માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

આઈટી નિયમો, 2021 દારૂ અને તમાકુ સંબંધિત સામગ્રી માટે વર્ગીકરણ ફરજિયાત કરે છે; ત્રિ-સ્તરીય વ્યવસ્થા આચારસંહિતાની ફરિયાદોનું નિવારણ કરે છે

પોસ્ટેડ ઓન: 07 AUG 2026 3:24PM by PIB Ahmedabad

ડિજિટલ મીડિયા પર સમાચાર અને વર્તમાન બાબતોના પ્રકાશકો તથા ઓનલાઈન ક્યુરેટેડ સામગ્રીના પ્રકાશકો (OTT પ્લેટફોર્મ્સ) માટે એક સંસ્થાકીય વ્યવસ્થા ગોઠવવાના હેતુથી સરકારે IT એક્ટ, 2000 હેઠળ 25.02.2021ના રોજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (ઇન્ટરમીડિયરી ગાઇડલાઇન્સ એન્ડ ડિજિટલ મીડિયા, એથિક્સ કોડ) રૂલ્સ, 2021 અધીસૂચિત કર્યા છે.

નિયમોનો ભાગ-III ડિજિટલ સમાચાર પ્રકાશકો અને ઓનલાઈન ક્યુરેટેડ સામગ્રીના પ્રકાશકો (OTT પ્લેટફોર્મ્સ) માટે આચારસંહિતા (Code of Ethics) ની જોગવાઈ કરે છે.

આચારસંહિતામાં, અન્ય બાબતોની સાથે, OTT પ્લેટફોર્મ્સ માટે એ જરૂરી છે કે તેઓ કાયદા દ્વારા પ્રતિબંધિત હોય તેવી કોઈ સામગ્રી પ્રસારિત ન કરે, યોગ્ય સાવચેતી અને વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે, અને નિયમોની અનુસૂચિમાં વર્ણવ્યા મુજબ i) થીમ્સ અને મેસેજિસ; ii) હિંસા; iii) નગ્નતા; iv) જાતીય સામગ્રી; v) ભાષા; vi) ડ્રગ અને નશાકારક પદાર્થોનો દુરુપયોગ; અને (vii) હોરરના આધારે સામગ્રીનું વર્ગીકરણ કરે.

આઈટી નિયમો, 2021ની અનુસૂચિનો ભાગ II સામગ્રીના વર્ગીકરણ માટે માર્ગદર્શિકા નિર્ધારિત કરે છે, જેમાં 'માદક પદાર્થો, દારૂ, ધૂમ્રપાન અને તમાકુ તથા અનુકરણ કરવા યોગ્ય વર્તન' નો સમાવેશ થાય છે.

આચારસંહિતાના ઉલ્લંઘન સંબંધિત ફરિયાદોનો નિકાલ ત્રણ-સ્તરીય ફરિયાદ નિવારણ વ્યવસ્થાની જોગવાઈઓ હેઠળ કરવામાં આવે છે અને મંત્રાલયને મળેલી ફરિયાદો આઈટી નિયમો, 2021 મુજબ ઉકેલ માટે સંબંધિત OTT પ્લેટફોર્મ્સને મોકલવામાં આવે છે.

સરકારે નાર્કોટિક ડ્રગ્સ અને માદક પદાર્થો સંબંધિત સ્ટ્રીમિંગ સામગ્રી પર ઓનલાઈન ક્યુરેટેડ સામગ્રીના પ્રકાશકો (OTT પ્લેટફોર્મ્સ) ને તારીખ 26.11.2024ની એક એડવાઈઝરી જારી કરી હતી.

આ માહિતી માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી ડો. એલ. મુરુગન દ્વારા આજે રાજ્યસભામાં શ્રી હારિસ બીરાન દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં આપવામાં આવી હતી.

SM/BS/JD


(રીલીઝ આઈડી: 2296144) મુલાકાતી સંખ્યા : 67