાધન વિકાસ મંત્રાલય
azadi ka amrit mahotsav

શિક્ષણ મંત્રાલયે શાસ્ત્રીય ભાષાઓમાં અધ્યયન માટે પાંચ સેન્ટર્સ ઓફ એક્સેલન્સને મંજૂરી આપી


આ કેન્દ્રો ભારતના ભાષાકીય અને સાહિત્યિક વારસાના સંશોધન, સંરક્ષણ, ડિજિટાઇઝેશન અને વ્યાપક પ્રસારને આગળ વધારશે

પોસ્ટેડ ઓન: 03 OCT 2026 5:40PM by PIB Ahmedabad

ઉચ્ચ શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રાલય, ભારત સરકારે શાસ્ત્રીય અસમિયા, શાસ્ત્રીય બંગાળી, શાસ્ત્રીય મરાઠી, શાસ્ત્રીય પાલી અને શાસ્ત્રીય પ્રાકૃતના અધ્યયન માટે પાંચ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ (CoEs) ની સ્થાપનાને મંજૂરી આપી છે.

આ પહેલ અદ્યતન શૈક્ષણિક સંશોધન, ભાષાકીય અને સાહિત્યિક વારસાના સંરક્ષણ અને ડિજિટાઇઝેશન, અને આ શાસ્ત્રીય ભાષાઓ સંબંધિત જ્ઞાનના વ્યાપક પ્રસાર માટે સમર્પિત સંસ્થાકીય ટેકો પૂરો પાડશે.

સેન્ટર્સ ઓફ એક્સેલન્સ નીચે દર્શાવેલ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ખાતે સ્થાપિત કરવામાં આવશે:

ક્રમ

શાસ્ત્રીય ભાષા

સેન્ટર ઓફ એક્સેલન્સ

1.

શાસ્ત્રીય અસમિયા

તેજપુર યુનિવર્સિટી, અસમ

2.

શાસ્ત્રીય બંગાળી

વિશ્વભારતી યુનિવર્સિટી, પશ્ચિમ બંગાળ

3.

શાસ્ત્રીય મરાઠી

ડેક્કન કોલેજ પોસ્ટ-ગ્રેજ્યુએટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી), પુણે, મહારાષ્ટ્ર

4.

શાસ્ત્રીય પાલી

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ઓડિશા, ઓડિશા

5.

શાસ્ત્રીય પ્રાકૃત

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગુજરાત

આ પાંચ કેન્દ્રોની સ્થાપના ભારતીય શાસ્ત્રીય ભાષાઓના અધ્યયન, સંશોધન અને સંરક્ષણ માટે સંસ્થાકીય ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.

ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ક્ષેત્રો

સેન્ટર્સ ઓફ એક્સેલન્સ ચાર વ્યાપક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે:

શૈક્ષણિક સંશોધન અને વિદ્વત્તાને મજબૂત બનાવવી:

આ કેન્દ્રો સંબંધિત શાસ્ત્રીય ભાષાઓમાં અદ્યતન સંશોધન, વિદ્વતાપૂર્ણ કાર્ય અને શૈક્ષણિક જોડાણ માટે સમર્પિત સંસ્થાકીય મંચ પૂરા પાડશે.

સંરક્ષણ અને ડિજિટાઇઝેશન: આ કેન્દ્રો ભાષાકીય અને સાહિત્યિક સંસાધનોના દસ્તાવેજીકરણ, સંરક્ષણ અને ડિજિટાઇઝેશનને ટેકો આપશે, જે ભારતના સમૃદ્ધ ગ્રંથસ્થ (ટેક્સ્ચ્યુઅલ) વારસાના લાંબા ગાળાના સંરક્ષણમાં યોગદાન આપશે.

શાસ્ત્રીય ભાષાના વારસાનો વ્યાપક પ્રસાર: આ કેન્દ્રો સંબંધિત શાસ્ત્રીય ભાષાઓ સાથે જોડાયેલી ભાષાકીય, સાહિત્યિક અને જ્ઞાન પરંપરાઓ સુધી વ્યાપક પહોંચ અને પ્રસારને સુગમ બનાવશે.

પ્રાદેશિક શૈક્ષણિક ઇકોસિસ્ટમને મજબૂત બનાવવી:

પાંચ રાજ્યો—અસમ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ઓડિશા અને ગુજરાતમાં આવેલા આ કેન્દ્રો શાસ્ત્રીય ભાષાઓમાં ઉચ્ચ શિક્ષણ, સંશોધન અને વિદ્વત્તા માટેની પ્રાદેશિક ઇકોસિસ્ટમને મજબૂત બનાવશે.

આ પહેલ ભારતના સમૃદ્ધ ભાષાકીય અને સાહિત્યિક વારસાને જાળવવા અને પ્રોત્સાહિત કરવાના સરકારના પ્રયાસોને બળ આપે છે અને સાથે સાથે સંશોધન તથા વિદ્વત્તાના કેન્દ્રો તરીકે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને મજબૂત બનાવે છે.

SM/JD


(રીલીઝ આઈડી: 2318695) મુલાકાતી સંખ્યા : 10