સંસ્કૃતિ મંત્રાલય
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને આજે ભારત મંડપમ, નવી દિલ્હી ખાતેથી રાષ્ટ્રીય ગીત વંદે માતરમને સમર્પિત 'હર ઘર તિરંગા બાઇક રેલી 2026' ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી
કેન્દ્રીય મંત્રીઓ અને સંસદસભ્યો દિલ્હી ખાતે આ દેશભક્તિપૂર્ણ બાઇક રેલીમાં જોડાયા
प्रविष्टि तिथि:
12 AUG 2026 2:38PM by PIB Ahmedabad
રાષ્ટ્રીય ગીત વંદે માતરમને સમર્પિત અને હાલમાં ચાલી રહેલ હર ઘર તિરંગા 2026 ના ભાગરૂપે, આજે ભારત મંડપમ, નવી દિલ્હી ખાતેથી એક ભવ્ય તિરંગા બાઇક રેલી 2026 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને કેન્દ્રીય કેબિનેટ મંત્રીઓ જેમાં સંસ્કૃતિ અને પ્રવાસન કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત; સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી અને લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી કિરન રિજિજૂ; કોલસા અને ખાણ કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી; સામાજિક ન્યાય અને અધિકારિતા કેન્દ્રીય મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર; વિજ્ઞાન અને ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાનના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભારી) અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ; પંચાયતી રાજ કેન્દ્રીય મંત્રી અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ; ગ્રાહક બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમૂબેન બાંભણિયા; સંસ્કૃતિ કેન્દ્રીય રાજ્ય મંત્રી અને આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ તથા આયોજન કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભારી) શ્રી રાવ ઇન્દરજીત સિંહ; રેલ્વે મંત્રાલયમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી વી. સોમન્ના; અને ગૃહ બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી બંદી સંજય કુમાર તથા શ્રી નિત્યાનંદ રાય અને અનેક સંસદસભ્યોની ઉપસ્થિતિમાં આ રેલીને લીલી ઝંડી આપી હતી.

સભાને સંબોધિત કરતી વખતે ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર પર ઊંડી ભાવનાઓ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ બે અમર શબ્દોએ માતૃભૂમિને બ્રિટિશ સંસ્થાનવાદી શાસનમાંથી મુક્ત કરાવવાના સંગ્રામ દરમિયાન ભારતીયોના દિલ અને મનમાં દેશભક્તિની પ્રજ્વલિત ભાવના જગાડી હતી. તેમણે અવલોકન કર્યું કે અન્ય કોઈ અભિવ્યક્તિએ આટલી તાકાત અને ગૂંજ સાથે રાષ્ટ્રના જાગરણને આલેખિત કર્યું નથી. બેંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આ અમર શબ્દો કંડાર્યા હતા તેને યાદ કરતા તેમણે કહ્યું કે આ શબ્દોએ રાષ્ટ્રના આત્માને અવાજ આપ્યો છે.

ઉપરાષ્ટ્રપતિએ વધુમાં રેખાંકિત કર્યું કે એક સમયે લોકો રાષ્ટ્રની સ્વતંત્રતા માટે કૂચ કરતા હતા, ત્યારે આજે ભારત પ્રધાનમંત્રી દ્વારા 2047 સુધીમાં વિકસિત ભારત માટે નિર્ધારિત મિશન તરફ આગળ વધી રહેલા આત્મવિશ્વાસપૂર્ણ અને પુનરુત્થાન પામેલા ભારતનું સાક્ષી બની રહ્યું છે. તેમણે દરેકને વિનંતી કરી કે તેઓ પોતપોતાના મતવિસ્તારો, રાજ્યો, શેરીઓ અને ઘરોમાં હર ઘર તિરંગા અભિયાનને સક્રિયપણે પ્રોત્સાહિત કરીને આ ભાવનાને આગળ ધપાવે. તેમણે ભારપૂર્વક કહીને સમાપન કર્યું કે જેમ જેમ પૈડાં ફરવા લાગ્યા છે, તેમ તેમ આ પ્રવાસ રેલી સાથે સમાપ્ત થવો જોઈએ નહીં, અને વંદે માતરમની ભાવના આ ઉજવણી પછી પણ જીવંત રહેવી જોઈએ.
સંસ્કૃતિ અને પ્રવાસન કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે આ સભા માત્ર બાઇક રેલી માટે નથી, પરંતુ ભારતની સ્વતંત્રતાના પ્રતીક અને રાષ્ટ્રને એક તાંતણે બાંધતા પ્રતીક એવા તિરંગા પ્રત્યે આદર અને સમર્થનની અભિવ્યક્તિ છે. તેમણે યાદ કર્યું કે લગભગ પાંચ વર્ષ પહેલાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર સમક્ષ 2047 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. તેમણે વધુમાં નોંધ્યું કે આઝાદીના અમૃત કાળની શરૂઆત પહેલા પણ પ્રધાનમંત્રીએ દેશભરમાં આવી તિરંગા યાત્રાઓની કલ્પના કરી હતી.

આ રેલીમાં 350 થી વધુ CAPF બાઇકર્સ ભાગ લીધો હતો જેમાં CRPF, BSF, આસામ રાઇફલ્સ સહિત અન્ય બાઇકર્સનો સમાવેશ થતો હતો. 50 થી વધુ સ્પેશિયલ બાઇકર ગ્રુપ્સ અને મહિલા બાઇકર્સે પણ રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રાષ્ટ્રીય ગીત વંદે માતરમની ભાવનાને સમર્પિત હાલમાં ચાલી રહેલા હર ઘર તિરંગા 2026 અભિયાનના ભાગરૂપે, નાગરિકોને 9 થી 17 ઓગસ્ટ દરમિયાન પોતાના ઘરો અને કાર્યસ્થળો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને દેશભક્તિ તથા રાષ્ટ્રીય એકતાની આ દેશવ્યાપી ઉજવણીમાં સક્રિયપણે ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2298204)
आगंतुक पटल : 17