ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

I4C એ કોર્પોરેટ્સ અને ફાઇનાન્સ પ્રોફેશનલ્સને ‘બોસ સ્કેમ’ સામે ચેતવ્યા: સ્ટેટમેન્ટ ઑફ એકાઉન્ટ’, ‘MCA’ અને ‘RBI’ ફાઇલના સ્વરૂપમાં મોકલવામાં આવતી દૂષિત ફાઇલો દ્વારા WhatsApp એકાઉન્ટ પર કબજો મેળવીને મોટા પાયે નાણાકીય છેતરપિંડી કરવાનો પ્રયાસ


એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ અને આરબીઆઈના પત્રવ્યવહારના નામે વોટ્સએપ, એસએમએસ અને ઈ-મેલ પર ફેલાઈ રહેલું સ્વ-પ્રસારિત માલવેર; ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની ડિરેક્ટર્સ, સીએફઓ (CFOs) અને કોર્પોરેટ ફાઇનાન્સ ટીમો મુખ્ય લક્ષ્યાંક

સીનિયર એક્ઝિક્યુટિવ્સના હેક કરાયેલા વોટ્સએપ એકાઉન્ટનો દુરુપયોગ કરી ફાઇનાન્સ સ્ટાફને મ્યુલ એકાઉન્ટ્સમાં નાણાં ટ્રાન્સફર કરવા માટે સૂચના આપવામાં આવે છે

I4C એ છેલ્લા 30 દિવસમાં SMS હેડર ‘I4CMHA-G’ દ્વારા 58,000 થી વધુ સંભવિત પીડિતોને જાણ કરી છે; CERT-In, માઇક્રોસોફ્ટ, ઇન્ડિયન એન્ટી-વાયરસ અને થ્રેટ ઇન્ટેલિજન્સ કંપનીઓ સાથે થ્રેટ સિગ્નલ્સ શેર કરવામાં આવ્યા

સહયોગ પોર્ટલ દ્વારા C2 સર્વર્સને જીઓ-બ્લોકિંગ કરીને અત્યાર સુધીમાં 10,000 થી વધુ ભારતીયોને આ અભિયાનથી બચાવવામાં આવ્યા

प्रविष्टि तिथि: 07 AUG 2026 1:01PM by PIB Ahmedabad

ગૃહ મંત્રાલય (MHA) ના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) એ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ અને રેગ્યુલેટરી કમ્યુનિકેશનના બહાને ફરતી કરવામાં આવતી મલિશિયસ ફાઇલો દ્વારા પ્રોફેશનલ્સ અને વ્યવસાયીઓના વોટ્સએપ એકાઉન્ટ ટેકઓવર સંબંધિત ફરિયાદોમાં ભારે વધારો નોંધ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં, દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાંથી સમાન કાર્યપદ્ધતિ અનુસરતી ઘટનાઓ સામે આવી છે. I4C 22 જૂન, 2026 ના રોજ "Regulatory and Executive Impersonation for WhatsApp Account Takeover using Malicious Windows Executables and High Value Financial Fraud" શીર્ષક હેઠળ જારી કરેલી એડવાઇઝરી દ્વારા નાગરિકોને આ ઉભરતા જોખમ સામે એલર્ટ કર્યા હતા.

નોંધાયેલી ઘટનાઓમાં, પીડિતોને વોટ્સએપ, એસએમએસ અથવા ઈ-મેલ પર “Statement of Account.zip” (ઘણીવાર તારીખ સાથે, જેમ કે “0714 Statement of Account.zip”) અથવા “RBI.zip”, “MCA.zip” જેવા નામો ધરાવતી કમ્પ્રેસ્ડ (.zip) ફાઇલ મળે છે. તેની સાથેનો મેસેજ રૂટિન એકાઉન્ટ સ્ટેટમેન્ટ અથવા ભારતીય રિઝર્વ બેંક (RBI) અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય જેવા નિયામકની તાકીદની નોટિસ તરીકે દર્શાવવા માટે તૈયાર કરવામાં આવે છે, જેમાં ખૂબ જ ટૂંકી સમયમર્યાદામાં પાલન કરવાની માંગ કરવામાં આવે છે. આ આઇકરમાં મલિશિયસ વિન્ડોઝ એક્ઝિક્યુટેબલ (.exe) સાથે ડાયનેમિક લિંક લાઇબ્રેરી (.dll) ફાઇલ હોય છે. જ્યારે વિન્ડોઝ ડેસ્કટોપ અથવા લેપટોપ પર ફાઇલ એક્સટ્રેક્ટ કરીને ખોલવામાં આવે છે, ત્યારે ટ્રોજન ઇન્સ્ટોલ થઈ જાય છે જે ડિવાઇસને હેક કરે છે અને પીડિતના એક્ટિવ વોટ્સએપ વેબ સેશનને હાઇજેક કરે છે. ઘણા કિસ્સાઓમાં આયકર વિભાગના નામે ઈ-મેલ પણ મોકલવામાં આવે છે.

ત્યારબાદ હેક થયેલા વોટ્સએપ એકાઉન્ટનો દુરુપયોગ પીડિતના તમામ કોન્ટેક્ટ્સ અને ગ્રુપ્સમાં એ જ મલિશિયસ ફાઇલને આપમેળે મોકલવા માટે કરવામાં આવે છે, જેમાં સામાન્ય રીતે "ચકાસણી માટે કંપનીના ફાઇનાન્સ મેનેજરને" ફાઇલ ફોરવર્ડ કરવા અને તેને કમ્પ્યુટર પર ખોલવાની વિનંતી કરવામાં આવે છે, જેથી કોર્પોરેટ નેટવર્ક્સમાં ઇન્ફેક્શનની શ્રૃંખલા વધુ ઊંડે સુધી ફેલાય છે. છેતરપિંડીના અદ્યતન તબક્કામાં, જેને સામાન્ય રીતેબોસ સ્કેમ’ (Boss Scam) અથવા સીઈઓ ઇમ્પર્સનેશન ફ્રોડ કહેવામાં આવે છે, છેતરપિંડી કરનારાઓ વરિષ્ઠ અધિકારીના અસલી વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરે છેઅથવા હેક થયેલા ડિવાઇસમાં "CEO" ના નામે એટેકરના નિયંત્રણ હેઠળનો નંબર ગુપ્ત રીતે સેવ કરે છેજેથી એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ કર્મચારીઓને મ્યુલ બેંક એકાઉન્ટ્સમાં નાણાં તાત્કાલિક ટ્રાન્સફર કરવા માટે સૂચના આપી શકાય.

I4C ના નેશનલ સાયબરક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ (NCTAU) દ્વારા કરવામાં આવેલ ટેકનિકલ પૃથ્થકરણ દર્શાવે છે કે આ અભિયાન રાષ્ટ્રીય સીમાઓ પાર સક્રિય સંગઠિત નેટવર્ક્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે અને DLL સાઇડલોડિંગ પદ્ધતિ દ્વારા અત્યાધુનિક પ્રોપેગેશન અને ડિટેક્શન-ઇવેઝન ક્ષમતાઓ ધરાવતા અદ્યતન માલવેરનો ઉપયોગ કરે છે. સબંધિત કાયદા અમલીકરણ અને ટેકનિકલ એજન્સીઓના સહયોગથી તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

માલવેર માત્ર વિન્ડોઝ કમ્પ્યુટર્સ પર જ સક્રિય થતું હોવાથી અને લ્યુર દસ્તાવેજો એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ અને રેગ્યુલેટરી પાલનનો સંદર્ભ આપતા હોવાથી, આ અભિયાન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની ડિરેક્ટર્સ, ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર્સ (CFOs) અને કંપનીઓના ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ કર્મચારીઓ માટે વિશેષ જોખમ ઊભું કરે છે. તમામ કોર્પોરેટ સંસ્થાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના કર્મચારીઓને, ખાસ કરીને ફાઇનાન્સ ટીમોને તુરંત સંવેદનશીલ બનાવે અને વોટ્સએપ અથવા ઈ-મેલ પર મળેલા કોઈપણ નાણાં-ટ્રાન્સફર અથવા એકાઉન્ટ-બદલાવની તાકીદની વિનંતી પર અમલ કરતા પહેલા ડાયરેક્ટ વોઇસ કોલ અથવા રૂબરૂ પુષ્ટિ દ્વારા તેની સ્વતંત્ર રીતે ચકાસણી કરે.

આ જોખમનો સામનો કરવા માટે, I4C એ નીચે મુજબના પગલાં લીધાં છે:

(i) પીડિતોને જાણ: ફરિયાદ પૃથ્થકરણ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ દ્વારા ઓળખાયેલા પીડિતો અને સંભવિત પીડિતોને I4C દ્વારા સક્રિયપણે માહિતગાર કરવામાં આવી રહ્યા છે જેથી લિંક કરેલા ડિવાઇસમાંથી લોગ આઉટ કરવા અને એકાઉન્ટ્સ સુરક્ષિત કરવા જેવા સમયસર નિવારક પગલાં લઈ શકાય.

(ii) થ્રેટ સિગ્નલ એક્સચેન્જ: પ્લેટફોર્મ્સ અને સુરક્ષા ઉત્પાદનોમાં મલિશિયસ ફાઇલોની ઝડપી ઓળખ, બ્લોકિંગ અને તેને દૂર કરવા સક્ષમ બનાવવા માટે માલવેરના થ્રેટ સિગ્નલ્સ અને ટેકનિકલ સૂચકો ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In), માઇક્રોસોફ્ટ ડિફેન્ડર અને ભારતની અગ્રણી એન્ટી-વાયરસ કંપનીઓ જેવી કે ક્વિક હિલ (Quick Heal), K7 કમ્પ્યુટિંગ અને નેટ પ્રોટેક્ટર સાથે શેર કરવામાં આવ્યા છે.

(iii) નાગરિકોનું રક્ષણ: આ સંકલિત હસ્તક્ષેપો દ્વારા, અત્યાર સુધીમાં 10,000 થી વધુ ભારતીયોને આ અભિયાનથી બચાવવામાં આવ્યા છે. સહયોગ પોર્ટલ દ્વારા માલવેરને નિયમિતપણે બ્લોક કરવામાં આવી રહ્યા છે.

(iv) SMS હેડરI4CMHA-G’ દ્વારા એલર્ટ: I4C દ્વારાI4CMHA-G’ એસએમએસ હેડર દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને એલર્ટ મોકલવામાં આવી રહ્યા છે. I4C એ છેલ્લા 30 દિવસમાં SMS હેડરI4CMHA-G’ દ્વારા 58,000 થી વધુ સંભવિત પીડિતોને જાણ કરી છે; CERT-In, માઇક્રોસોફ્ટ, ઇન્ડિયન એન્ટી-વાયરસ અને થ્રેટ ઇન્ટેલિજન્સ કંપનીઓ સાથે થ્રેટ સિગ્નલ્સ શેર કરવામાં આવ્યા છે. નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓI4CMHA-G’ એસએમએસ હેડર પરથી મળેલા મેસેજ પર નજર રાખે અને તેમાં આપેલી સલાહ પર તાત્કાલિક અમલ કરે.

નાગરિકો અને સંસ્થાઓને વધુમાં નીચે મુજબની સાવચેતી રાખવા સલાહ આપવામાં આવે છે:

અજ્ઞાત અથવા અચકાસાયેલ સ્ત્રોતોમાંથી મળેલી .zip ફાઇલો અથવા એક્ઝિક્યુટેબલ્સ ડાઉનલોડ, એક્સટ્રેક્ટ કે ઓપન કરશો નહીં. આરબીઆઈ જેવા નિયામકો ક્યારેય વોટ્સએપ એટેચમેન્ટ્સ દ્વારા સોફ્ટવેર અપડેટ્સ, સિક્યોરિટી ફિક્સ અથવા એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ મોકલતા નથી.

વોટ્સએપ એપ્લિકેશનમાં લિંક કરેલા ડિવાઇસની નિયમિતપણે સમીક્ષા કરો (Settings > Linked Devices) અને જે વોટ્સએપ વેબ સેશન્સ હવે સક્રિય વપરાશમાં ન હોય તેમાંથી લોગ આઉટ કરો.

સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર્સે યુઝર પ્રોફાઇલ ડિરેક્ટરીઓમાંથી અજ્ઞાત .exe અને .dll ફાઇલોના એક્ઝિક્યુશનને બ્લોક કરવા માટે સોફ્ટવેર મર્યાદા નીતિઓ લાગુ કરવી જોઈએ અને સુનિશ્ચિત કરવું જોઈએ કે તમામ વિન્ડોઝ એન્ડપોઇન્ટ્સ અદ્યતન એન્ટી-માલવેર સોલ્યુશન્સ ધરાવે છે.

જો એકાઉન્ટ હેક થઈ જાય, તો તુરંત જ તમામ લિંક કરેલા ડિવાઇસમાંથી લોગ આઉટ કરો, કોન્ટેક્ટ્સને એકાઉન્ટ પરથી મળેલી કોઈપણ ફાઇલ ન ખોલવા માટે ચેતવો અને અપડેટેડ એન્ટી-વાયરસ વડે કમ્પ્યુટર સ્કેન કરાવો.

આ પ્રકારની સાયબર છેતરપિંડી અને શંકાસ્પદ સંચારની તાત્કાલિક નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર અથવા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ www.cybercrime.gov.in પર જાણ કરવી જોઈએ. વિગતવાર એડવાઇઝરી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2295905) आगंतुक पटल : 25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Kannada , Malayalam