વેપાર અને ઉદ્યોગ મંત્રાલય
azadi ka amrit mahotsav

યુનાઇટેડ સ્ટેટ્સથી ફ્યુઅલ બ્લેન્ડિંગ માટે ઈથેનોલની આયાત પર કોઈ છૂટછાટ અથવા પ્રતિબદ્ધતા નથી

प्रविष्टि तिथि: 06 AUG 2026 6:20PM by PIB Ahmedabad

મીડિયામાં તાજેતરના દાવાઓ કે જે સૂચવે છે કે ભારત ફ્યુઅલ બ્લેન્ડિંગ માટે યુનાઇટેડ સ્ટેટ્સ (યુ.એસ.) થી મોટી માત્રામાં ઈથેનોલની આયાત કરી રહ્યું છે અને આયાત કરવાનો ઇરાદો ધરાવે છે તે નિરાધાર અને તથ્યહીન છે. સ્થાનિક નીતિના માળખા અનુસાર, ઈથેનોલ બ્લેન્ડેડ વિથ પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ ફ્યુઅલ બ્લેન્ડિંગ માટે ઉપયોગમાં લેવાતું ઈથેનોલ સંપૂર્ણપણે સ્થાનિક ઉત્પાદકો પાસેથી મેળવવામાં આવે છે. ફ્યુઅલ બ્લેન્ડિંગ માટે યુ.એસ. થી ઈથેનોલની કોઈ આયાત કરવામાં આવતી નથી.

વધુમાં, ભારત-યુ.એસ. વેપાર ચર્ચાઓમાં યુ.એસ. થી ફ્યુઅલ બ્લેન્ડિંગ માટે ઈથેનોલની આયાત સંબંધિત કોઈ છૂટછાટો અથવા પ્રતિબદ્ધતાઓ કરવામાં આવી નથી. ઉપરાંત યુ.એસ. થી ફ્યુઅલ ઈથેનોલની મોટા પાયે આયાત કરવાની મંજૂરી આપવા માટે નીતિગત ફેરફારનું કોઈ પણ સૂચન ગેરમાર્ગે દોરનારું છે. ભારતનો ફ્યુઅલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ અને ઈથેનોલની ખરીદી માત્ર ભારતના સ્થાનિક નીતિ નિયમો દ્વારા સંચાલિત થવાનું ચાલુ રહે છે.

SM/JD


(रिलीज़ आईडी: 2295672) आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Telugu , Malayalam