સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
azadi ka amrit mahotsav

નશા મુક્ત ભારત અભિયાન પોર્ટલ અગાઉના પ્લેટફોર્મ (nmba.dosje.gov.in) પરથી રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) દ્વારા વિકસાવવામાં આવેલા સમાવેશ (SAMAVESH) પોર્ટલ પર સફળતાપૂર્વક સ્થળાંતરિત કરવામાં આવ્યું


નવી લિંક્સ અને QR કોડ્સમાં નશા મુક્ત ભારત અભિયાન પોર્ટલ, ઈ-પ્રતિજ્ઞા (e-Pledge), નશા મુક્તિ મિત્ર નોંધણી, NMBA લોગિન અને NMBA મોબાઈલ એપનો સમાવેશ થાય છે

प्रविष्टि तिथि: 19 AUG 2026 5:09PM by PIB Ahmedabad

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ (DoSJE) એ નશા મુક્ત ભારત અભિયાન (NMBA) પોર્ટલનું અગાઉના પ્લેટફોર્મ (nmba.dosje.gov.in) પરથી રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) દ્વારા વિકસાવવામાં આવેલા સમાવેશ (SAMAVESH) પોર્ટલ પર સ્થળાંતર પૂર્ણ કરી લીધું છે.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સંયુક્ત સચિવ (ડ્રગ પ્રિવેન્શન) ડૉ. સંદીપ આર. રાઠોડે માહિતી આપી હતી કે NMBA પોર્ટલ હવે નવી લિંક્સ અને QR કોડ્સ દ્વારા એક્સેસ કરી શકાશે. જેમાં નીચે મુજબની લિંક્સનો સમાવેશ થાય છે:

  1. NMBA પોર્ટલ: https://www.dosje.gov.in/organisation/nasha-mukt-bharat-abhiyaan
  2. NMBA ઈ-પ્રતિજ્ઞા (e-Pledge): https://nashamukt.dosje.gov.in/epledge
  3. નશા મુક્તિ મિત્ર નોંધણી (Registration): https://nashamukt.dosje.gov.in/nasha-mukti-mitr
  4. NMBA લોગિન: https://nashamukt-admin.dosje.gov.in/login
  5. NMBA મોબાઈલ એપ: https://play.google.com/store/search?q=nasha+mukt+bharat+abhiyan&c=apps&hl=en

ડૉ. રાઠોડે જણાવ્યું હતું કે સફળ સ્થળાંતર બાદ અગાઉનું NMBA પોર્ટલ (https://nmba.dosje.gov.in/) બંધ કરવામાં આવ્યું છે અને હવેથી તે એક્સેસ કરી શકાશે નહીં.

નશા મુક્તિ મિત્ર નોંધણી ક્યુઆર કોડ

NMBA મોબાઈલ એપ

મંત્રાલયે તમામ સંબંધિત મંત્રાલયો/વિભાગોને NMBA પોર્ટલ, ઈ-પ્રતિજ્ઞા અને મિત્ર નોંધણી માટે નવી લિંક્સનો ઉપયોગ કરવા જણાવ્યું છે. તમામ હિતધારકોને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે કે NMBA પોર્ટલનો ભવિષ્યનો તમામ ઉપયોગ નવા સમાવેશ પોર્ટલની લિંક્સ દ્વારા જ થાય અને સત્તાવાર સંચાર, વેબસાઇટ્સ, IEC સામગ્રી અથવા અન્ય દસ્તાવેજોમાં જૂના પોર્ટલ લિંકના તમામ સંદર્ભોને તે મુજબ અપડેટ કરવામાં આવે. જ્યાં સુધી અન્યથા જાણ કરવામાં ન આવે ત્યાં સુધી હાલના લોગિન ક્રિડેન્શિયલ્સ માન્ય રહેશે.

NNMBA e Pledge QR Code

તમામ પ્રવૃત્તિઓ, રિપોર્ટિંગ, ઈ-પ્રતિજ્ઞા, નશા મુક્તિ મિત્ર નોંધણી અને અન્ય પોર્ટલ-આધારિત કાર્યો હવેથી નવા પોર્ટલ દ્વારા જ હાથ ધરવામાં આવશે.

કોઈપણ સ્પષ્ટતાના કિસ્સામાં, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અંડર સેક્રેટરી શ્રી અરુણ કુમાર કર્ણનો usdp1-dosje[at]gov[dot]in પર સંપર્ક કરી શકાય છે.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2301272) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil , Telugu