પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં પુરુષોની 4×400 મીટર રિલેમાં કાંસ્યચંદ્રક જીતવા બદલ ધર્મવીર ચૌધરી, મનુ ટીએસ, જય કુમાર અને વિશાલ ટીકેને અભિનંદન પાઠવ્યા


પોસ્ટેડ ઓન: 29 SEP 2026 9:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં પુરુષોની 4×400 મીટર રિલે સ્પર્ધામાં કાંસ્યચંદ્રક (બ્રોન્ઝ મેડલ) જીતવા બદલ ધર્મવીર ચૌધરી, મનુ ટીએસ, જય કુમાર અને વિશાલ ટીકેને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ટીમે ઉત્કૃષ્ટ સમય સાથે આ ચંદ્રક સુરક્ષિત કર્યો છે.

શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે તેમની સફળતા આવનારા સમયમાં એથ્લેટિક્સની લોકપ્રિયતામાં પ્રદાન આપશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે એક્સ (X) પર પોસ્ટ કર્યું;

“ખરેખર નોંધપાત્ર!

ઉત્કૃષ્ટ સમય સાથે પુરુષોની 4×400 મીટર રિલેમાં કાંસ્યચંદ્રક જીતવા બદલ ધર્મવીર ચૌધરી, મનુ ટીએસ, જય કુમાર અને વિશાલ ટીકેને અભિનંદન. તેમની આ સફળતા આવનારા સમયમાં એથ્લેટિક્સની લોકપ્રિયતા વધારવામાં મદદરૂપ બને: PM @narendramodi”

SM/DK/JD

(રીલીઝ આઈડી: 2316758) મુલાકાતી સંખ્યા : 11
આ રીલીઝ વાંચો: English , Marathi , Tamil , Kannada