ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 29-31 ઓગસ્ટ દરમિયાન તમિલનાડુ, કર્ણાટક, કેરલમ અને લક્ષદ્વીપની મુલાકાત લેશે

પોસ્ટેડ ઓન: 28 AUG 2026 5:51PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 29 થી 31 ઓગસ્ટ, 2026 દરમિયાન તમિલનાડુ, કર્ણાટક, કેરલમ અને લક્ષદ્વીપની મુલાકાતે જશે.

ત્રણ દિવસની આ મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ શિક્ષણ, જાહેર સેવા, સાંસ્કૃતિક વારસો, ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ, મત્સ્યઉદ્યોગ આઉટરીચ અને મુખ્ય સાર્વજનિક ઉજવણીઓ સહિતના કાર્યક્રમોની શ્રેણીમાં ભાગ લેશે.

29 ઓગસ્ટે તમિલનાડુ અને કર્ણાટકની મુલાકાત

29 ઓગસ્ટના રોજ, ઉપરાષ્ટ્રપતિ તમિલનાડુના ઈરોડ ખાતે કોંગુ વેલ્લાલર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ટ્રસ્ટ (KVITT)ના સ્થાપક દિવસની ઉજવણીમાં હાજરી આપશે.

ત્યારબાદ દિવસના ઉત્તરાધમાં, શ્રી સી. પી. રાધાકૃષ્ણન બેંગલુરુ જશે, જ્યાં તેઓ વિધાન સભાસદ (વિધાન સૌધ) ખાતે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી શ્રી રામકૃષ્ણ હેગડેની જન્મ શતાબ્દી ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

30 ઓગસ્ટે કેરલમની મુલાકાત

30 ઓગસ્ટના રોજ, ઉપરાષ્ટ્રપતિ કેરલમની મુલાકાત લેશે, જેની શરૂઆત આલપ્પુઝાથી થશે, જ્યાં તેઓ લિયો XIII હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે 'કેરળ કૌમુદી'ની 115મી વાર્ષિકોત્સવ ઉજવણીમાં હાજરી આપશે.

ત્યારબાદ તેઓ આરણમુલા જળ મહોત્સવ 2026નું ઉદ્ઘાટન કરવા માટે પથાનમથિટ્ટા જશે.

ત્યારબાદ, શ્રી સી. પી. રાધાકૃષ્ણન તિરુવનંતપુરમ જશે, જ્યાં તેઓ કેરલમના મુખ્ય સાંસ્કૃતિક ઉત્સવની ઉજવણી નિમિત્તે 'ઓણમ પેજેન્ટ્રી' (Onam Pageantry) નું ઉદ્ઘાટન કરશે.

31 ઓગસ્ટે લક્ષદ્વીપ અને કેરલમની મુલાકાત

31 ઓગસ્ટના રોજ, ઉપરાષ્ટ્રપતિ લક્ષદ્વીપના અગત્તીની મુલાકાત લેશે, જ્યાં તેઓ મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દ્વારા આયોજિત આઉટરીચ પ્રોગ્રામમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

કેરલમ પાછા ફરીને, શ્રી સી. પી. રાધાકૃષ્ણન કક્કનાડ, કોચી ખાતે આવેલ RSET ઓડિટોરિયમમાં રાજગિરી સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (RSET) ની સિલ્વર જ્યુબિલી ઉજવણી અને કોન્ફ્લુઅન્સ 3.0 ઈન્ડસ્ટ્રી-એકેડેમિયા સમિટમાં હાજરી આપશે.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2304419) મુલાકાતી સંખ્યા : 10