નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ-ઇન્ડિયા (FIU-IND) એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની કલમ 13 હેઠળ પાલન ન કરવા બદલ 15 વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ સર્વિસ પ્રોવાઇડર્સ (VDA SPs) ને નોટિસ જારી કરી

પોસ્ટેડ ઓન: 09 SEP 2026 11:12AM by PIB Ahmedabad

બિન-અનુપાલન કરતી સંસ્થાઓ પર કાર્યવાહીના ભાગરૂપે, ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ-ઇન્ડિયા (FIU-IND)ના ડિરેક્ટરે નીચેના પંદર (15) વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ સર્વિસ પ્રોવાઇડર્સ (VDA SPs) ને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (PMLA)ની કલમ 13 હેઠળ પાલન ન કરવા બદલ નોટિસ જારી કરી છે:

સીરીયલ નંબર 

ટ્રેડ નામ 

કંપનીનું નામ

1

Weex

વીએક્સ ઇન્ટરનેશનલ એક્સચેન્જ લિમિટેડ

2

Blofin

બીએલએફ ગ્લોબલ લિમિટેડ

3

Rezorex

રેઝોરએક્સ

4

Bitunix

બીટ્યુનિક્સ એલએલસી

5

DigiFinex

ડીજીફાઇનેક્સ લિમિટેડ

6

Toobit

હોપફુલ ટેકનોલોજી કંપની લિમિટેડ

7

XT.com

FiBTC લિમિટેડ/XT ટેકનિકલ પ્રાઇવેટ લિમિટેડ

8

Latoken

LATRADE લિમિટેડ

9

WOO X

WUTECH લિમિટેડ

10

Pionex

માર્કેટા ટ્રેડિંગ ઇન્ક.

11

ChangeNow

સીએચએન ગ્રુપ એલએલસી

12

SimpleSwap

સિમ્પલસ્વેપ લિમિટેડ

13

Fixedfloat

એફએફજીએક્સ ગ્રુપ એલએલસી

14

WhiteBIT

યુએબી ક્લિયરવ્હાઇટ ટેક્નોલોજીસ

15

Guardarian

ફિનસેવન સીઝેડ

વધુમાં, ડાયરેક્ટર, FIU-IND, જેઓ માહિતી પ્રોદ્યોગિકી (ઇન્ફર્મેશન ટેકનોલોજી) અધિનિયમ, 2000ની કલમ 79(3)(b) અને માહિતી પ્રોદ્યોગિકી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા આચારસંહિતા) સુધારા નિયમો, 2025ના નિયમ 3(1)(d) હેઠળ નોડલ અધિકારી છે, તેમણે ભારતમાં PMLAની સંબંધિત જોગવાઈઓનું પાલન કર્યા વિના ગેરકાયદેસર રીતે કાર્યરત હોવાનું જણાયેલી ઉપરોક્ત એન્ટિટીઓ સંબંધિત જાહેર ઍક્સેસ માટેની એપ્લિકેશન/URLs ને હટાવી દેવા માટે (takedown) નોટિસો પણ જારી કરી છે.

વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ સર્વિસ પ્રોવાઇડર્સ (VDA SPs)ને માર્ચ 2023માં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002ની જોગવાઈઓ હેઠળ એન્ટી મની લોન્ડરિંગ/કાઉન્ટર ફાઇનાન્સિંગ ઓફ ટેરરિઝમ (AML/CFT)ના માળખાના દાયરામાં લાવવામાં આવ્યા હતા.

ભારતમાં કાર્યરત VDA SPs (પછી ભલે તે ઓફશોર હોય કે ઓનશોર) અને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ અને ફિયાટ કરન્સી વચ્ચે વિનિમય, વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સનું ટ્રાન્સફર, વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ અથવા વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ પર નિયંત્રણ સક્ષમ કરતા સાધનોની સેફકીપિંગ અથવા વહીવટ વગેરે જેવી પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોય તેમણે FIU-IND પાસે રિપોર્ટિંગ એન્ટિટી તરીકે નોંધાયેલા થવું અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 (PMLA) અને તેના હેઠળ ઘડવામાં આવેલા નિયમો હેઠળ ફરજિયાત કરવામાં આવેલી જવાબદારીઓનો સમૂહ પાળવો આવશ્યક છે. આ જવાબદારીઓ પ્રવૃત્તિ-આધારિત છે અને ભારતમાં એન્ટિટીની ભૌતિક ઉપસ્થિતિ પર નિર્ભર નથી. આ નિયમન PML એક્ટ હેઠળ VDA SPs પર રિપોર્ટિંગ, રેકોર્ડ રાખવા અને અન્ય જવાબદારીઓ નાખે છે જેમાં FIU-IND સાથેની નોંધણીનો પણ સમાવેશ થાય છે.

સામાન્ય જનતાની સુરક્ષા અને જાગરૂકતા માટે ઉલ્લેખ કરવો પ્રસ્તુત છે કે ક્રિપ્ટો પ્રોડક્ટ્સ અને NFTs નિયંત્રિત નથી અને તે ખૂબ જ જોખમી હોઈ શકે છે. આવા વ્યવહારોથી થતા કોઈપણ નુકસાન માટે કોઈ નિયમનકારી ન્યાયિક ઉપાય ઉપલબ્ધ ન હોઈ શકે.

 

SM/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2308152) મુલાકાતી સંખ્યા : 9