ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારત સરકારે વધુ 11 આંતરરાષ્ટ્રીય બંદરોને અધિસૂચિત કર્યા, જેનાથી ઈ-વીઝા ધારક વિદેશીઓનો ભારતમાં પ્રવેશ શક્ય બનશે


ઈ-વીઝા ધારક વિદેશીઓના પ્રવેશ માટેના આંતરરાષ્ટ્રીય બંદરોની કુલ સંખ્યા હવે વધીને 88 થઈ ગઈ છે

11 આંતરરાષ્ટ્રીય બંદરો ઉમેરાવાથી ઈલેક્ટ્રોનિક વીઝાની આકર્ષકતા અને ઉપયોગિતામાં વધુ વધારો થયો છે, ભારત આશરે 95% ઈ-વીઝા અરજીઓ 72 કલાકથી પણ ઓછા સમયમાં પૂરી પાડે છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ, સરકારે વીઝા વ્યવસ્થાને ઉદાર બનાવવા, સુવ્યવસ્થિત કરવા અને સરળ બનાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક મહત્વપૂર્ણ પહેલો કરી છે

પોસ્ટેડ ઓન: 10 AUG 2026 5:43PM by PIB Ahmedabad

ભારત સરકારે વધુ 11 આંતરરાષ્ટ્રીય બંદરોને અધિસૂચિત કર્યા છે, જેનાથી ઈ-વીઝા ધારક વિદેશીઓને ભારતમાં પ્રવેશવાની સુવિધા મળશે. નવેસરથી ઉમેરવામાં આવેલા 11 આંતરરાષ્ટ્રીય બંદરોમાં 09 જમીની બંદરો (લેન્ડ પોર્ટ્સ) અને 02 એરપોર્ટનો સમાવેશ થાય છે. 11 આંતરરાષ્ટ્રીય બંદરોના ઉમેરાથી ઇલેક્ટ્રોનિક વીઝાની આકર્ષકતા અને ઉપયોગિતામાં વધુ વધારો થયો છે. નોંધનીય છે કે, ભારત આશરે 95% ઈ-વીઝા અરજીઓ 72 કલાકથી પણ ઓછા સમયમાં પૂરી પાડે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ, ભારત સરકારે કાયદેસરના વિદેશી મુસાફરોને સુવિધા આપવાની સાથે સાથે આંતરિક સુરક્ષામાં વધારો કરવા તકનીકી માળખાને મજબૂત કરવાના હેતુથી વીઝા વ્યવસ્થાને ઉદાર બનાવવા, સુવ્યવસ્થિત કરવા અને સરળ બનાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક મહત્વપૂર્ણ પહેલો કરી છે.

તાજેતરના ઉમેરા સાથે, ઈ-વીઝા ધારક વિદેશીઓને પ્રવેશ માટે સક્ષમ બનાવતા આંતરરાષ્ટ્રીય બંદરોની કુલ સંખ્યા વધીને 88 થઈ ગઈ છે, જેમાં 37 એરપોર્ટ, 38 સીપોર્ટ (દરિયાઈ બંદરો) અને 13 લેન્ડ પોર્ટ (જમીની બંદરો) નો સમાવેશ થાય છે.

આજની તારીખ મુજબ ભારતમાં ઈ-વીઝા ધારક વિદેશીઓના પ્રવેશ માટે સક્ષમ આંતરરાષ્ટ્રીય બંદરોની યાદી-

ક્રમ

એરપોર્ટ

સીપોર્ટ (દરિયાઈ બંદર)

લેન્ડ પોર્ટ (જમીની બંદર)

1

અમદાવાદ

અગાતી

રક્સૌલ

2

અમૃતસર

અલંગ

રૂપેડીહા

3

બાગડોગરા

બેડી બંદર

દરરંગા

4

ભોગાપુરમ

ભાવનગર

જોગબની

5

બેંગલુરુ

કાલીકટ

અગરતલા (નવું ઉમેરાયેલ)

6

ભુવનેશ્વર

ચેન્નઈ

દરરંગા (નવું ઉમેરાયેલ)

7

કાલીકટ

કોચીન

ગેડે (નવું ઉમેરાયેલ)

8

ચંદીગઢ

કુડ્ડાલોર

ઘોજાડંગા (નવું ઉમેરાયેલ)

9

ચેન્નઈ

દહેજ

હરિદાસપુર (નવું ઉમેરાયેલ)

10

કોચીન

ધામરા

જૈગાંવ (નવું ઉમેરાયેલ)

11

કોયમ્બતૂર

હલ્દિયા

દાવકી (નવું ઉમેરાયેલ)

12

દિલ્હી

હજીરા

મોરેહ (નવું ઉમેરાયેલ)

13

ગયા

કાકીનાડા

અટારી (રોડ) (નવું ઉમેરાયેલ)

14

ગોવા (દાબોલિમ)

એન્નોર – કામરાજર

 

15

ગોવા (મોપા)

કંડલા

 

16

ગુવાહાટી

કરાઈકલ

 

17

હૈદરાબાદ

કટ્ટુપલ્લી

 

18

ઇન્દોર

કોલકાતા

 

19

જયપુર

કોલ્લમ

 

20

કન્નુર

કૃષ્ણપટ્ટનમ

 

21

કોલકાતા

માંડવી

 

22

લખનૌ

મોર્મુગાઓ

 

23

મૌદુરાઈ

મુંબઈ

 

24

મંગલોર

મુન્દ્રા

 

25

મુંબઈ

નાગાપટ્ટિનમ

 

26

નાગપુર

ન્યુ મંગલોર

 

27

નવી મુંબઈ

ન્હાવા શેવા

 

28

પોર્ટ બ્લેયર

પારાદીપ

 

29

પુણે

પીપાવાવ

 

30

સુરત

પોરબંદર

 

31

તિરુવનંતપુરમ

પોર્ટ બ્લેયર

 

32

ત્રિચી

સિક્કા

 

33

વારાણસી

ટુના ટેકરા

 

34

વિજયવાડા

ટ્યુટોકોરિન

 

35

વિશાખાપટ્ટનમ

વલ્લારપદમ

 

36

ભોપાલ (નવું ઉમેરાયેલ)

વિશાખાપટ્ટનમ

 

37

તિરુપતિ (નવું ઉમેરાયેલ)

વિઝિંજમ – કોવલમ

 

38

 

વિઝિંજમ

 

કુલ

37

38

13

ઈ-વીઝા

ભારતીય વીઝા વ્યવસ્થાને, ખાસ કરીને પ્રવાસી (ટૂરિસ્ટ) વીઝા વ્યવસ્થાને ઉદાર અને સરળ બનાવવા માટે લેવાયેલું એક મહત્વપૂર્ણ પગલું ઈ-વીઝા સુવિધાની શરૂઆત છે. ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન (ETA) સાથે ઈ-વીઝા સુવિધા 2014 માં 43 દેશોના નાગરિકો માટે શરૂ કરવામાં આવી હતી. આ સુવિધા હાલમાં 172 દેશોના નાગરિકો માટે ઉપલબ્ધ છે.

ઈ-વીઝા હાલમાં નીચેની 17 ઉપ-શ્રેણીઓ હેઠળ ઉપલબ્ધ છે:

ક્રમ

શ્રેણી

1

ટૂરિસ્ટ

2

માઉન્ટેનિયરિંગ (પર્વતારોહણ)

3

B-1

4

B-2

5

B-3 (બિઝનેસ વીઝા)

6

B-4

7

B-5

8

B-6

9

M-1

10

M-2 (મેડિકલ વીઝા)

11

M-3

12

M-4

13

S-1

14

S-2 (સ્ટુડન્ટ વીઝા)

15

ટ્રાન્ઝિટ

16

X-1 (પરચૂરણ / Miscellaneous)

17

ગ્રુપ વિઝિટર વીઝા (ક્રૂઝ)

નોંધનીય છે કે ભારત હવે આશરે 78% વીઝા ઈલેક્ટ્રોનિક વીઝા તરીકે જારી કરે છે.

SM/JD


(રીલીઝ આઈડી: 2297278) મુલાકાતી સંખ્યા : 75