પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઝામ્બિયાના રાષ્ટ્રપતિ તરીકે પુનઃ ચૂંટાવા બદલ મહામહિમ રાષ્ટ્રપતિ હકાઈન્દે હિચિલેમાને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 20 AUG 2026 9:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝામ્બિયાના રાષ્ટ્રપતિ તરીકે પુનઃ ચૂંટાવા બદલ રાષ્ટ્રપતિ મહામહિમ હકાઈન્દે હિચિલેમાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત ઝામ્બિયા સાથેની તેની બહુવિધ ભાગીદારીને ખૂબ મહત્વ આપે છે.

શ્રી મોદીએ તેમના નેતૃત્વ હેઠળ ભારત અને ઝામ્બિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા રાષ્ટ્રપતિ હકાઈન્દે હિચિલેમા સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર એક પોસ્ટમાં કહ્યું;

ઝામ્બિયાના રાષ્ટ્રપતિ તરીકે પુનઃ ચૂંટાવા બદલ રાષ્ટ્રપતિ હકાઈન્દે હિચિલેમાને હાર્દિક અભિનંદન.

ભારત ઝામ્બિયા સાથેની તેની બહુવિધ ભાગીદારીને ખૂબ મહત્વ આપે છે અને હું તેમના નેતૃત્વ હેઠળ આપણા સંબંધોને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા ઉત્સુક છું.

@HHichilema”

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2301795) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी