પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સમાં મહિલાઓની 78 કિગ્રા કુરાશ સ્પર્ધામાં કાંસ્ય પદક મેળવવા બદલ પિંકી બલહારાને અભિનંદન પાઠવ્યા


પોસ્ટેડ ઓન: 28 SEP 2026 7:36PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં મહિલાઓની 78 કિગ્રા કુરાશ સ્પર્ધામાં કાંસ્ય પદક (બ્રોન્ઝ મેડલ) મેળવવા બદલ પિંકી બલહારાને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમણે સમગ્ર સ્પર્ધા દરમિયાન જબરદસ્ત હિંમત અને દ્રઢ સંકલ્પ દર્શાવ્યો હતો. શ્રી મોદીએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ આગામી સમયમાં નવી ઊંચાઈઓ સર કરતા રહે અને વધુ ગૌરવ અપાવતા રહે.

એક્સ (X) પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

"એશિયન ગેમ્સની મહિલાઓની 78 કિગ્રા કુરાશ સ્પર્ધામાં કાંસ્ય પદક મેળવવા બદલ પિંકી બલહારાને અભિનંદન. તેમણે સમગ્ર સ્પર્ધા દરમિયાન જબરદસ્ત હિંમત અને દ્રઢ સંકલ્પ દર્શાવ્યો. તેઓ આગામી સમયમાં નવી ઊંચાઈઓ સર કરતા રહે અને વધુ ગૌરવ અપાવતા રહે: PM @narendramodi"

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2316188) મુલાકાતી સંખ્યા : 11