આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
કેબિનેટે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા રાજ્યોના 17 જિલ્લાઓને આવરી લેતા પાંચ મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 540 કિમીનો વધારો થશે
પ્રોજેક્ટ્સનો કુલ અંદાજિત ખર્ચ ₹10,021 કરોડ છે અને તેને 2029-30 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે
પોસ્ટેડ ઓન:
09 SEP 2026 3:33PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે રેલવે મંત્રાલયના કુલ ₹10,021 કરોડ (અંદાજે) ના ખર્ચના પાંચ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ્સમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- અરક્કોનમ – રેણીગુન્ટા 3જી અને 4થી લાઇન – 77 કિમી
- વ્હાઇટફિલ્ડ – બંગારપેટ 3જી અને 4થી લાઇન – 47 કિમી
- હોસુર – ઓમલુર ડબલિંગ – 147 કિમી
- સેલમ – કરુર – દિંડીગુલ ડબલિંગ – 159 કિમી
- સિકંદરાબાદ (ઘાટકેસર) – કાઝીપેટ મલ્ટિટ્રેકિંગ – 110 કિમી
લાઇન ક્ષમતામાં થયેલો વધારો અવરજવરને નોંધપાત્ર રીતે સરળ બનાવશે, જેના પરિણામે ભારતીય રેલવેની કાર્યક્ષમતા અને સેવા વિશ્વસનીયતામાં સુધારો થશે. આ મલ્ટિટ્રેકિંગ પ્રોજેક્ટ્સ કામગીરીને વધુ સુવ્યવસ્થિત કરવામાં અને ટ્રાફિકની ભીડ ઘટાડવામાં મદદરૂપ થશે. આ પ્રોજેક્ટ્સ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના ‘ન્યૂ ઇન્ડિયા’ના વિઝનને અનુરૂપ છે, જે આ વિસ્તારના સર્વાંગી વિકાસ દ્વારા લોકોને “આત્મનિર્ભર” બનાવશે અને તેમની રોજગાર તથા સ્વરોજગારની તકોમાં વધારો કરશે.
સંકલિત આયોજન અને હિતધારકોની પરામર્શ દ્વારા મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન પર આ પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સ લોકો, માલસામાન અને સેવાઓની અવરજવર માટે સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડશે.
તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા રાજ્યોના 17 જિલ્લાઓને આવરી લેતા પાંચ પ્રોજેક્ટ્સ, ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 540 કિલોમીટરનો વધારો કરશે. મંજૂર થયેલા મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ અંદાજે 2,121 ગામડો સુધીની કનેક્ટિવિટી વધારશે, જે લગભગ 52 લાખની વસ્તી ધરાવે છે.
મંજૂર થયેલી ક્ષમતા વૃદ્ધિ દેશના અસંખ્યા પ્રમુખ પ્રવાસન સ્થળો માટે રેલ કનેક્ટિવિટીમાં સુધારો કરશે, જેમાં તિરુપતિ, સુબ્રમણ્યમ સ્વામી મંદિર (તિરુત્તાની), શ્રી પદ્માવતી અમ્માવારી મંદિર (તિરુચાનુર), કોટિલિંગેશ્વર દેવાલય, શ્રી સીથી બાયરાવેશ્વર સ્વામી મંદિર, બાંગારૂ તિરુપતિ, કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ, હોગેનક્કલ ધોધ, હોસુર કિલ્લો, મેટ્ટુર ડેમ, કોડાઇકનાલ હિલ્સ, સત્યમંગલમ વાઇલ્ડલાઇફ સેન્ચુરી, નામાક્કલ અંજનેયાર મંદિર, નામાક્કલ કિલ્લો, કલ્યાણ પશુપતિશ્વર મંદિર, યાદગીરીગુટ્ટા મંદિર, ભોંગીર કિલ્લો, સુરેન્દ્રપુરી, સ્વર્ણગિરી મંદિર વગેરેનો સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટ્સ કોલસો, સિમેન્ટ, આયર્ન અને સ્ટીલ, કન્ટેનર, ઓટોમોબાઇલ, અનાજ, પેટ્રોલિયમ પેદાશો, ખાતર વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટેના આવશ્યક માર્ગો છે. ક્ષમતામાં વધારો કરવાના આ કામોથી વાર્ષિક 47 MTPA (મિલિયન ટન) જેટલો વધારાનો માલવાહક ટ્રાફિક શક્ય બનશે. રેલવે પરિવહનનું પર્યાવરણને અનુકૂળ અને ઊર્જા કાર્યક્ષમ માધ્યમ હોવાને કારણે, આબોહવાના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં અને દેશના લોજિસ્ટિક્સ ખર્ચને ઘટાડવામાં, તેલની આયાત ઓછી કરવામાં (~8 કરોડ લિટર) અને CO2 ઉત્સર્જન ઘટાડવામાં (~42 કરોડ Kg) મદદ કરશે જે ~2 કરોડ વૃક્ષો વાવવા સમાન છે.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2308271)
મુલાકાતી સંખ્યા : 22
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam