આયુષ
azadi ka amrit mahotsav

કેન્દ્રીય આયુષ મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે CCRASની ગવર્નિંગ બોડીની 27મી બેઠકની અધ્યક્ષતા કરી


પરંપરાગત જ્ઞાનથી ડિજિટલ ઇનોવેશન સુધી: આયુષ મંત્રાલયે ત્રણ ફ્લેગશિપ CCRAS પહેલ લોન્ચ કરી

આયુર્વેદનું ભવિષ્ય ટેકનોલોજી, સંશોધન અને ઇનોવેશનમાં રહેલું છે: શ્રી પ્રતાપરાવ જાધવ

યુવા સંશોધકો અને સ્ટાર્ટઅપ્સે આયુર્વેદને પ્રયોગશાળામાંથી બજાર સુધી લઈ જવું જોઈએ: શ્રી જાધવ

प्रविष्टि तिथि: 06 AUG 2026 5:07PM by PIB Ahmedabad

કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભારી) અને આરોગ્ય તથા પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ, જેઓ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સિસ (CCRAS) ની ગવર્નિંગ બોડીના પ્રમુખ પણ છે, તેમણે આજે નવી દિલ્હી ખાતે CCRAS ની ગવર્નિંગ બોડીની 27મી બેઠકની અધ્યક્ષતા કરી હતી.

બેઠક દરમિયાન, કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે CCRAS-રીજનલ આયુર્વેદ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (RARI), પુણે ખાતે એનિમલ હાઉસ, RARI, રાનીખેત ખાતે સ્ટાફ ક્વાર્ટર કોમ્પ્લેક્સનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું અને RARI, નાગપુર ખાતે નવી 50 બેડની આયુર્વેદ હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું. તેમણે ભારતની સ્થાનિક સ્વાસ્થ્ય પરંપરાઓ, એથનોમેડિકલ પદ્ધતિઓ અને પરંપરાગત પશુ ચિકિત્સા જ્ઞાનના વ્યવસ્થિત દસ્તાવેજીકરણ, મૂલ્યાંકન અને વૈજ્ઞાનિક માન્યતા માટેની ફ્લેગશિપ પહેલ CCRAS-PARAMPARA નું પણ અનાવરણ કર્યું હતું.

શ્રી પ્રતાપરાવ જાધવે વધુમાં CCRAS નેશનલ રિસર્ચ રેકગ્નિશન્સ પોર્ટલ લોન્ચ કર્યું હતું જેમાં CCRAS PRAKASA, CCRAS NAVONMESA અને CCRAS PRABODH 3MT નો સમાવેશ થાય છે, જે અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ) આયુર્વેદ સંશોધન, ઇનોવેશન અને વૈજ્ઞાનિક સંચારમાં ઉત્કૃષ્ટતાને ઓળખવા માટેનું એક સંપૂર્ણ ડિજિટલ પ્લેટફોર્મ છે. તેમણે Ayur-dict પણ લોન્ચ કર્યું, જે એક જ સર્ચેબલ પ્લેટફોર્મમાં બહુવિધ આયુર્વેદ શબ્દકોશોને સંકલિત કરતી CCRAS ની પ્રથમ એન્ડ્રોઇડ એપ્લિકેશન છે. આ બેઠકમાં કાઉન્સિલની તાજેતરની સિદ્ધિઓની સમીક્ષા કરવામાં આવી હતી, મુખ્ય વ્યૂહાત્મક પહેલોને મંજૂરી આપવામાં આવી હતી અને પુરાવા-આધારિત આયુર્વેદને મજબૂત કરવાનો ઉદ્દેશ્ય ધરાવતા અગ્રણી સંશોધન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ પહેલો લોન્ચ કરવામાં આવી હતી.

ગવર્નિંગ બોડીને સંબોધતા શ્રી પ્રતાપરાવ જાધવે જણાવ્યું હતું કે આયુર્વેદ આજે એક પરિવર્તનકારી યુગના મોહરા પર ઊભું છે, જ્યાં વૈજ્ઞાનિક માન્યતા, ઇનોવેશન અને વૈશ્વિક પહોંચે ભારતના સમૃદ્ધ પરંપરાગત જ્ઞાન પ્રણાલીઓને પૂરક બનાવવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે CCRAS એ પુરાવા-આધારિત સંશોધન ઉત્પન્ન કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને આયુર્વેદને વધુ વૈજ્ઞાનિક રીતે મજબૂત, વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય અને સુલભ બનાવવા માટે તેના પ્રયાસોને વધુ મજબૂત કરવા આ સંસ્થાને આહ્વાન કર્યું હતું.

શ્રી જાધવે ભારપૂર્વક જણાવ્યું હતું કે આયુર્વેદના વિકાસના આગામી તબક્કામાં ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને માર્કેટ લિંકેજ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના "હીલ બાય આયુર્વેદ, હીલ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા" ના વિઝનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે આયુર્વેદ વૈજ્ઞાનિક ઉત્કૃષ્ટતા, માનકીકરણ અને ઇનોવેશન દ્વારા વૈશ્વિક આરોગ્ય સંભાળ ઉકેલ તરીકે ઉભરી આવવું જોઈએ. તેમણે CCRASને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે વધુ સહયોગને પ્રોત્સાહિત કરવા, ટ્રાન્સલેશનલ રિસર્ચને પ્રોત્સાહન આપવા અને શાસ્ત્રીય આયુર્વેદિક જ્ઞાનની પ્રમાણભૂતતા અને મુખ્ય સિદ્ધાંતોને સાચવીને ક્લિનિકલ રિસર્ચ, ડેટા મેનેજમેન્ટ અને વ્યક્તિગત આરોગ્ય સંભાળ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી.

આયુર્વેદના ભવિષ્યને આકાર આપવામાં ભારતના યુવાનોના મહત્વ પર પ્રકાશ પાડતા શ્રી જાધવે જણાવ્યું હતું કે યુવા સંશોધકો, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગોએ આયુર્વેદને પ્રયોગશાળાઓમાંથી બજાર સુધી લઈ જવામાં સક્રિય ભાગીદાર બનવું જોઈએ. તેમણે રિસર્ચ ગ્રાન્ટ્સ, ઇન્ક્યુબેશન સપોર્ટ, મેન્ટરશિપ અને ઇન્ડસ્ટ્રી પાર્ટનરશિપ દ્વારા એક વાઇબ્રન્ટ ઇનોવેશન ઇકોસિસ્ટમ બનાવવાની હિમાયત કરી હતી. મંત્રીશ્રીએ યુથ રિસર્ચ ફંડ, આયુર્વેદ સ્ટાર્ટઅપ એક્સિલરેટર અને ગ્લોબલ આયુર્વેદ ચેલેન્જ જેવી પહેલો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સુચન કર્યું હતું જેથી ઇનોવેશનને પ્રોત્સાહન આપી શકાય અને ભારતને વૈશ્વિક વેલનેસ હબ તરીકે સ્થાપિત કરી શકાય. તેમણે ગવર્નિંગ બોડીને આયુર્વેદને આધુનિક, પુરાવા-સંચાલિત અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક આરોગ્યસંભાળ પ્રણાલીમાં પરિવર્તિત કરવા માટે સામૂહિક રીતે કામ કરવા વિનંતી કરી હતી.

ગવર્નિંગ બોડીને સંબોધતા આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, "મંત્રાલય સંશોધન-સંચાલિત ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે કટિબદ્ધ છે જ્યાં ગુણવત્તાયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ઇનોવેશન અને વૈજ્ઞાનિક ઉત્કૃષ્ટતા મળીને પુરાવા-આધારિત આયુર્વેદને મજબૂત બનાવે છે. આજે લોન્ચ કરવામાં આવેલી પહેલો સંશોધન ક્ષમતા, શૈક્ષણિક ઉત્કૃષ્ટતા અને જ્ઞાનની સુલભતાને વધુ વધારશે."

CCRAS ના ડાયરેક્ટર જનરલ અને ગવર્નિંગ બોડીના સભ્ય સચિવ પ્રો.(વૈદ્ય) રબિનારાયણ આચાર્યએ કાઉન્સિલની સિદ્ધિઓ અને ભવિષ્યની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "CCRAS એક એવી સંશોધન ઇકોસિસ્ટમ બનાવવા માટે કટિબદ્ધ છે જ્યાં શાસ્ત્રીય આયુર્વેદિક જ્ઞાનને આધુનિક વિજ્ઞાન, ડિજિટલ ઇનોવેશન અને ગુણવત્તાયુક્ત પુરાવા દ્વારા મજબૂત બનાવવામાં આવે છે. આજે લોન્ચ કરવામાં આવેલી પહેલો સંશોધન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરશે, યુવા સંશોધકોને સશક્ત બનાવશે, ભારતના પરંપરાગત જ્ઞાનને જાળવી રાખશે અને આયુર્વેદને સંશોધકો, પ્રેક્ટિશનરો અને વૈશ્વિક વૈજ્ઞાનિક સમુદાય માટે વધુ સુલભ બનાવશે.”

આ બેઠકમાં CCRAS ની ગવર્નિંગ બોડીના સભ્યો, આયુષ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને CCRAS ના વૈજ્ઞાનિકો અને અધિકારીઓએ હાજરી આપી હતી. ગવર્નિંગ બોડીએ કાઉન્સિલની સિદ્ધિઓની સરાહના કરી હતી અને આયુર્વેદના સંશોધન, ઇનોવેશન, સંસ્થાકીય ક્ષમતા અને વૈશ્વિક પહોંચને વધુ મજબૂત કરવા માટે મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકે ગુણવત્તાયુક્ત સંશોધન, ઇનોવેશન અને સંસ્થાકીય ઉત્કૃષ્ટતા દ્વારા પુરાવા-આધારિત આયુર્વેદને મજબૂત કરવા માટે આયુષ મંત્રાલયની કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. બેઠકમાં લેવાયેલા નિર્ણયોથી આયુર્વેદ સંશોધનમાં CCRAS ના નેતૃત્વમાં વધુ વધારો થવાની અને વૈશ્વિક આરોગ્ય સંભાળમાં તેના યોગદાનમાં ઝડપ આવવાની અપેક્ષા છે.

 

 

SM/BS/JD


(रिलीज़ आईडी: 2295658) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil