પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

એશિયન ગેમ્સમાં મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ તિલોત્તમા સેન, વિદર્શા વિનોદ કોચલુમકલ અને આશી ચોક્સીને અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 26 SEP 2026 7:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ તિલોત્તમા સેન, વિદર્શા વિનોદ કોચલુમકલ અને આશી ચોક્સીને ચોકસાઈના ઉત્કૃષ્ટ પ્રદર્શનની નોંધ લેતા અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ તેમને અભિનંદન પાઠવ્યા હતાં અને ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ આવનારા સમયમાં પણ આવી ઘણી બધી સફળતાઓ પ્રાપ્ત કરતાં રહે.

X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

"તિલોત્તમા સેન, વિદર્શા વિનોદ કોચલુમકલ અને આશી ચોક્સી દ્વારા ચોકસાઈનું ઉત્કૃષ્ટ પ્રદર્શન!

એશિયન ગેમ્સમાં મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ તેમને અભિનંદન.

તેઓ આવનારા સમયમાં પણ આવી ઘણી બધી સફળતાઓ પ્રાપ્ત કરતાં રહે: PM @narendramodi"

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2315432) મુલાકાતી સંખ્યા : 9