માહિતી અને પ્રસારણ મંત્રાલય
સરકાર વિવિધ પહેલો દ્વારા પત્રકારો માટે કલ્યાણ, આરોગ્યસંભાળ અને એક્રેડિટેશન સહાય સુનિશ્ચિત કરે છે
પોસ્ટેડ ઓન:
05 AUG 2026 5:00PM by PIB Ahmedabad
સરકાર પત્રકાર કલ્યાણ યોજના (JWS) અમલમાં મૂકે છે, જેના હેઠળ પત્રકારો/મીડિયા કર્મચારીઓ અથવા તેમના પરિવારોને મૃત્યુ, કાયમી અપંગતા, ગંભીર બીમારી અને અકસ્માત સંબંધિત હોસ્પિટલમાં દાખલ થવાથી ઊભી થતી અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં તાત્કાલિક એક વખતની આર્થિક સહાય (Ex-gratia Relief) આપવામાં આવે છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકારો દ્વારા માન્યતા પ્રાપ્ત (accredited) પત્રકારો તેમજ બિન-માન્યતા પ્રાપ્ત પત્રકારો પણ આ યોજનાના અંતર્ગત આવરી લેવામાં આવે છે.
JWS યોજના હેઠળ, સરકારે 2014-15 થી 2025-26 સુધીમાં 456 પત્રકારો/મીડિયા કર્મચારીઓ અથવા તેમના પરિવારોને રૂ. 19.41 કરોડની નાણાકીય સહાય પૂરી પાડી છે.
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) સાથે માન્યતા પ્રાપ્ત પત્રકારોને પણ તેમના અને તેમના પરિવારના સભ્યો માટે દેશભરમાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ (CGHS) ની સુવિધાઓ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આમાં સરકારી/CGHS પેનલબદ્ધ ખાનગી હોસ્પિટલોમાં CGHS દરો પર તેમની સારવારનો સમાવેશ થાય છે.
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં પત્રકારો માટે એક્રેડિટેશન જારી કરે છે. આજની તારીખે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોમાં માન્યતા પ્રાપ્ત પત્રકારોની સંખ્યા 1786 છે.
આ માહિતી માહિતી અને પ્રસારણ તેમજ સંસદીય બાબતોના રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગન દ્વારા શ્રી દામોદર અગ્રવાલ દ્વારા પૂછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં આપવામાં આવી હતી.
SM/BS/JD
(રીલીઝ આઈડી: 2295015)
મુલાકાતી સંખ્યા : 99