ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં ‘પ્રહાર - સીટી પોલિસી એન્ડ સ્ટ્રેટેજી’ પરની પરિષદનું ઉદ્ઘાટન કર્યું


પરિષદમાં સમગ્ર સામાજિક અભિગમ દ્વારા અટકાવ, પ્રતિભાવ, આંતરિક ક્ષમતાઓનું એકત્રીકરણ, માનવ અધિકાર, આતંકવાદ માટેની પરિસ્થિતિઓમાં ઘટાડો, આંતરરાષ્ટ્રીય પ્રયાસોનું સંકલન અને રિકવરી અને સ્થિતિસ્થાપકતા સહિત પ્રહારના સાત સ્તંભો પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારત સરકારે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે 'ઝીરો-ટોલરન્સ' નીતિ અપનાવી છે

આતંકવાદી ઘટનાઓના સતત વિશ્લેષણ દ્વારા અને આગામી 10 વર્ષ માટે એક મજબૂત અને કોંક્રિટ 'પ્રહાર' વ્યવસ્થા સ્થાપિત કરીને 'પ્રહાર' વ્યુહરચનાને મજબૂત કરવા માટે સતત પ્રયાસો જરૂરી છે

કેન્દ્રીય ગૃહ મંત્રીએ 'પ્રહાર' પહેલનું અમલીકરણ પોલીસ સ્ટેશન સ્તર સુધી સુનિશ્ચિત કરવા માટે તેના દરેક પાસાં પ્રત્યે સક્રિય અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો

'પ્રહાર' માળખાના દરેક સ્તરે સ્વચાલિત આતંકવાદ વિરોધી પ્રતિભાવને સંસ્થાકીય બનાવવાની જરૂર છે

કાર્યવાહીમાં કોઈપણ વિલંબ ટાળવા અને 'પ્રહાર' નો દરેક સ્તંભ પરિણામલક્ષી છે તે સુનિશ્ચિત કરવા માટે તમામ હિતધારકો વચ્ચે વધુ સારું સંકલન જરૂરી છે

કેન્દ્રીય ગૃહ મંત્રીએ એક નવું પ્રત્યાર્પણ પોર્ટલ લોન્ચ કર્યું, જે વિદેશમાંથી ભાગેડુઓને પાછા લાવવાના પ્રયાસોને સિંક્રનાઇઝ કરશે અને ઝડપી બનાવશે

2019 થી 2026 સુધીમાં, મોદી સરકારે 36 દેશોમાંથી 288 ભાગેડુ ગુનેગારોને ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે

એજન્સીઓ વચ્ચે સારા સંકલનના પરિણામે, શસ્ત્રો, વિસ્ફોટકો અને નાર્કોટિક્સની સરહદ પારથી તસ્કરીમાં સામેલ શહઝાદ ભટ્ટી નેટવર્કના 40 થી વધુ મોડ્યુલોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, 100 થી વધુ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી હતી અને 15 રાજ્યોમાંથી 350 થી વધુ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી

આ સાથે જ મોદી સરકારે યુએપીએ હેઠળ શહઝાદ ભટ્ટી નેટવર્કને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે
રાજ્ય પોલીસ દળોએ વિદેશમાંથી ભાગેડુઓને પાછા લાવવા માટે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને કામ કરવા માટે સમર્પિત ટીમોની સ્થાપના કરવી જોઈએ

પોસ્ટેડ ઓન: 28 SEP 2026 6:57PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ‘પ્રહાર - સીટી પોલિસી એન્ડ સ્ટ્રેટેજી’ (PRAHAAR - CT Policy and Strategy) પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. પરિષદમાં સમગ્ર સમાજ અભિગમ દ્વારા અટકાવ, પ્રતિભાવ, આંતરિક ક્ષમતાઓનું એકત્રીકરણ, માનવ અધિકાર, આતંકવાદ માટેની પરિસ્થિતિઓમાં ઘટાડો, આંતરરાષ્ટ્રીય પ્રયાસોનું સંકલન અને રિકવરી અને સ્થિતિસ્થાપકતા સહિત પ્રહારના સાત સ્તંભો પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. પરિષદમાં કેન્દ્રીય ગૃહ સચિવ, વિદેશ સચિવ, સીએપીએફ/સીપીઓના વડાઓ, 15 રાજ્યોના ડીજીપી, તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના એટીએસ વડાઓએ પ્રત્યક્ષપણે હાજરી આપી હતી જ્યારે અન્ય રાજ્યના ડીજીપી અને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી પરિષદમાં જોડાયા હતા.

પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ સામે 'ઝીરો-ટોલરન્સ' નીતિ અપનાવી છે. તેમણે આતંકવાદી ઘટનાઓના સતત વિશ્લેષણ દ્વારા અને આગામી 10 વર્ષ માટે એક મજબૂત અને કોંક્રિટ પ્રહાર વ્યવસ્થા સ્થાપિત કરીને પ્રહાર વ્યુહરચનાને મજબૂત કરવા અને તેમાં સુધારો કરવા માટે સતત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. થાણા સ્તર સુધી પ્રહારના સિદ્ધાંતોના પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, તેમણે પ્રહાર પહેલના દરેક પાસાં પ્રત્યે સક્રિય અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો. આતંકવાદી ધમકીઓને ઘટાડવા માટે હાથ ધરવામાં આવેલા વિવિધ પગલાંનો ઉલ્લેખ કરતા, તેમણે માળખાના દરેક સ્તરે સ્વચાલિત આતંકવાદ વિરોધી પ્રતિભાવને સંસ્થાકીય બનાવવાની હિમાયત કરી હતી. પ્રહારના દરેક સ્તંભ પ્રત્યે પરિણામલક્ષી અભિગમની આવશ્યકતા પર ભાર મૂકતા, તેમણે કારવાઈમાં કોઈપણ વિલંબ ટાળવા માટે હિતધારકો વચ્ચે સંકલન માટે આહ્વાન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 2019 થી 2026 સુધીમાં મોદી સરકારે 36 દેશોમાંથી 288 ભાગેડુ ગુનેગારોને ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. એજન્સીઓ વચ્ચે સારા સંકલનના પરિણામે, શસ્ત્રો, વિસ્ફોટકો અને નાર્કોટિક્સની સરહદ પારથી તસ્કરીમાં સામેલ શહઝાદ ભટ્ટી નેટવર્કના 40 થી વધુ મોડ્યુલોનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, 100 થી વધુ એફઆઈઆર નોંધવામાં આવી હતી અને 15 રાજ્યોમાંથી 350 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સાથે જ મોદી સરકારે યુએપીએ (UAPA) હેઠળ શહઝાદ ભટ્ટી નેટવર્કને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ એક નવું પ્રત્યાર્પણ પોર્ટલ પણ લોન્ચ કર્યું, જે વિદેશમાંથી ભાગેડુઓને પાછા લાવવાના પ્રયાસોને સિંક્રનાઇઝ કરશે અને ઝડપી બનાવશે. તેમણે રાજ્ય પોલીસ દળોને વિદેશમાંથી ભાગેડુઓને પાછા લાવવા માટે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને કામ કરવા માટે સમર્પિત ટીમો સ્થાપવા આહ્વાન કર્યું હતું.

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2316165) મુલાકાતી સંખ્યા : 15