પોસ્ટેડ ઓન:
24 SEP 2026 7:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન ગેમ્સમાં સ્કીટ મિશ્ર ટીમ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પરીનાઝ ધાલીવાલ અને અનંતજીત સિંહ નરુકાને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તેમની આ સિદ્ધિ એશિયન ગેમ્સમાં આ સ્પર્ધામાં ભારતનો પ્રથમ મેડલ છે. શ્રી મોદીએ બંનેને પોતાની શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે આ સફળતા આગામી સમયમાં અસંખ્ય સિદ્ધિઓને પ્રેરણા આપશે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
"એશિયન ગેમ્સમાં સ્કીટ મિશ્ર ટીમ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પરીનાઝ ધાલીવાલ અને અનંતજીત સિંહ નરુકાને અભિનંદન. તેમની આ સિદ્ધિ એશિયન ગેમ્સમાં આ સ્પર્ધામાં ભારતનો પ્રથમ મેડલ છે. બંનેને શ્રેષ્ઠ શુભેચ્છાઓ! આ સફળતા આગામી સમયમાં અસંખ્ય સિદ્ધિઓને પ્રેરણા આપે: PM @narendramodi"
SM/NP/JD