વિદ્યુત મંત્રાલય
ભારતે બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ આઠમી BRICS યુથ એનર્જી સમિટ 2026નું આયોજન કર્યું
प्रविष्टि तिथि:
19 AUG 2026 2:35PM by PIB Ahmedabad
ભારતે તેની BRICS અધ્યક્ષતા હેઠળ 17 ઓગસ્ટ 2026 ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી આઠમી બ્રિક્સ યુથ એનર્જી સમિટ 2026નું આયોજન કર્યું હતું. આ સમિટમાં શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ અને બ્રિક્સ સભ્ય દેશોના ઊર્જા મંત્રાલયોના યુવા ઊર્જા પ્રોફેશનલ્સ સહિત 100થી વધુ સહભાગીઓ એકત્રિત થયા હતા. બ્રિક્સ યુથ એનર્જી એજન્સી (BRICS YEA)ના પ્રતિનિધિઓ તેમજ સસ્ટેનેબલ એનર્જી ફોર ઓલ (SEforALL), ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA) અને ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી (IRENA) સહિતની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ આ સમિટમાં ભાગ લીધો હતો.
2026માં ભારતની બ્રિક્સ અધ્યક્ષતા “બિલ્ડિંગ ફોર રિસિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી (BRICS)”ના વ્યાપક વિષય (થીમ) દ્વારા સંચાલિત છે. એનર્જી ટ્રેક હેઠળ ભારતે “सर्वेषां ऊर्जम्” (સૌ માટે ઊર્જા) વિષય અપનાવ્યો છે, જે સમગ્ર બ્રિક્સ દેશોમાં સાર્વત્રિક, પરવડે તેવી અને સમાવેશી ઊર્જા પહોંચને આગળ ધપાવવાની તેની કટિબદ્ધતા દર્શાવે છે.
આ સમિટે યુવાનોને નવીનતા, સાહસિકતા, તકનીકી પ્રગતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગના ચાલક બળ તરીકે ઓળખીને બ્રિક્સ ઊર્જા સહયોગના કેન્દ્રમાં રાખ્યા હતા. ચર્ચાઓમાં બ્રિક્સ દેશોના યુવા પ્રોફેશનલ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે સહયોગ મજબૂત કરવાના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
ચર્ચાઓએ સંયુક્ત સંશોધન, તકનીકી પ્રદર્શન, જ્ઞાનનું આદાન-પ્રદાન અને ક્ષમતા-નિર્માણની પહેલો દ્વારા યુવા જોડાણને વ્યવહારિક પરિણામોમાં રૂપાંતરિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. (i) ઊર્જા સુરક્ષા અને સુસ્થિરતા, (ii) ઊર્જા પહોંચ અને સમાનતા, અને (iii) ટેકનોલોજી અને નવીનતા એમ ત્રણ પ્રાથમિકતા ક્ષેત્રો હેઠળ 20થી વધુ યુવા પેનલિસ્ટે ઊર્જા મિશ્રણનું વિવિધકરણ, મજબૂત ઊર્જા પુરવઠા શૃંખલા, ઊર્જા પહોંચ અને નવીન ધિરાણ, નવી અને ઉભરતી ટેકનોલોજી અને ઊર્જા પ્રણાલીઓનું ડિજિટલાઇઝેશન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર દેશના દ્રષ્ટિકોણ અને અનુભવો શેર કર્યા હતા.
ચર્ચાઓ સ્વચ્છ ઊર્જાના પ્રસારને આગળ ધપાવવા માટે મજબૂત અને વૈવિધ્યસભર ઊર્જા પ્રણાલીઓ, પરવડે તેવી અને સમાવેશી ઊર્જા પહોંચ અને નવીન તથા પરવડે તેવા ધિરાણની જરૂરિયાત પર વ્યાપક સંમતિ દર્શાવે છે. વિશ્વસનીય ઊર્જા ડેટા, ઇન્ટરઓપરેબિલિટી, સાયબર સુરક્ષા અને કુશળ માનવ સંસાધનો દ્વારા સમર્થિત તકનીકી નવીનતા અને ડિજિટલાઇઝેશનને કાર્યક્ષમ, સુવિધાજનક અને મજબૂત ઊર્જા પ્રણાલીઓના મહત્વપૂર્ણ સક્ષમકર્તાઓ તરીકે ઓળખવામાં આવ્યા હતા.
ભારતના યુવા પ્રતિનિધિઓએ ઊર્જા સુરક્ષા, ઊર્જા પહોંચ, સ્વચ્છ ઊર્જાના પ્રસાર અને પાવર-સેક્ટરના સુધારાઓમાં પીએમ-કુસુમ (PM-KUSUM), પીએમ સૂર્ય ઘર (PM Surya Ghar), શાંતિ અધિનિયમ (SHANTI Act), રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) અને ઇન્ડિયા એનર્જી સ્ટેક (IES) સહિતની મુખ્ય રાષ્ટ્રીય પહેલો અને સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઊર્જા મિશ્રણમાં વિવિધતા લાવવા, વિતરણ માળખાને મજબૂત કરવા અને વિકેન્દ્રિત અક્ષય ઊર્જા તથા ડિજિટલાઇઝેશનને આગળ વધારવામાં ભારતનો અનુભવ પણ શેર કર્યો હતો, જ્યારે સ્માર્ટ ગ્રિડ, સ્ટોરેજ અને ગ્રિડ મજબૂતી પર જ્ઞાનના આદાન-પ્રદાન, ક્ષમતા નિર્માણ અને સહયોગ માટેના પ્લેટફોર્મ તરીકે સ્માર્ટ ગ્રિડ્સ અને એનર્જી સ્ટોરેજ પરના બ્રિક્સ ડિજિટલ સેન્ટર ઓફ એક્સેલન્સ (DCoE) પર પણ પ્રકાશ પાડ્યો હતો.
આઠમી બ્રિક્સ યુથ એનર્જી સમિટ 2026 એ “સૌ માટે ઊર્જા”ના વિઝનને અનુરૂપ ઊર્જા સહયોગને આગળ ધપાવવામાં અને એક સુરક્ષિત, ટકાઉ, સમાવેશી અને ભવિષ્ય માટે તૈયાર ઊર્જા ક્ષેત્ર માટે ઉકેલો ઘડવામાં બ્રિક્સ યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકાનો પુનરોચ્ચાર કર્યો હતો.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2301141)
आगंतुक पटल : 25