રેલવે મંત્રાલય
ભારતીય રેલવેએ જુલાઈ 2026 સુધીમાં ₹1.14 લાખ કરોડથી વધુનો ઉપયોગ કર્યો, જે નાણાકીય વર્ષ 2026-27 માટેના ₹2.93 લાખ કરોડના બજેટ ગ્રાન્ટના આશરે 39 ટકા છે
દિલ્હી-મુંબઈ માર્ગ પર 1,423 રૂટ કિલોમીટર અને દિલ્હી-હાવડા માર્ગ પર 1,210 રૂટ કિલોમીટર સહિત કુલ 2,633 રૂટ કિલોમીટર પર કવચ 4.0નું સફળતાપૂર્વક કમિશનિંગ
રેલવે સુરક્ષા માટે જૂન 2026 સુધીમાં કવચ કાર્યો પર ₹3,875 કરોડનો ઉપયોગ કરવામાં આવ્યો
રેલવેએ ક્ષમતા વધારવા માટે આશરે ₹8.31 લાખ કરોડના ખર્ચે 40,000 કિમીને આવરી લેતા 514 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હાથ ધર્યા
સતત ક્ષમતા નિર્માણ અને ઉન્નત વ્યાવસાયિક ક્ષમતાઓ માટે સેન્ટ્રલાઈઝ્ડ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ્સ અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા વાર્ષિક આશરે 6 લાખ રેલવે કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે
प्रविष्टि तिथि:
05 AUG 2026 3:25PM by PIB Ahmedabad
2026-27માં કુલ રૂ. 2,93,030 કરોડના બજેટ ગ્રાન્ટમાંથી, જુલાઈ 26 સુધીમાં રૂ. 1,14,973 કરોડ એટલે કે લગભગ 39% ખર્ચ થયો છે.
ભારતીય રેલવેમાં સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે. વર્ષો દરમિયાન લેવાયેલા વિવિધ સુરક્ષા પગલાંના પરિણામે, અકસ્માતોની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે.
ભારતીય રેલવે પર, સુરક્ષા સંબંધિત પ્રવૃત્તિઓ પરનો ખર્ચ વર્ષો દરમિયાન નીચે મુજબ વધ્યો છે:-
|
વર્ષ
|
સુરક્ષા સંબંધિત પ્રવૃત્તિઓ પર ખર્ચ/બજેટ (રૂ. કરોડમાં)
|
|
2013-14
|
39,200
|
|
2022-23
|
87,336
|
|
2023-24
|
1,01,662
|
|
2024-25
|
1,14,022
|
|
2025-26
|
1,17,693
|
|
2026-27
|
1,20,389
|
કવચનો અમલ
- કવચ એ સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ છે. કવચ એ અત્યંત ટેકનોલોજી આધારિત સિસ્ટમ છે, જેના માટે સર્વોચ્ચ ઓર્ડર (SIL-4) ના સુરક્ષા પ્રમાણપત્રની જરૂર હોય છે.
- જો લોકો પાયલટ તેમ કરવામાં નિષ્ફળ જાય તો કવચ બ્રેકના સ્વચાલિત ઉપયોગ દ્વારા નિર્દિષ્ટ સ્પીડ લિમિટમાં ટ્રેનો ચલાવવામાં લોકો પાયલટને મદદ કરે છે અને ખરાબ હવામાન દરમિયાન ટ્રેનોને સુરક્ષિત રીતે ચલાવવામાં પણ મદદ કરે છે.
- પેસેન્જર ટ્રેનો પર પ્રથમ ફીલ્ડ ટ્રાયલ ફેબ્રુઆરી 2016માં શરૂ કરવામાં આવી હતી. મેળવેલા અનુભવ અને ઈન્ડિપેન્ડન્ટ સેફ્ટી એસેસર (ISA) દ્વારા સિસ્ટમના સ્વતંત્ર સુરક્ષા મૂલ્યાંકનના આધારે, કવચ વર્ઝન 3.2ના પુરવઠા માટે 2018-19 માં ત્રણ ફર્મને મંજૂરી આપવામાં આવી હતી.
- જુલાઈ, 2020માં કવચને રાષ્ટ્રીય ATP સિસ્ટમ તરીકે અપનાવવામાં આવ્યું હતું.
- કવચ સિસ્ટમના અમલીકરણમાં નીચેની મુખ્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે:
- દરેક સ્ટેશન, બ્લોક સેક્શન પર સ્ટેશન કવચની સ્થાપના.
- ટ્રેકની સમગ્ર લંબાઈ દરમિયાન RFID ટેગ્સની સ્થાપના.
- સમગ્ર સેક્શનમાં ટેલિકોમ ટાવર્સની સ્થાપના.
- ટ્રેકની સાથે ઓપ્ટિકલ ફાઈબર કેબલ નાખવી.
- ભારતીય રેલવે પર દોડતા દરેક લોકોમોટિવ પર લોકો કવચની જોગવાઈ.
- દક્ષિણ મધ્ય રેલવે પર 1,465 RKm પર કવચ વર્ઝન 3.2 ના તેનાત કરવા અને મેળવેલા અનુભવના આધારે વધુ સુધારા કરવામાં આવ્યા હતા. અંતે, કવચ સ્પેસિફિકેશન વર્ઝન 4.0ને RDSO દ્વારા 16.07.2024ના રોજ મંજૂર કરવામાં આવ્યું હતું.
- કવચ વર્ઝન 4.0 વિવિધ રેલવે નેટવર્ક માટે જરૂરી તમામ મુખ્ય સુવિધાઓને આવરી લે છે. ભારતીય રેલવે માટે સુરક્ષાના ક્ષેત્રમાં આ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. ટૂંકા ગાળામાં, ભારતીય રેલવેએ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ વિકસાવી છે, તેનું પરીક્ષણ કરીને તેનો અમલ શરૂ કર્યો છે.
- વર્ઝન 4.0માં મુખ્ય સુધારાઓમાં લોકેશન સચોટતા વધારવી, મોટા યાર્ડ્સમાં સિગ્નલ એસ્પેક્ટ્સની સુધારેલી માહિતી, OFC પર સ્ટેશનથી સ્ટેશન કવચ ઈન્ટરફેસ અને વર્તમાન ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ માટે ડાયરેક્ટ ઈન્ટરફેસનો સમાવેશ થાય છે. આ સુધારાઓ સાથે, કવચ વર્ઝન 4.0ને ભારતીય રેલવે પર મોટા પાયે અમલમાં મૂકવાની યોજના બનાવવામાં આવી છે.
- વ્યાપક અને વિસ્તૃત ટ્રાયલ્સ પછી, કવચ વર્ઝન 4.0નું 31.07.26 સુધીમાં 2,633 રૂટ કિલોમીટર પર સફળતાપૂર્વક કમિશનિંગ કરવામાં આવ્યું છે, જે નીચે મુજબ હાઇ ડેન્સિટી દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા રૂટને આવરી લે છે:
|
ક્રમ
|
સેક્શન
|
પ્રગતિ (રૂટ કિમી)
|
|
(1)
|
દિલ્હી-મુંબઈ રૂટ: 1,423 Rkm
|
|
|
i
|
તિલક બ્રિજ - જંકશન કેબિન - પલવલ - મથુરા - કોટા - નાગદા - રતલામ - વડોદરા - વિરાર સેક્શન
|
1,327
|
|
ii
|
વડોદરા - અમદાવાદ સેક્શન
|
96
|
|
(2)
|
દિલ્હી - હાવડા રૂટ: 1,210 Rkm
|
|
|
i.
|
ચિપિયાના - ટુંડલા - કાનપુર - સુબેદારગંજ સેક્શન
|
563
|
|
ii.
|
કાનપુર - લખનૌ સેક્શન
|
71
|
|
iii.
|
મિર્ઝાપુર - DDU (સિવાય) સેક્શન
|
64
|
|
iv.
|
DDU(FOC)-ભબુઆ રોડ સેક્શન
|
50
|
|
v.
|
સાસારામ - ફેસર સેક્શન
|
43
|
|
vi.
|
ગયા - સરમાતારણ - નિમિયાઘાટ સેક્શન
|
159
|
|
vii.
|
છોટા અંબાના - વર્ધમાન - હાવડા સેક્શન
|
260
|
ઉપરોક્તમાં, વડોદરા - વિરાર, ગયા - સરમાતારણ અને જંકશન કેબિન - પલવલ નામના ત્રણ સેક્શનનો સમાવેશ થાય છે, જે કુલ આશરે 470 Rkm થાય છે, જેમાં કવચનું કમિશનિંગ 30.01.26 ના રોજ કરવામાં આવ્યું હતું.
- આ ઉપરાંત, ભારતીય રેલવેના તમામ GQ, GD, HDN અને નિર્ધારિત સેક્શનોને આવરી લેતા 21,794 RKM પર ટ્રેક સાઇડ કવચ અમલીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
- ભારતીય રેલવે સેક્શનો પર કવચની મુખ્ય બાબતોની કુલ પ્રગતિ નીચે મુજબ છે:-
|
ક્રમ
|
આઇટમ
|
પ્રગતિ
|
|
i
|
ઓપ્ટિકલ ફાઇબર કેબલ નાખવા
|
11,547 કિમી
|
|
ii
|
ટેલિકોમ ટાવર્સની સ્થાપના
|
1,721 નંગ
|
|
iii
|
સ્ટેશન ડેટા સેન્ટર
|
1,009 સ્ટેશન
|
|
iv
|
ટ્રેક સાઇડ સાધનોની સ્થાપના
|
7,726 RKm
|
|
v
|
લોકોમોટિવમાં કવચની જોગવાઈ
|
6,290 નંગ
|
- આ ઉપરાંત, 7,190 લોકોમોટિવ્સ અને 1,200 EMU/MEMUમાં કવચ ઇન્સ્ટોલ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
- વધુમાં, વંદે ભારત ટ્રેનસેટ સાથે દિલ્હી-હાવડા રૂટમાં ચિપિયાના બુઝુર્ગ - ટુંડલા સેક્શનમાં 160 કિમી પ્રતિ કલાકની ઝડપે કવચ ટ્રાયલ્સ સફળતાપૂર્વક યોજાયા છે.
- જૂન 26 સુધી કવચ કાર્યો પર વપરાયેલું ભંડોળ રૂ. 3,875 કરોડ છે. વર્ષ 2026-27 દરમિયાન ભંડોળની ફાળવણી રૂ. 2,066 કરોડ છે. સમગ્ર દેશમાં કવચનું કામ સારી ગતિએ ચાલી રહ્યું છે. કામની પ્રગતિ મુજબ જરૂરી ભંડોળ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
ભારતીય રેલવે પર સ્પીડ પોટેન્શિયલમાં વધારો
ટ્રેનોની ઝડપ વધારવી એ એક સતત પ્રયાસ અને સતત પ્રક્રિયા છે જે ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ, OHE, હાઇ પાવર્ડ લોકો, આધુનિક કોચ વગેરેના અપગ્રેડેશન પર નિર્ભર છે.
સ્પીડ પોટેન્શિયલ વધારવા માટે ભારતીય રેલવે પર રેલવે ટ્રેકનું અપગ્રેડેશન અને સુધારો છેલ્લા 12 વર્ષો દરમિયાન મોટા પાયે કરવામાં આવ્યો છે. ટ્રેક અપગ્રેડેશનના પગલાંમાં 60 કિગ્રા રેલનો ઉપયોગ, પહોળા બેઝ કોંક્રીટ સ્લીપર્સ, થિક વેબ સ્વિચ, વેલ્ડેબલ CMS ક્રોસિંગ, લાંબા રેલ પેનલ્સ, H બીમ સ્લીપર્સ, આધુનિક ટ્રેક રિન્યુઅલ અને મેઇન્ટેનન્સ મશીનો વગેરેનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત પગલાંના પરિણામે, ટ્રેકના સ્પીડ પોટેન્શિયલમાં નોંધપાત્ર વધારો થયો છે. 2014 ની સરખામણીમાં 2026 દરમિયાન રેલવે ટ્રેકના સ્પીડ પોટેન્શિયલની વિગતો નીચે મુજબ છે:
|
સેક્શનલ સ્પીડ (કિમી પ્રતિ કલાક)
|
2014 (ટ્રેક કિમી)
|
2014 (%)
|
2026 (ટ્રેક કિમી)
|
2026 (%)
|
|
130 અને તેથી વધુ
|
5,036
|
6.3
|
24,173
|
22.5
|
|
110 - 130
|
26,409
|
33.3
|
62,482
|
58.1
|
|
< 110
|
47,897
|
60.4
|
20,897
|
19.4
|
|
કુલ
|
79,342
|
100
|
1,07,552
|
100
|
એ જોઈ શકાય છે કે ભારતીય રેલવે પરના લગભગ 81% રેલવે ટ્રેકને 110 કિમી પ્રતિ કલાક અને તેથી વધુ ઝડપ માટે અપગ્રેડ કરવામાં આવ્યા છે.
વધુમાં, ગોલ્ડન ક્વોડ્રિલેટરલના બે મુખ્ય રૂટ એટલે કે નવી દિલ્હી - મુંબઈ અને નવી દિલ્હી - હાવડા મિશન રફ્તાર હેઠળ સ્પીડ પોટેન્શિયલ 160 કિમી પ્રતિ કલાક સુધી વધારવા માટે હાથ ધરવામાં આવ્યા છે.
ક્ષમતા વધારો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ
છેલ્લા 12 વર્ષ દરમિયાન ભારતીય રેલવે દ્વારા રેલવે નેટવર્કની ક્ષમતામાં વધારો મોટા પાયે કરવામાં આવ્યો છે. સમગ્ર ભારતીય રેલવેમાં નવા ટ્રેક કમિશનિંગ/નાખવાની વિગતો નીચે મુજબ છે:-
|
સમયગાળો
|
નવો ટ્રેક કમિશન થયો
|
નવા ટ્રેકનું સરેરાશ કમિશનિંગ
|
|
2009-14
|
7,599 કિમી
|
4.2 કિમી/દિવસ
|
|
2014-26
|
36,429 કિમી
|
8.32 કિમી/દિવસ (લગભગ 2 ગણું)
|
01.04.2026 ના રોજ, સમગ્ર ભારતીય રેલવેમાં, કુલ 40,000 કિમી લંબાઈના 514 રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ (169 નવી લાઈન, 29 ગેજ કન્વર્ઝન અને 316 ડબલિંગ), જેનો ખર્ચ આશરે રૂ. 8.31 લાખ કરોડ છે, મંજૂર કરવામાં આવ્યા છે. સારાંશ નીચે મુજબ છે:-
|
કેટેગરી
|
પ્રોજેક્ટ્સની સંખ્યા
|
કુલ લંબાઈ NL/GC/DL (કિમી)
|
માર્ચ'26 સુધી કમિશન થયેલ લંબાઈ (કિમી)
|
માર્ચ'26 સુધી કુલ ખર્ચ (રૂ. કરોડમાં)
|
|
નવી લાઈનો
|
169
|
16,634
|
3,361
|
1,57,572
|
|
ગેજ કન્વર્ઝન
|
29
|
3,987
|
3,045
|
24,227
|
|
ડબલિંગ
|
316
|
19,379
|
6,177
|
1,23,454
|
|
કુલ
|
514
|
40,000
|
12,583
|
3,05,253
|
તાલીમ
ભારતીય રેલવેએ માળખાકીય ક્ષમતા નિર્માણ અને અદ્યતન તાલીમ દ્વારા રેલવે કર્મચારીઓની કામ કરવાની ઉત્પાદકતા, પ્રોત્સાહન અને વ્યાવસાયિક ક્ષમતાઓને વધારવા માટે ઘણા પગલાં લીધાં છે. ક્ષમતા નિર્માણ અને કૌશલ્ય અપગ્રેડેશન એ ભારતીય રેલવેમાં સુસ્થાપિત તાલીમ માળખા દ્વારા સમર્થિત સતત અને સંસ્થાકીય પ્રક્રિયાઓ છે.
કર્મચારીઓના સ્કીલિંગ, રી-સ્કીલિંગ અને અપ-સ્કીલિંગને સુનિશ્ચિત કરવા માટે કારકિર્દીના વિવિધ તબક્કે તાલીમ હસ્તક્ષેપ પૂરા પાડતા ભારતીય રેલવેએ એક વ્યાપક તાલીમ ઇકોસિસ્ટમ વિકસાવી છે. આ હેતુ માટે, સેન્ટ્રલાઈઝ્ડ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ્સ (CTIs), મલ્ટી-ડિસિપ્લિનરી ઝોનલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ્સ (MDZTIs), મલ્ટી-ડિસિપ્લિનરી ડિવિઝનલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ્સ (MDDTIs) અને વિશિષ્ટ તાલીમ કેન્દ્રોના રૂપમાં વ્યાપક તાલીમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે, જે માલવાહક સંબંધિત કાર્યોમાં રોકાયેલા લોકો સાથે સેવાની વિવિધ શ્રેણીઓમાં ઇન્ડક્શન, રિફ્રેશર, પ્રમોશનલ અને ટેકનિકલ તાલીમ કાર્યક્રમોનું સંચાલન કરે છે.
ભારતીય રેલવેનો ઉદ્દેશ્ય હંમેશા આધુનિક, કાર્યક્ષમ અને સંકલિત રેલવે ફ્રેટ અને લોજિસ્ટિક્સ ઇકોસિસ્ટમ પૂરી પાડવાનો રહ્યો છે જે માળખાકીય તાલીમ કાર્યક્રમો, મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ અને ઉભરતી ટેકનોલોજી દ્વારા વર્કફોર્સની ક્ષમતાઓમાં વધારો કરે છે અને જેનાથી કાર્યક્ષમ, સુરક્ષિત અને ટકાઉ પરિવહન સેવાઓ સુનિશ્ચિત થાય છે.
પ્રશિક્ષણ મોડ્યુલો કર્મચારીઓની ક્ષમતાઓને મજબૂત બનાવવા અને રેલવે કર્મચારીઓને આધુનિક, ટેક્નોલોજી આધારિત રેલવે કામગીરી માટે જરૂરી કુશળતાઓથી સજ્જ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં માલ પરિવહન કામગીરીનું ડિજિટાઇઝેશન, મલ્ટીમોડલ લોજિસ્ટિક્સના ખ્યાલો, ગ્રાહક કેન્દ્રિત માલસેવા અને અન્ય કાર્યકારી જરૂરિયાતોનો સમાવેશ થાય છે. આ મોડ્યુલોને રેલવે કામગીરી અને જાળવણીમાં નવી ટેક્નોલોજીનો સમાવેશ કરવા માટે સમયાંતરે અપડેટ પણ કરવામાં આવે છે.
આ ઉપરાંત, ભારતીય રેલવેના કર્મચારીઓ તેમની કારકિર્દીના વિવિધ તબક્કે બઢતી, પ્રમોશનલ, રિફ્રેશર, સ્પેશિયલાઇઝ્ડ અને ટેકનિકલ તાલીમ કાર્યક્રમોમાંથી પસાર થાય છે. સ્ટાફની સબંધિત કેટેગરી માટેનો અભ્યાસક્રમ ફ્રેટ ઓપરેશન, લોજિસ્ટિક્સ અને તેમના કાર્યો માટે સંબંધિત અન્ય ઓપરેશનલ અને સુરક્ષા-સંબંધિત પાસાઓને આવરી લે છે.
આ કાર્યક્રમો હેઠળ દર વર્ષે આશરે છ લાખ રેલવે કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે, જે સતત ક્ષમતા નિર્માણ અને વ્યાવસાયિક ક્ષમતાઓમાં વધારો સુવિધાયુક્ત બનાવે છે.
ભારતીય રેલવે, તેની અગ્રણી સેન્ટ્રલાઈઝ્ડ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ્સ (CTIs) અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV) દ્વારા, લોજિસ્ટિક ઓપરેટરો, ટર્મિનલ ઓપરેટરો અને કન્ટેનર ટ્રેન ઓપરેટરો માટે રેલ ઓપરેશન્સ, કોમર્શિયલ મેનેજમેન્ટ અને રેલવે ઓપરેશન્સથી પરિચિત થવા માટે સમર્પિત તાલીમ અને સર્ટિફિકેશન પ્રોગ્રામ્સ ઓફર કરે છે. જેમાં કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL), નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ (NTPC), સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (SAIL), ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (DFCCIL), ભારત પેટ્રોલીયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL), ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) અને સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (CWC) સહિતની વિવિધ જાહેર ક્ષેત્રના સાહસો (PSUs) અને સંલગ્ન સંસ્થાઓ જોડાઈને રેલ-આધારિત માલવાહક પરિવહન અને લોજિસ્ટિક્સમાં વધુ કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપે છે.
આ સિવાય, ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV) એ કન્ટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (CONCOR) ના અધિકારીઓ માટે સ્પેશિયલાઈઝ્ડ મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, પોર્ટ-લેડ ડેવલપમેન્ટ પર ક્ષમતા નિર્માણ કાર્યશાળા અને ડિફેન્સ ફોર્સિસ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) અને ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (GIDB) જેવી સંસ્થાઓ માટે લોજિસ્ટિક્સ પર વિવિધ એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ પ્રોગ્રામ્સનું પણ આયોજન કર્યું છે. આ કાર્યક્રમોનો ઉદ્દેશ્ય માળખાકીય એક્ઝિક્યુટિવ કેપેસિટી-બિલ્ડિંગ પહેલો દ્વારા લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઈન મેનેજમેન્ટ અને આધુનિક પરિવહન પ્રણાલીઓમાં નેતૃત્વ ક્ષમતાઓ, વ્યવસ્થાપકીય કૌશલ્યો અને ક્ષેત્રની કુશળતા વધારવાનો છે.
ભારતીય રેલવે વિકસતી ઓપરેશનલ જરૂરિયાતો, ટેકનોલોજીકલ પ્રગતિ અને સંગઠનાત્મક પ્રાથમિકતાઓને અનુરૂપ તેની જરૂરિયાતોની સમયાંતરે સમીક્ષા કરે છે. ક્ષેત્રીય એકમો, તાલીમ સંસ્થાઓ અને ટેકનિકલ નિયામકાલયો સાથે સતત વિચારવિમર્શ દ્વારા ઉભરતી ક્ષમતા જરૂરિયાતોની ઓળખ કરવામાં આવે છે. આવા મૂલ્યાંકનોના આધારે, રેલવે કર્મચારીઓને કાર્યક્ષમ ફ્રેટ અને લોજિસ્ટિક્સ કામગીરી માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરવા માટે તાલીમ અભ્યાસક્રમો અને ક્ષમતા વિકાસ કાર્યક્રમો સુધારવામાં આવે છે અને મજબૂત બનાવવામાં આવે છે.
ભારતીય રેલવેમાં તાલીમ કાર્યક્રમો રેલવે કર્મચારીઓની વિવિધ શ્રેણીઓની કાર્યાત્મક અને ક્ષમતા જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે અને વિકસતી ટેકનોલોજી, ઓપરેશનલ જરૂરિયાતો અને સમકાલીન કૌશલ્ય જરૂરિયાતોને અનુરૂપ સમયાંતરે સમીક્ષા અને અપડેટ કરવામાં આવે છે. આ ઉપરાંત, એકરૂપતા, ક્ષમતા-આધારિત શિક્ષણ અને સુધારેલા તાલીમ પરિણામો સુનિશ્ચિત કરવા માટે સમગ્ર ભારતીય રેલવેમાં તાલીમ મોડ્યુલ્સના માનકીકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વધુમાં, ભારતીય રેલવે ક્ષમતા નિર્માણને મજબૂત કરવા અને રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ પ્રયાસો સાથે સુસંગતતા વધારવા માટે કૌશલ્ય વિકાસ પહેલો પર કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (MSDE) સાથે પણ સક્રિયપણે જોડાયેલી છે.
ભારતીય રેલવે ફ્રેટ વિસ્તરણ સહિત ભવિષ્યની કૌશલ્ય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેની તાલીમ ઇકોસિસ્ટમને સતત મજબૂત કરી રહી છે. આ પગલાંઓમાં તાલીમ મોડ્યુલ્સની સમયાંતરે સમીક્ષા અને માનકીકરણ, ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ્સનું સંકલન, ક્ષમતા-આધારિત તાલીમ, ઉભરતી ટેકનોલોજીનો અનુભવ, તાલીમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ, ફેકલ્ટી ક્ષમતાઓમાં વધારો અને સેન્ટ્રલાઈઝ્ડ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ્સ (CTIs), મલ્ટી-ડિસિપ્લિનરી ઝોનલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ્સ (MDZTIs), મલ્ટી-ડિસિપ્લિનરી ડિવિઝનલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ્સ (MDDTIs) દ્વારા સતત ક્ષમતા નિર્માણનો સમાવેશ થાય છે. આ પહેલોનો ઉદ્દેશ્ય કાર્યક્ષમ, ટેકનોલોજી-સંચાલિત અને ગ્રાહક-લક્ષી ફ્રેટ અને લોજિસ્ટિક્સ કામગીરીને ટેકો આપવા માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્યોથી રેલવે કર્મચારીઓને સજ્જ કરવાનો છે.
આ માહિતી કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આજે લોકસભામાં પ્રશ્નોના જવાબમાં આપવામાં આવી હતી.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2294907)
आगंतुक पटल : 7