પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ અનંત નાગજીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 16 SEP 2026 6:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિગ્ગજ અભિનેતા શ્રી અનંત નાગજીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે અગાઉના કેટલાય દાયકાઓથી, શ્રી અનંત નાગજીના સહજ અભિનય, નોંધપાત્ર બહુમુખી પ્રતિભા અને કલાત્મક ઉત્કૃષ્ટતાએ ભારતીય સિનેમા, ખાસ કરીને કન્નડ સિનેમા પર એક અવિસ્મરણીય છાપ છોડી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ સન્માન સંપૂર્ણપણે યોગ્ય છે અને તે ભારતીય સિનેમામાં શ્રી અનંત નાગજીના અપાર યોગદાનને પ્રતિબિંબિત કરે છે. તેમણે આ વિશેષ અવસરે આદરણીય કલાકારને પોતાની શુભકામનાઓ પાઠવી હતી.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

દિગ્ગજ અનંત નાગજીને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત થવા બદલ અભિનંદન.

અગાઉના કેટલાય દાયકાઓથી, તેમના સહજ અભિનય, નોંધપાત્ર બહુમુખી પ્રતિભા અને ઉત્કૃષ્ટતાએ ભારતીય સિનેમા, ખાસ કરીને કન્નડ સિનેમા પર ખૂબ જ મજબૂત છાપ છોડી છે. તેમણે જે પણ ભૂમિકા ભજવી છે, તેમાં તેઓ એક દુર્લભ ઊંડાણ અને પ્રમાણિકતા લાવ્યા છે.

ખરેખર આ એક સાચા આદરણીય કલાકાર માટે સંપૂર્ણપણે યોગ્ય સન્માન છે.

 


SM/IJ/JD


(રીલીઝ આઈડી: 2311063) મુલાકાતી સંખ્યા : 20