મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ નાગરિકોને બાળ હેલ્પલાઇન 1098 પર બાળ લગ્નની જાણ કરવા અને બાળ લગ્ન મુક્ત ભારતનો સંકલ્પ સાકાર કરવા વિનંતી કરી
પોસ્ટેડ ઓન:
25 AUG 2026 1:00PM by PIB Ahmedabad
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ નાગરિકોને વિનંતી કરી છે કે જો તેઓ ક્યાંય પણ બાળ લગ્ન થતા જુએ અથવા તેની શંકા જાય તો ચૂપ ન રહે, અને બાળ હેલ્પલાઇન 1098 પર કોલ કરીને તરત જ તેની જાણ કરે.
'X' પરની એક પોસ્ટમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે બાળ લગ્ન એ માત્ર એક સામાજિક કુરિવાજ નથી, પરંતુ બાળકોના અધિકારો, શિક્ષણ, સ્વાસ્થ્ય અને ભવિષ્ય પર એક ગંભીર પ્રહાર છે.
તેમણે આપણી દીકરીઓના સ્વપ્નો, અધિકારો અને સુરક્ષિત ભવિષ્યનું રક્ષણ કરવા અને બાળ લગ્ન મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સૌને એકસાથે આવવા આહ્વાન કર્યું હતું.
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2303092)
મુલાકાતી સંખ્યા : 14