પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ હિઝ હાઇનેસ શેખ અહમદ બિન રશીદ અલ મકતુમના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
21 SEP 2026 7:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ હિઝ હાઇનેસ શેખ અહમદ બિન રશીદ અલ મકતુમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાજપરિવાર અને દુબઈના લોકોને પોતાની હૃદયપૂર્વકની સંવેદના પાઠવતાં, શ્રી મોદીએ જણાવ્યું હતું કે સમાજની સેવા કરવાના હિઝ હાઇનેસ શેખ અહમદ બિન રશીદ અલ મકતુમના પ્રયાસો આવનારી પેઢીઓ દ્વારા યાદ રાખવામાં આવશે.
શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:
"હિઝ હાઇનેસ શેખ અહમદ બિન રશીદ અલ મકતુમના નિધનથી ખૂબ જ દુઃખી છું. સમાજની સેવા કરવાના તેમના પ્રયાસો આવનારી પેઢીઓ દ્વારા યાદ રાખવામાં આવશે.
હું રાજપરિવાર અને દુબઈના લોકોને હૃદયપૂર્વક સંવેદના પાઠવું છું. તેમના આત્માને પરમ શાંતિ મળે.
@HHShkMohd"
SM/JD
(રીલીઝ આઈડી: 2313179)
મુલાકાતી સંખ્યા : 15