સ્ટીલ મંત્રાલય
azadi ka amrit mahotsav

SAIL દ્વારા MMDR સુધારા અધિનિયમ, 2026નું સ્વાગત; ખનિજ સુરક્ષા અને સ્થાનિક લોખંડ અયસ્કની ઉપલબ્ધતા મજબૂત કરવાની દિશામાં સુધારો

प्रविष्टि तिथि: 20 AUG 2026 3:49PM by PIB Ahmedabad

સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL) 17 ઓગસ્ટ 2026ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત ખાણ અને ખનિજ (વિકાસ અને નિયમન) સુધારા અધિનિયમ, 2026નું સ્વાગત કર્યું છે, જે ખનિજ ક્ષેત્રમાં અનુમાનપાત્ર નાણાકીય વ્યવસ્થા અને લાંબા ગાળાની નીતિગત નિશ્ચિતતા સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ સુધારો છે.

આ સુધારો ખનિજ કરવેરા અને વસૂલાતમાં વધુ સ્પષ્ટતા અને એકરૂપતા પ્રદાન કરે છે. તે અગાઉથી લાગુ પડતી બાકી વસૂલાતના મુદ્દાઓને પણ સંબોધિત કરે છે, જેના કારણે ખાણકામ ઉદ્યોગને વધુ નિશ્ચિતતા અને આત્મવિશ્વાસ મળે છે.

SAIL માટે, જેના મોટા પાયા પર કેપ્ટિવ આયર્ન ઓર (લોખંડની અયસ્ક) અને કોલસાની ખાણકામ કામગીરીઓ ચાલે છે, આ સુધારાથી ખાણકામ કામગીરીની ક્ષમતામાં સુધારો થવાની, રોકાણ અને ખાણ વિકાસને સરળ બનાવવાની તથા લાંબા ગાળાની કાચા માલની સુરક્ષાને મજબૂત કરવાની અપેક્ષા છે. નાણાકીય શાસનમાં વધુ અનુમાનિતતા SAILના ખનિજ સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ અને વિકાસને ટેકો આપશે તથા લોખંડની અયસ્કનું ખનન વધારશે.

મહત્વની વાત એ છે કે, આ સુધારો સ્થાનિક બજારમાં લોખંડની અયસ્કની વધેલી ઉપલબ્ધતાને પણ સરળ બનાવશે. તેની કેપ્ટિવ ખાણોની સુધારેલી સક્ષમતા અને વિકાસ સાથે, SAIL લાગુ નિયામક માળખા અનુસાર બજારમાં વેચાણ માટે વધારાની લોખંડની અયસ્ક ઉપલબ્ધ કરાવવા માટે સક્ષમ બનશે. આ સ્થાનિક સપ્લાય ચેઇનને મજબૂત કરશે અને ભારતીય સ્ટીલ ઉદ્યોગ માટે સ્વદેશી લોખંડની અયસ્કની ઉપલબ્ધતાને ટેકો આપશે.

આ સુધારાથી ઉચ્ચ રોકાણ અને ઉત્પાદનને પ્રોત્સાહન મળવાની, આયાત નિર્ભરતા ઘટવાની, ખનિજ અને ઊર્જા સુરક્ષા મજબૂત થવાની તથા ખનિજ-આધારિત ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા વધવાની અપેક્ષા છે.

SAIL તેના ખનિજ સંસાધનોના જવાબદાર અને ટકાઉ વિકાસ, કેપ્ટિવ કાચા માલની સુરક્ષાને મજબૂત કરવા અને આત્મનિર્ભર તથા વિકસિત ભારતના દ્રષ્ટિકોણને ટેકો આપવા માટે સ્થાનિક બજારમાં વધુ માત્રામાં લોખંડની અયસ્ક ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ રહે છે.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2301552) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Kannada