પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં મહિલા સ્કિફ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ હર્ષિતા તોમર અને શીતલ વર્માને અભિનંદન આપ્યા

પોસ્ટેડ ઓન: 02 OCT 2026 1:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં મહિલા સ્કિફ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ હર્ષિતા તોમર અને શીતલ વર્માને અભિનંદન પાઠવ્યા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે દૃઢ નિશ્ચય અને સાતત્યપૂર્ણ પ્રદર્શન દ્વારા તેઓએ ભારતને પોડિયમ સુધી પહોંચાડ્યું છે અને તેમના અગાઉના પ્રદર્શનમાં સુધારો કર્યો છે.

શ્રી મોદીએ હર્ષિતા તોમર અને શીતલ વર્માને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ પાઠવી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

"એશિયન ગેમ્સમાં મહિલા સ્કિફ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ હર્ષિતા તોમર અને શીતલ વર્માને અભિનંદન! દૃઢ નિશ્ચય અને સાતત્યપૂર્ણ પ્રદર્શન દ્વારા, તેઓએ ભારતને પોડિયમ સુધી પહોંચાડ્યું છે અને તેમના અગાઉના પ્રદર્શનમાં સુધારો કર્યો છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ: PM @narendramodi"

 

SM/DK/GPJT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2318149) મુલાકાતી સંખ્યા : 7