સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
સરકારે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ઉપયોગ માટે ક્લોરફેનિરામાઈન મેલિએટ અને ફિનાઈલેફ્રિન હાઈડ્રોક્લોરાઈડ ધરાવતા ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન્સના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો
प्रविष्टि तिथि:
22 AUG 2026 9:47AM by PIB Ahmedabad
નાના બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાના રક્ષણ માટેના એક મહત્વપૂર્ણ પગલામાં, સરકારે ક્લોરફેનિરામાઈન મેલિએટ અને ફિનાઈલેફ્રિન હાઈડ્રોક્લોરાઈડ ધરાવતા તમામ ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન્સ (FDCs)ના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધો લાદ્યા છે, જેમાં સ્પષ્ટ ચેતવણી આપવી ફરજિયાત કરવામાં આવી છે કે આ દવાઓનો ઉપયોગ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કરવો નહીં.
અગાઉ, તારીખ 15 એપ્રિલ 2025ના રોજ જાહેરનામા [S.O. 1717(E)] દ્વારા, સરકારે ક્લોરફેનિરામાઈન મેલિએટ અને ફિનાઈલેફ્રિન હાઈડ્રોક્લોરાઈડ ધરાવતા અમુક FDCs પર આ જ વય-વિશિષ્ટ ચેતવણીને આધીન રહીને પ્રતિબંધ મૂક્યો હતો. તાજેતરનું જાહેરનામું આ બે ઘટકો ધરાવતા તમામ ફોર્મ્યુલેશન સુધી આ જરૂરિયાતને વિસ્તૃત કરે છે.
આ નિર્ણય નિષ્ણાત સમિતિ અને ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ (DTAB)ની ભલામણોને પગલે લેવામાં આવ્યો છે. સરકારે નોંધ્યું હતું કે આવા કોમ્બિનેશન્સનો ઉપયોગ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જોખમ ઊભું કરી શકે છે અને વધુ સુરક્ષિત વિકલ્પો ઉપલબ્ધ છે.
ઉત્પાદકોને આ ફોર્મ્યુલેશન સાથે સંકળાયેલા લેબલ, પેકેજ ઈન્સર્ટ અને પ્રમોશનલ સાહિત્ય પર “ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશનનો ઉપયોગ ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કરવો નહીં,” તેવી ચેતવણી સ્પષ્ટપણે દર્શાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
જાહેર આરોગ્યના હિતમાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940ની કલમ 26A હેઠળ આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તે ઓફિશિયલ ગેઝેટમાં તેના પ્રકાશનની તારીખથી અમલમાં આવે છે.
ઓફિશિયલ ગેઝેટ આના દ્વારા મેળવી શકાય છે:
https://egazette.gov.in/WriteReadData/2026/275640.pdf
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad